ફિફા વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કર્યા પછી અંદાજે 42 લાખની વસ્તી ધરાવતો દેશ ક્રોએશિયા સમગ્ર વિશ્વમાં એક ચર્ચાનો વિષય બની ગયુ છે. કેટલાક લોકોએ તો આ દેશનુ નામ પણ પ્રથમ વખત સાંભળ્યુ હશે. પ્રવાસના શોખીનોમાં આ દેશ ઘણૉ જ લોકપ્રિય રહ્યો છે. અહી ઘણી વર્લ્ડ હેરીટેજ સાઈટઆવેલ છે. અહિના ઐતિહાસિક શહેરો પ્રવાસીઓને બહુજ પસંદ પડે છે. ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં ઐતિહાસિક ઈમારતોની સાથે સાથે મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને રેસ્ટોરન્ટનો જોવા મળશે. સમગ્ર શહેર સમુદ્રથી ધેરાયેલુ છે. અહીની પથ્થઓથી બનેલ બિલ્ડિંગો અને સુંદર બીચ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
ડુબ્રોવનિક ઓલ્ડ ટાઉન વોલ્સ
આ ક્રોએશિયાનુ એક જાણિતુ ડેસ્ટિનેશન છે. ખાસ કરીને આ શહેરનો મધ્યભાગ પ્રવાસીઓને ખૂબજ આકર્ષિત કરે છે. અહી મધ્યકાળની સુરક્ષા દિવાલો આવેલ છે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. જે લોકો વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમના માટે આ બેસ્ટ જગ્યા છે.
સ્પ્લિટનો ડાયોક્લેટિયન પ્લેસ
જાગ્રેબ પછી સ્પ્લિટ ક્રોએશિયાનુ બીજા નંબરનુ સૌથી મોટુ શહેર છે. અહી તમને ઐતિહાસિક મહેલો ઉપરાંત કેટલાક જૂના ખંડેરો પણ જોવા મળશે. એડિયાટ્રિક સાગરની નજીક જ રોમન સમ્રાટ ડાયક્લેટિયને આ મહેલને બનાવ્યો હતો સ્ક્વાયર શેપ ધરાવતોઆ અદભૂત મહેલ છે. આ શહેરને યૂનેસ્કો દ્વારા વિશ્વનુ ઐતિહાસિક સ્થળ જાહેર કરવામાં આવ્યુ છે. અહી તમે માત્ર ચાલીને જ જઈ શકો છો.
હવર ટાઉન
હવર ક્રોએશિયાનુ ફેસનેબલ શહેર છે. મોટાભાગે પ્રવાસીઓ અહી ડાલમેટિયન આઈલેન્ડને જોવા માટે આવે છે. આ શહેરમાં તમને હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સ જોવા મળશે. આ શહેરમાં લાંબા સમય સુધી વેનેટિયન શાસનને આધીન હતુ. એટલા માટે તેની ઝલક હજુ પણ અહી જોવા મળી રહી છે. હવર ટાઉન સેલિબ્રિટિ અને મોટા મોટા જહાજો માટે લોક્પ્રિય છે. અહીના બીચ ખૂબજ સુંદર છે. જ્યા તમે વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકો છો.
પ્લિટવિસ નેશનલ પાર્ક
જો તમે ક્રોએશિયા જઈ રહ્યા છો તો આ પાર્કમાં જવુ જોઈએ કારણ કે આ બીજા નેશનલ પાર્કથી થોડો અલગ છે. પહાડની ઉંચાઈ પર રહેલ આ પાર્કની ખાસિયત છે કે અહી 16 ઝીલોનુ એક નેટવર્ક છે. તેમાંથી નીચે પડતુ પાણી વિશાળ ઝરણાનુ રૂપ લઈ લે છે. ઝરણાનો નજદીકથી અનુભવ કરવા માટે લાકડીનો પુલ બનેલ છે. ઝીલમાં બોટીંગની મજા માણી શકો છો.