કોરોના વાયરસ સંક્રમણના કારણે લાંબા સમય સુધી લૉકડાઉન હતું. આ સમયગાળા દરમિયાન લોકો પોતાના ઘરેથી જ કામ કરતા હતા. તેમનું હરવા-ફરવાનું સંપૂર્ણ રીતે બંધ હતું. જ્યારે પણ લોકોને ફરવાનું મન થતું હતું તો તેઓ વર્ચુઅલ ટૂરની મજા લેતા હતા, પરંતુ લૉકડાઉન હટ્યા પછી જીવન ફરી એકવાર પાટે ચઢવા લાગ્યું છે. લોકો હવે પોતાના ઘરોથી બહાર નીકળવા લાગ્યા છે. સાથે જ હરવા ફરવા જઇ રહ્યા છે. જો કે, કોરોના કાળમાં લોકોની પ્રાથમિકતા છે એવા શહેરમાં જવાની છે, જ્યાં કોરોના સંક્રમણનું જોખમ ઓછુ હોય. જો તમે પણ વીકેન્ડ હૉલિડે પર જવા માંગો છો અને પરફેક્ટ ડેસ્ટિનેશનને લઇને કન્ફ્યૂઝ છો તો તમે આ 3 શહેરોમાં કોઇ એક શહેરની યાત્રા કરી શકો છો. આવો જાણીએ…
ભુંતર, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ પ્રદેશમાં ઘણાં પર્યટન સ્થળ છે જે પોતાની સુંદરતા અને વિશેષતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આમાનું એક પર્યટન સ્થળ ભુંતર છે જે કુલ્લુ જિલ્લામાં સ્થિત છે. આ જગ્યા વ્યાસ અને પાર્વતી નદીના કિનારે વસ્યું છે. ભુંતરમાં એક એરપોર્ટ પણ છે જ્યાંથી મનાલી અને મણિકર્ણ જઇ શકાય છે. તમે વીકેન્ડ હૉલિડે માટે ભંતૂર જઇ શકો છો.
હલ્દ્વાની, ઉત્તરાખંડ
દેવોની ભૂમિ ઉત્તરાખંડ ન કેવળ દૈવિક, પરંતુ પર્યટન માટે પણ જાણીતું છે. આ પાવન ધરતી પર ચારધામની સાથે સાથે અનેક પર્યટન સ્થળ છે. તેમાનું એક હલ્દ્વાની છે. એવું કહેવાય છે કે હલ્દ્વાની, ઉત્તરાખંડનું બીજુ સૌથી મોટું શહેર છે. આ શહેરને “કુમાઉના પ્રવેશ દ્ધાર” નામથી પણ ઓળખવામાં આવે છે. હલ્દ્વાની વીકેન્ડ હૉલિડે માટે પરફેક્ટ જગ્યા છે.
કોલ્લમ, કેરળ
કેરળ પ્રી વેડિંગ ફોટોશૂટથી લઇને વેડિંગ ડેસ્ટિનેશન માટે પણ જાણીતું છે. અહીં કોલ્લમ બીચ, અષ્ટમુદી તળાવ, મેદાન, ઉંચા પર્વતો સહિત અનેક પર્યટન સ્થળ છે. ઇતિહાસકારોનું માનીએ તો કોલ્લમ ટ્રેડ માટે દુનિયાભરમાં જાણીતું હતું. ખાસ કરીને ચીન, આરબ અને ઇટાલી માટે આ ટ્રેડનું મુખ્ય કેન્દ્ર હતું. જો તમે વીકેન્ડની ફુલ મજા લેવા માંગો છો તો કોલ્લમ જરુર જશો.