આ ટિપ્સ અને ટ્રિક્સની મદદથી ઓછા ખર્ચે કરો વિમાનની મુસાફરી

0
528
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે એક લિમિટેડ બજેટની સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તેમાં કોઇ વસ્તુ આડે આવતી હોય તો તે છે ફ્લાઇટનું બુકિંગ. મોંઘા ફ્લાઇટ બુકિંગ પછી બીજી અનેક ચીજોમાં કાપ મૂકવો પડે છે કે પછી તેના માટે એકસ્ટ્રા બજેટ મેનેજ કરવું પડે છે. તો જે જગ્યાએ ફરવાનું વિચારી રહ્યા છો ત્યાં ફ્લાઇટથી જવું છે તો સસ્તી ફ્લાઇટ શોધવાનું સૌથી જરૂરી કામ છે. કારણ કે, દરેક વખતે મોંઘા ફ્લાઇટ રેટની સાથે ફરવાનું થોડુંક મુશ્કેલ ટાસ્ક હોય છે. પરંતુ વધતા ટૂરિઝમને જોતાં મોટાભાગની એરલાઇન્સમાં ડિસ્કાઉન્ટની ઓફર્સ ચાલતી રહે છે. જેનાથી ઓછા રૂપિયામાં દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં ફરવા અંગે પણ વિચારી શકાય છે.

આ ટિપ્સની મદદથી તમે પણ કરી શકો છો ઓછા ખર્ચે વિમાનમાં મુસાફરી

1. સર્ચ એન્જિન દ્ધારા અલગ-અલગ ફ્લાઇટની કિંમતોને એકવાર જરૂર ચેક કરો

એવી અનેક વેબસાઇટ્સ છે જ્યાં તમે ફ્લાઇટ્સ રેટને કમ્પેર કરીને બેસ્ટ ડીલ મેળવી શકો છો તો તેને એકવાર જરૂર ચેક કરી લો. આ ઉપરાંત, એરલાઇન્સની વેબસાઇટ પર જઇને તમે તેને જોઇ શકો છો. એક્સપીડિયા.કોમ, કયાક અને સ્કાઇસ્કેનર આના માટે બેસ્ટ સર્ચ એન્જિન છે.

એક વખતમાં એક જ ટિકિટ બુક કરો

જો તમે ગ્રુપમાં ટ્રાવેલ કરો છો તો એક સાથે બધી ટિકિટ બિલકુલ પણ બુક ન કરાવો. આવું એટલા માટે કારણ કે એરલાઇન્સમાં ગ્રુપ ટિકિટ સિંગલની સરખામણીએ હંમેશા મોંઘી હોય છે. સારૂ એ રહેશે કે તમે અલગ અલગ ટિકિટ બુક કરાવો. એક સાથે સીટો ન મળી તો તમે આસપાસના બીજા પેસેન્જરને એક વાર સીટ ચેન્જ કરવા અંગે પૂછી શકો છો જેમાં ઘણીવાર સફળતા પણ મળી જાય છે.

ટ્રાવેલિંગ ડેટને લઇને ફ્લેક્લિબલ રહો

આપણે બધા જાણીએ છીએ કે ફેસ્ટિવલ, ન્યૂ યર અને હોલી ડે સીઝન દરમ્યાન ફ્લાઇટની ટિકિટો ઘણી મોંઘી હોય છે. જેમ કે જુલાઇ અને ઓગસ્ટ દરમ્યાન યૂરોપ તો ડિસેમ્બર અને જાન્યુઆરી દરમ્યાન સાઉથઇસ્ટ એશિયા જનારી ફ્લાઇટ ટિકિટ મોંઘી મળશે. આવામાં જો તમારી પાસે રજાઓની સમસ્યા નથી તો પ્રયત્ન કરો કે જ્યારે ફ્લાઇટ રેટ ઓછા હોય ત્યારે ત્યાં જવાનું પ્લાનિંગ કરી પોતાની ટિકિટ બુક કરાવી લો. આ રીતે તમે જોઇ શકો છો કે વીકેન્ડમાં ફ્લાઇટની કિંમતો બાકીના દિવસોના મુકાબલે વધુ હોય છે. તો તે હિસાબે પ્લાનિંગ કરો.

એરલાઇન વેબસાઇટ પર લોગ ઇન કરી લેટેસ્ટ અપડેટ લેતા રહો

એરલાઇન્સ સસ્તી ફ્લાઇટ રેટ્સ અને ડિસ્કાઉન્ટ્સને લઇને આપને સતત અપડેટ પણ કરતા રહે છે તો આને જાણવા અને સારી ડીલ મેળવવા માટે વેબસાઇટ પર પોતાની આઇડી બનાવી લો. જે તમારા બજેટ ટ્રાવેલિંગ માટે ઘણી જ સચોટ ટિપ છે.

2-3 મહિના પહેલા બુકિંગ કરાવી લો

સસ્તી અને સારી ડીલ મેળવવા માટે 2-3 મહિના પહેલા ફ્લાઇટનું બુકિંગ કરાવો. આ ટ્રિક હંમેશા જ ફાયદાકારક સાબિત થાય છે. કેટલીક રજાઓ ફિક્સ હોય છે જેવી કે દિવાળી, દશેરા, ક્રિસમસ અને ન્યૂ યર તો તમે આ સમયગાળા દરમ્યાન ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તેનું બુકિંગ અગાઉથી કરાવી લો.