ચાલો ફરવા ટ્રાવેલ પોર્ટલ તમારી સમક્ષ અવારનવાર હોટલ અને રિસોર્ટ્સમાં રોકાવાની સારી-સારી ઓફર્સ લઇને આવે છે. વિજયનગરના પોળોના જંગલથી તો હવે લગભગ સૌકોઇ પરિચિત થઇ ગયા હશે.આ પોળોના જંગલને અડીને જ એક શાનદાર રિસોર્ટ છે પોલો રિટ્રિટ રિસોર્ટ. આ રિસોર્ટનું લોકેશન એટલું ભવ્ય છે કે તમે એકવાર જો ત્યાં રોકાશો તો વારંવાર ત્યાં જવાનું મન થશે.
પોલો રિટ્રિટ રિસોર્ટની દિવાળી ઓફર
પોલો રિટ્રિટ રિસોર્ટમાં દિવાળીની ઉજવણી કરવી તમારા માટે એક શાનદાર અનુભવ રહેશે. પોલો રિટ્રિટ રિસોર્ટ ચાલો ફરવાના વાચકો માટે એક ખાસ ઓફર લઇને આવ્યુ છે. આ રિસોર્ટની દિવાળી રેગ્યુલર ઓફરમાં રૂ.6500માં વન નાઇટ (કપલ દીઠ) રોકાણ કરી શકાય છે. આ ઓફરમાં બે વ્યક્તિને રાત્રી રોકાણની સાથે હાઇટી, બ્રેક ફાસ્ટ,લંચ, ડીનર, જંગલ દર્શન માટે ગાઇડની સુવિધા સામેલ છે. ચાલો ફરવાના વાચકોને આ પેકેજમાં વધુ 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. એટલે કે તમે માત્ર 6300 રૂપિયામાં આ રિસોર્ટમાં રોકાણ કરી શકો છો. ડિસ્કાઉન્ટનો લાભ લેવા ચાલો ફરવાના મોબાઇલ નંબર 9998744614 પર ફોન કે વોટ્સઅપ કરો. પોલો રિટ્રીટ રિસોર્ટના પેકેજ કે ભાડાની વધુ માહિતી માટે http://www.poloretreat.com અથવા મોબાઇલ નંબર 9998225999, 9408660999,9427466333, 9429247799 પર સંપર્ક કરી શકાય છે.
DDisclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.
ક્યાં છે પોલો રિટ્રિટ રિસોર્ટ
આ રિસોર્ટ વિજયનગરના પોળોના જંગલથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલો છે. લોકભારતી સ્કૂલ રોડ, આભાપુર નજીક આવેલો આ રિસોર્ટ એક શાનદાર લોકેશન છે. અમદાવાદથી આ રિસોર્ટ લગભગ 150 કિલોમીટર દૂર છે.
પોલો રિટ્રીટ રિસોર્ટમાં સુવિધાઓ
પોલો રિટ્રિટ રિસોર્ટમાં તમને એસી ટેન્ટ કે કોટેજમાં રહેવાની સુવિધા, ગુજરાતી અને રાજસ્થાની ભોજનની સાથે ફોક ડાન્સનો આનંદ માણી શકાશે. તો એક રાત અને બે દિવસના પેકેજમાં પોળોના જંગલમાં ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, હોર્સ રાઇડિંગ તેમજ અન્ય એડવેન્ચર એક્ટિવિટીઝ માણવા મળી શકે છે. પોલો રિટ્રીટ પાસે સરકાર દ્ધારા માન્યતા પ્રાપ્ત 20 વર્ષના અનુભવી ગાઇડની સુવિધા પણ તમને મળશે. આ ગાઇડની મદદથી તમે વિજયનગરના પોળોના જંગલના ખૂણેખૂણાથી માહિતગાર બની જશો.
પોલો રિટ્રીટ રિસોર્ટ બે પ્રકારના છે એકમાં કોટેજની તો એકમાં ટેન્ટની સુવિધા છે. કોટેજ અને ટેન્ટ મળીને રિસોર્ટમાં કુલ 14 રૂમ્સ છે. જેમાં 2 એસી ટેન્ટ સહિત કુલ 7 ટેન્ટ અને 7 એસી કોટેજની વ્યવસ્થા છે. એક રાત અને બે દિવસ (2Day 1Night luxurious package) ના પેકેજમાં ટ્રેકિંગ, રિવર વોકિંગ, કેમ્પફાયર, સાઇટસિંગ, ડેમ વિઝિટિ, ફોક ડાન્સની મજા માણી શકાય છે. તેમજ પેકેજમાં તમને લંચ, બ્રેકફાસ્ટ, ડીનરની સુવિધા મળશે. ગુજરાતી, પંજાબી, રાજસ્થાની ફૂડનો ચટાકો તમે કરી શકો છો. અહીં હોર્સ રાઇડિંગ અને કેમલ રાઇડિંગ પણ રિકવેસ્ટ પર કરી શકાય છે.