પાર્ટનર સાથે હનીમૂન પર કે ફેમિલી સાથે યુરોપ જવાનું પ્લાનિંગ હોય તો શેંગેન વિઝા (Schengen Visa) તમારી મુશ્કેલીઓ ઓછી કરશે. શેગેંન વિઝા માટે અપ્લાય કરશો તો એકસાથે યુરોપના 26 દેશો ફરી શકશો.
શું છે શેંગેન?
યુરોપના પાસપોર્ટ ફ્રી ઝોનને શેંગેન કહેવાય છે. આ ઝોનમાં યુરોપના મોટાભાગના દેશ સામેલ છે. આ દુનિયાનો સૌથી મોટો વિઝા ફ્રી ટ્રાવેલ એરિયા છે.
શું છે શેંગેન વિઝા?
શેંગેન વિઝા ટૂંકા સમય માટે રહેવાની મંજૂરી આપતા વિઝા છે. આ વિઝાની મદદથી કોઈપણ વ્યક્તિ શેંગેન ઝોનના કોઈપણ એરિયામાં 90 દિવસ સુધી ટુરિઝમ કે બિઝનેસ માટે રોકાઈ શકે છે. શેંગેન સભ્ય દેશોમાં વિના રોકટોક મુસાફરી કરવાની આઝાદી આપે છે. શેંગેન ઝોનમાં કોઈ બોર્ડર કંટ્રોલ પણ નથી. મહત્વનું છે કે જો તમે ભણવા કે કામ કરવા માટે 90 દિવસથી વધુ સમય શેંગેન દેશોમાં રહેવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે એ દેશના વિઝા માટે અપ્લાય કરવું પડશે જ્યાં રોકાવા માગો છો.
શેંગેન એરિયામાં આ 26 દેશો સામેલ
શેંગેન એગ્રિમેન્ટ પર સહી કરીને યુરોપના 26 દેશોએ ટ્રાવેલર્સને પોતાના દેશમાં ફરવાની આઝાદી આપી છે. આ દેશોમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, હંગરી, આઈસલેન્ડ, ઈટાલી, લાતવિયા, લિખ્ટેંશ્ટાઈન, લિથુઆનિયા, લક્સેમ્બર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, સ્લોવાકિયા, સ્પેન, સ્પીડન અને સ્વિત્ઝરલેન્ડનો સમાવેશ થાય છે.