દિવાળી કે ઉનાળાની રજાઓને એન્જોય કરવા માટે અમે આપને બતાવીશું કેટલીક એવી જગ્યાઓ જેમાં તમને ગરમીથી રાહત મળશે તો સાથે વેકેશનનો આનંદ ઉઠાવી શકશો.
પૌડી ગઢવાલ
ઉત્તરાખંડ સ્થિત પૌડી ગઢવાલ એક સુરમ્ય પર્યટન સ્થળ છે જે સમુદ્રની સપાટીએથી 1650 મીટરની ઉઁચાઇ પર સ્થિત છે. દેવદારના જંગલોથી ઢંકાયેલું અને કંડોલિયા પર્વતના ઉત્તરી ઢોળાવો પર સ્થિત આ સ્થાન પર્યટકો માટે સંમોહક દ્શ્ય પ્રસ્તુત કરે છે પર્યટક અહીં બરફથી ઢંકાયેલા મનોહર પવર્તો જેવા બંદરપૂંછ, જોંલી, ગંગોત્રી સમૂહ, નંદાદેવી, ત્રિશૂલ, ચૌખંભા, ઘોરી પર્વત, સ્વર્ગરોહિણી, જોગિન સમૂહ, થાલિયા સાગર, કેદારનાથ, સુમેરૂ અને નીલકંઠના દ્શ્યનો આનંદ ઉઠાવી શકે છે.
ગુલાબા, મનાલી
મનાલીથી 20 કિમી દૂર સ્થિત ગુલાબા એક સુંદર પર્યટન સ્થળ છે, તમે માર્ચના અંતિમ સપ્તાહ સુધી બરફની મજા માણી શકો છો. અહીં પર્યટક બરફવર્ષાની મજા માણી શકે છે. અહીં બરફવર્ષાના કારણે બર્ફિલા પહાડો અને મેદાનો જોવા મળશે.
ઇન્દ્રાસન પીક
ઇન્દ્રાસન પીક, સમુદ્રની સપાટીથી 6223 મીટરની ઉંચાઇ પર સ્થિત છે, જે એક લોકપ્રિય ટ્રેકિંગ જગ્યા છે જે લાહોલ અને સ્પીતિમાં છે. આ પીક પાર્વતી અને વ્યાસ નદીની બિલકુલ વચ્ચોવચ સ્થિત છે. અહીં આવનારા પર્યટક બરફથી ઢંકાયેલા શિખરોને જોઇને તેની સુંદરતા પર મંત્રમુગ્ધ થઇ જશે.
રોહતાંગ ઘાટી
મનાલીથી 51 કિમી દૂર સ્થિત આ જગ્યામાં દુનિયાની સૌથી ઉંચી જગ્યાએ રોડ છે. જ્યાં દર વર્ષે લાખો પર્યટક આ લોફી પર્વત પર ભ્રમણ કરવા આવે છે. આ જગ્યા સમુદ્રની સપાટીએથી 4111 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. જ્યાંથી મનાલીનું શાનદાર દ્શ્ય જોવા મળે છે. અહીં પર્યટક ટ્રેકિંગ, માઉન્ટેન બાઇકિંગ, પેરાગ્લાઇડિંગ અને સ્કિંગ પણ કરી શકે છે. અહીં યાત્રા માટે આર્મીની પરમીશન લેવી પડે છે.
મોરી
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નાનકડુ મોરી પોતાની કુદરતી સુંદરતા માટે પર્યટકોમાં લોકપ્રિય છે. આ પ્રસિદ્ધ પર્યટન સ્થળ સમુદ્રની સપાટીએથી 3700 ફૂટની ઉંચાઇ પર છે. આ સ્થાન જોનસર બાવર ક્ષેત્રમાં ટોન્સ નદીના કિનારે સ્થિત છે. ટોંસ નદી તમસ નદીના નામે ઓળખાય છે તેમજ આ જગ્યાએ ટોંસ ખીણનું પ્રવેશદ્ધાર પણ કહેવાય છે. જો આપને એડવેન્ચર સ્પોર્ટ્સનો શોખ છે, તો તમે તમારા આ શોખ એન્ગલિંગ, રાફ્ટિંગ તેમજ ક્યાકિગને આ ગામમાં પૂરા કરી શકો છો.
ચોકોરી
ચોકોરી ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સમુદ્રની સપાટીએથી 2020 મી ઉપર સ્થિત ચોકોરી એક સુંદર હિલ સ્ટેશન છે.અહીં શહેરની ભીડભાડથી દૂર શાંતિની પળ વિતાવી શકાય છે. અહીં શિવ મંદિર ઉપરાંત, મહાકાળી મંદિર પણ સામેલ છે, આ મંદિર ભારતના મુખ્ય શક્તિપીઠોમાંની એક છે.
કુનિહાર ઘાટી
અરકીમાં કુનિહાર ઘાટી સોલાનના મુખ્ય સ્થળોમાંનું એક છે. હટકોટ અને નાની વિલાયત નામથી પણ પ્રસિદ્ધ આ સ્થાનનું નામ કુનિહાર ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ રાખ્યું હતું. કારણ કે આનો આકાર એક માળા સમાન છે.
અરકી
જો તમે હિમાચલની ઠંડી ખીણો વચ્ચે અહીંનો ઇતિહાસ જાણવા માટે ઇચ્છુક છો, તો અરકી શહેરની યાત્રા અવશ્ય કરો. અરકી શહેરમાં સ્થિત અરકી કિલા જાણીતા પર્યટન સ્થળોમાંનું એક છે. આ કિલ્લાનું નિર્માણ રાણા પૃથ્વીસિંહે 1695 થી 1700 દરમ્યાન કર્યું હતું.
કિબ્બર
કિબ્બર, લાહોલમાં એક નાનકડુ ગામ છે, જે 4270 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ ગામ ચૂના પથ્થરના ખડકોથી બનેલી એક સાંકડી ખીણ છે. અહીં મઠ સેરકાંગ રિમપોચેએ બનાવી હતી. અહીં એક વન્યજીવ અભ્યારણ્ય પણ છે જ્યાં અનેક પ્રાણીઓ અને પશુઓ રહે છે. આ ગામ કાજાથી 16 કિમીના અંતરે છે, કાજાથી ગરમીઓમાં બસ સેવા શરૂ કરવામાં આવે છે જેથી પર્યટક ભ્રમણ માટે આવી શકે.
ખિર્સૂ
પૌડીથી 19 કિમીના અંતરે આવેલું ખિર્સૂ એક સુંદર સ્થાન છે. ખિર્સૂથી મધ્ય હિમાલયીન પર્વત કેટેગરીને શ્વાસ રોકનારૂ દ્શ્ય જોઇ શકાય છે. અહીના શાંત વાતાવરણમાં પક્ષીઓનો કોલાહલ સંભળાય છે અને આ સ્થાન ઓક અને દેવદારના વૃક્ષોથી ઢંકાયેલું છે. લીલા સફરજનના આ સ્થાનની સુંદરતા વધારે છે.