આ છે દુનિયાની 10 સૌથી મોટી હોટલો, લાસ વેગાસ ટોપ પર

0
382
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

બદલાતી જીવનશૈલીની સાથે જેમ જેમ માણસના રહેવાની રીત બદલાઇ, ઘર બદલાયું, બજાર બદલાયું અને આ બધાની સાથે જ દેશ અને દુનિયાની હોટલો પણ બદલાઇ. ક્યારેક ઘરથી બહાર રોકવાનું સાધન માત્ર બનતી હોટલ આજે રહેવાની નવી વ્યાખ્યા બની રહી છે.

આમ તો દુનિયામાં આલીશાન હોટલોની કમી નથી પરંતુ દુનિયાની સૌથી મોટી હોટલો પર એક નજર નાંખીએ તો ખબર પડે છે કે કે ક્યારેક સેંકડો રૂમોમાં સમેટાઇ જનાતો સંસાર હવે હજારોની ગણતરીને પણ માત આપી રહ્યો છે. એક નજર દુનિયાની 10 સૌથી મોટી હોટલો પર….

વર્ષ 1999માં શરૂ થયેલી ધ વેનેટિયન સૌથી મોટી હોટલોનાં લિસ્ટમાં સૌથી ટોચ પર છે. આ 36 માળની હોટલ છે અને આની સાથે 53 માળની પલાજો પણ છે, જે ધ વેનેટિયનનો જ હિસ્સો છે. બન્ને એક જ હોટલની રીતે ઓળખાય છે અને તેનું બુકિંગ પણ સાથે જ થાય છે. લાસ વેગાસ સ્થિત ધ વેનેટિયન અને ધ પલાજોમાં કુલ 7,017 રૂમો છે.

એમજીએમ ગ્રાન્ડ

લાસ વેગાસ સ્થિત એમજીએમ ગ્રાન્ડ આ યાદીમાં બીજા નંબરે છે. વર્ષ 1993માં આની શરૂઆતની સાથે જ તે દુનિયાની સૌથી મોટી હોટલોમાં સમાવેશ થાય છે. 30 માળની આ હોટલમાં 6,852 રુમ છે.

લાસ વેગાસ પછી દુનિયાના સૌથી મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંની એક, મલેશિયાની ધ ફર્સ્ટ વર્લ્ડ હોટલ આ યાદીમાં ત્રીજા નંબરે છે. આ હોટલમાં કુલ 6,118 રૂમ છે. આ હોટલના બે ટાવર છે. જેમાં ટાવર-1માં 24 અને ટાવર 2માં 28 ફ્લોર છે. આને આધિકારિક રીતે વર્ષ 2008માં સાર્વજનિક રીતે ખોલવામાં આવી.

લિસ્ટમાં ચોથા નંબરે ઓરલેન્ડો સ્થિત ડિઝની ઑલ સ્ટાર રિસોર્ટ છે. આ રિસોર્ટમાં રમતગમત માટે સ્ટેડિયમથી લઇને અન્ય સારી સુવિધાઓ છે. ત્રણ ફ્લોરની કુલ 30 બિલ્ડિંગવાળા આ રિસોર્ટની એક ખાસ વાત એ છે કે અહીં દરેક જગ્યાએ અલગ-અલગ અંદાજમાં ડિઝનીના કેરેક્ટર્સની ડમી બનેલી છે. વર્ષ 1971માં બનેલા આ રિસોર્ટમાં 5, 524 રૂમ છે.

મલેશિયા અને ઑરલેન્ડ પછીનો નંબર મૉસ્કોનો છે. અહીં આવેલી ઇજમેલોવો હોટલની શરુઆત 1980માં થઇ હતી. આ હોટલના ચાર ટાવર છે, જેને અલ્ફા, બીટા, વેગા અને ગામા-ડેલ્ટાનું નામ આપવામાં આવ્યું છે. આ વર્ષ 1980 થી 1993 સુધી દુનિયાની સૌથી હોટલ હતી. આના બધા ચાર ટાવર 30 માળની બિલ્ડિંગ છે અને તેમાં કુલ 5,000 રૂમો છે. આ દુનિયાની સૌથી મોટી હોટલોમાં પાંચમા નંબરે છે.

સૂચીમાં સૌથી વધુ હોટલ લાસ વેગાસની છે. 4,734 રૂમવાળી વિન લાસ વેગાસ અને ઇનકોર લાસ વેગાસ હોટલ દુનિયાની છઠ્ઠી સૌથી મોટી હોટલ છે. આ હોટલના બે ટાવર છે, જેમાંથી એકનું નામ વિન (45 માળ) અને બીજાનું નામ ઇનકોર (48 ફ્લોર) છે. આ હોટલનું ઓપનિંગ 2005માં થયું હતું.

સાતમા નંબરે લાસ વેગાસ પર લાસ વેગાસની જ લક્ઝર હોટલ છે. આ હોટલની ત્રણ ઇમારત છે જે 22, 22 અને 36 માળની છે. આ બિલ્ડિંગ્સને કુલ મળીને લક્ઝર હોટલમાં કુલ 4,408 રૂમ છે. આ હોટલ પણ ગ્રાન્ડ એમજીએમની સાથે 1993માં ખુલી છે.

લાસ વેગાસના મેંડલેમાં 43 ફ્લોર છે. માર્ચ 1999માં શરુ થયેલી આ હોટલમાં 4,332 રૂમ છે.

દુનિયાની સૌથી મોટી હોટલોમાં 9માં નંબરે આવેલી પતાયા સ્થિત એમ્બેસેડર સિટી જોમટીન હોટલ છે. 40 એકરમાં ફેલાયેલી આ હોટલમાં કુલ 5 ઇમારતો અને 4,219 રૂમ છે.

લિસ્ટમાં 10માં નંબરે ફરી એકવાર લાસ વેગાસની આલીશાન હોટલનો નંબર છે. અહીં સ્થિત એક્સકેલિબર હોટલ અને કેસિનોમાં 4,008 રૂમો છે. આ હોટલમાં બે ટાવર છે અને બન્નેમાં 28 માળ છે. આ હોટલની શરુઆત 1990માં થઇ હતી.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.