ગાંધીનગરની નજીક આ છે એડવેન્ચર કેમ્પ રિસોર્ટ

0
660
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરતા સ્ટૂડન્ટ્સને એડવેન્ચર સ્પોર્ટ્સ માટે આબુ, મનાલી કે સાપુતારા જેવા દૂરના સ્થળે પૈસા ખર્ચીને જવાની જરૂર નથી. અમદાવાદથી નજીકના સ્થળે તમને જંગલ ટ્રેકિંગ, કેમ્પફાયર સહિતની બધી જ સુવિધા મળી રહેશે, અને આ જગ્યા છે અનંત એગ્રોફુડ્સ રિસોર્ટ એન્ડ ટ્રેનિંગ એટલે કે આરતી કેમ્પસાઇટ.

A.A.R.T.Iકેમ્પસાઇટ

આરતી (A.A.R.T.I) કેમ્પસાઇટ એન્ડ રિસોર્ટ અમદાવાદથી 42 કિમીના અંતરે આવેલું છે. ગાંધીનગરથી મહુડી રોડ પર પિંડારડા ગામમાં આ કેમ્પસાઇટ સાબરમતી નદીના વિશાળ કોતરોમાં સ્થિત છે. 12 એકરમાં ફેલાયેલી આ એડવેન્ચર કેમ્પસાઇટમાં 2 હાઇટેક ગ્રીન હાઉસ અને મકાનો છે. અહીં તમને આર્ટિફિસિયલ બ્રિજ, કેનાલ જોવા મળશે. અહીંના ગ્રીન હાઉસમાં શાકભાજી અને ફળો ઉગાડવામાં આવે છે.

સ્કૂલ-કોલેજના સ્ટુડન્ટ્સનું ફેવરીટ સ્થળ

આરતી કેમ્પસાઇટના પ્રોજેક્ટ ઇન્ચાર્જ નિરવ શાહ જણાવે છે કે અમારી સાથે અમદાવાદ-ગુજરાતની અનેક સ્કૂલો જોડાયેલી છે. અહીંની મુલાકાત લેતા વિદ્યાર્થીઓએ યોગ્ય ગાઇડન્સમાં તમામ પ્રવૃતિઓ જાતે જ કરે છે. અહીં જંગલ ટ્રેકિંગ, ગ્રીનહાઉસ વિઝીટ, કેમ્પફાયર, ફ્લાઇંગ ફોક્સ, ટાયર ટમ્બલ, રોક ક્લામ્બિંગ, બર્મા બ્રિજ અને કમાન્ડો વોલ જેવી સુવિધા છે. તેઓ જણાવે છે કે આરતી કેમ્પમાં દિવસના પ્રોગ્રામમાં એકસાથે 200 સ્ટૂડન્ટ્સ જ્યારે નાઇટ કેમ્પમાં 120 સ્ટૂડન્ટ્સની ક્ષમતા છે. નાઇટ સ્ટેમાં ટેન્ટમાં 15-20 બાળકો અને 9-11 જેટલા એડલ્ટ્સને રહેવાની સુવિધા છે. બાળકો અહીંના કુદરતી વાતાવરણમાં પ્રકૃતિની નજીક રહેવાનો આનંદ ઉઠાવી શકે છે.

કોર્પોરેટ્સ પણ ઉઠાવે છે ફાયદો

સ્કૂલના બાળકોની સાથે કોર્પોરેટ્સ પણ માનસિક ચિંતાઓ અને ડિપ્રેશનથી મુક્તિ મેળવવા અહીં વિવિધ એક્ટિવિટીઝ કરી શકે છે. નિરવ શાહ જણાવે છે કે ટુંક સમયમાં બાળકોની સાથે એડલ્ટ્સ માટે પણ અહીં તમામ સુવિધાઓ મળી રહેશે. લોકો ગ્રુપમાં અહીં આવીને ટ્રેકિંગ, રોક ક્લાઇમ્બિંગ સહિતની પ્રવૃતિઓ કરી શકે છે. કેમ્પમાં રહેવાથી કોર્પોરેટ્સમાં લીડરશિપ અને ટીમ બિલ્ડિંગની ભાવના પેદા થાય છે. પર્યાવરણની જાળવણી માટે ગો ગ્રીન કેન્સેપ્ટથી પણ તેઓ માહિતગાર થાય છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.