આ છે દુનિયાના સૌથી નાના દેશો, ફરવા માટે જોઇએ ફક્ત 15 મિનિટ

0
686
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગરમીની રજાઓમાં દરેક ક્યાંકને ક્યાંક ફરવાનો પ્લાન બનાવે છે. પરંતુ દુનિયામાં કોઇપણ જગ્યાને સારી રીતે એક્સપ્લોર કરવા માટે ઓછામાં ઓછા 3-4 દિવસનો સમય તો જોઇએ જ પરંતુ આજે અમે આપને કેટલાક એવા શહેરો અંગે જણાવીશું જેને તમે 15 મિનિટમાં જ ફરી શકો છો.

વાસ્તવમાં આ જગ્યાઓને દુનિયાના સૌથી નાના શહેરોની યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. નાના હોવા છતાં તમે આ શહેરોમાં પોતાની ટ્રિપની મજા લઇ શકો છો. તો આવો જાણીએ આવી જ કેટલીક જગ્યાઓ અંગે, જ્યાં તમે માત્ર 15 મિનિટમાં જ ફરી શકો છો.

1. પશ્ચિમી યૂરોપ, મોનાકો

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેર 2 ચોરસફૂટ કિલોમીટરમાં વસેલું છે. પોતાના કેસીનો અને રેસ ટ્રેક્સ માટે ફેમસ આ શહેરને તમે 15 મિનિટમાં ફરી શકો છો. જો તમને ફૂટબોલનો શોખ છે તો તમને અહીં ઘણી મજા આવશે કારણ કે આ દેશની ફૂટબોલ ટીમ વર્લ્ડની બેસ્ટ ટીમોમાંની એક છે.

2. અમેરિકા, સેન્ટ જોન્સ

કેરેબિયન સાગર અને આંધ્ર મહાસાગરની વચ્ચે સ્થિત આ શહેર નાનું હોવાની સાથે-સાથે ઠંડુ પણ છે. આ શહેરમાં માત્ર 2 લાખ લોકો જ રહે છે. ગરમીની સીઝનમાં અહીં તાપમાન 18 ડિગ્રી સુધી રહે છે. આથી ગરમીની ઋતુમાં અહીં જરૂર ફરવાનો પ્લાન બનાવો.

3. ઓસ્ટ્રેલિયા, નાઉરૂ

આને દુનિયાનું ત્રીજુ સૌથી નાનું શહેર માનવામાં આવે છે. ઓવલ શેપમાં બનેલું શહેર 53 કિલોમીટરમાં જ આટોપાઇ જાય છે. આમ તો અહીં સૌથી ઓછા વિઝિટર્સ આવે છે પરંતુ શાંતિથી રજાઓ વિતાવવા માટે આ શહેર એકદમ પરફેક્ટ છે. આ દેશમાં સુંદર બીચ છે, જયાં તમે સુંદરતા માણી શકો છો.

4. કેરેબિયાઇ સાગર, ગ્રેનાડા

છ ટાપુઓ મળીને બનેલો આ નાનકડું શહેર દુનિયાના સૌથી નાના દેશોની યાદીમાં સામેલ છે. આ સુંદર અને પ્રાકૃતિક શહેર 34 કિલોમીટર સુધી ફેલાયેલું છે. તમે અહીં સી બીચ, વોટર ફોલ, અંડર વોટર પાર્ક સ્કલ્પચર અને હાઉસ ઓફ ચોકલેટ જોઇ શકો છો.

5. માલદીવ

જો તમે સમુદ્રના કિનારે પોતાની રજાઓ ગાળવાનું વિચાર રહ્યા છો તો તમારા માટે માલદીવ બેસ્ટ છે. અહીં તમે શાંતિની કેટલીક પળો વિતાવી શકો છો. ખાસ કરીને જો તમે લગ્ન પછી હનીમૂન માટે કોઇ જગ્યાની શોધ કરી રહ્યા છો તો આ ડેસ્ટીનેશન તમારા માટે બેસ્ટ છે.