પહેલીવાર વિદેશ યાત્રાને લઇને જ્યાં ઘણી વધારે એક્સાઇટમેન્ટ રહે છે તો થોડોક ગભરાટ પણ. કેવી રીતે શું મેનેજ કરવાનું છે, તે પણ એક લિમિટેડ બજેટની અંદર, આ એક મોટો ઇશ્યૂ રહે છે. પરંતુ જો તમે ટ્રાવેલિંગના સારા-ખરાબ એમ દરેક અનુભવ માટે તૈયાર છો તો નવી ચીજોને એક્સપ્લોર અને ટ્રાય કરવામાં બિલકુલ પણ ન ખચકાઓ. પહેલીવાર દેશની બહાર જવા પર એવી ઘણી ચીજોનો સામનો કરવો પડી શકે છે જે તમે પહેલા ક્યારેય ન કરી હોય. એવામાં કઇ ચીજોને ધ્યાનમાં રાખીને તમે બની શકો છો એક સ્માર્ટ ટ્રાવેલર, જાણો આજે દરેક ચીજો અંગે.
હોટલના બદલે હોસ્ટલમાં રોકાઓ અને વધુ સામાન પેક ન કરો
પહેલીવાર વિદેશ જઇ રહ્યા છો તો દરેક ચીજને લઇને સજાગ રહેવું જરૂરી છે જેમાં બજેટ પણ સામેલ હોય છે. ત્યારે સારૂ એ રહેશે કે તમે હોટલના બદલે હોસ્ટેલમાં રહો. એનો ફાયદો એ છે કે તે તમારા બજેટને અનુકૂળ હોય છે સાથે જ અલગ-અલગ દેશોમાંથી આવેલા અનેક પ્રકારના ટ્રાવેલર્સને મળવાની તક મળે છે. આ અનુભવ ઉપરાંત, તમારી મુસાફરી માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. હોટલની લક્ઝરી અંગે વધારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે તમારો મોટાભાગનો સમય હરવા-ફરવામાં નીકળી જાય છે. આ ઉપરાંત, તમારી પાસે જેટલો ઓછો સામાન હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવામાં એટલા વધુ ચાન્સિસ રહેશે.
2-3 દિવસોથી વધુ દિવસોનું બુકિંગ ન કરાવો અને એડ્રેસ જરૂર નોટ કરો
આવુ એટલા માટે કારણ કે નવી જગ્યાએ વધારે ઓપ્શન્સ અંગે ખબર નથી હોતી. કેટલાક દિવસો રહ્યા પછી જો તમને બીજો સારો ઓપ્શન મળી જાય તો તમે સરળતાથી ચેક-આઉટ કરી ત્યાં મૂવ કરી શકો છો. આ ઉપરાંત, જ્યાં પણ રહો ત્યાંનું સરનામું કોઇ ડાયરીમાં નોંધી લો કારણ કે પ્રિન્ટ આઉટ રાખી લો કારણ કે જો ફોનની બેટરી લો છે અને ક્યાંક ચાર્જ કરવાની તક ન મળે તો પ્રોબ્લેમ થઇ શકે છે.
વધારે રોકડ સાથે રાખવાનું ટાળો
તમે તમારા ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડથી રોકડ કાઢી શકો છો અને જો તમારી પાસે આ કાર્ડ નથી તો પ્રીપેડ ટ્રાવેલ કાર્ડનો ઓપ્શન પણ હોય છે અને તમારી પાસે તેને એક્ટિવેટ થવામાં ફક્ત એક દિવસનો સમય લાગે છે. પરંતુ જ્યાં પણ ફરવા જઇ રહ્યા છો ત્યાંની કેટલીક કરન્સી (ચલણ) પોતાની પાસે જરૂર રાખો. જે ઇમરજન્સીમાં તમારા કામમાં આવશે.
એરપોર્ટ ટેક્સી સર્વિસની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો
એરપોર્ટ ટેક્સી સર્વિસના રૂપિયા ઘણીવાર હોટલ બુકિંગમાં પણ સામેલ હોય છે પરંતુ તમે તેને ટ્રિપના બજેટથી અલગ રાખીને થોડાક પૈસા પણ બચાવી શકો છો. બહારના દેશોમાં પ્રાઇવેટ ટેક્સીના મુકાબલે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ સસ્તા અને સારા હોય છે. સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી રહેલા લોકો સાથે વાતચીત કરી તમે બીજી પણ અનેક ફરવાની જગ્યાઓ અંગે જાણીને તેને એક્સપ્લોર કરી શકો છો.
એરપોર્ટથી સિમ કાર્ડ ખરીદવાથી બચો
બીજા દેશોમાં જઇને સિમ કાર્ડ ખરીદવું પણ એક જરૂરી ચીજ છે, તો આને એરપોર્ટથી ખરીદવાના બદલે લોકલ કે સુપર માર્કેટ્સમાંથી ખરીદવાનું સારૂ રહેશે. અહીં આપને ઓછા રૂપિયામાં સિમ મળી જશે. એરપોર્ટ પર આની કિંમત ઘણી વધારે હોય છે. આમ તો સિમ માટે આસપાસના લોકોની મદદ લઇ શકો છો.
લોકલ રેસ્ટોરન્ટ્સમાં લો ખાવાની મજા
ખાણીપીણી કોઇપણ દેશના કલ્ચરને જાણવા સમજવાનું ઘણું જ સારૂ સાધન હોય છે તો આને કોઇપણ રીતે મિસ ન કરો. જ્યાં મોટા-મોટા રેસ્ટોરન્ટ્સમાં આપને અનુકૂળ અને કેટલીક ખાસ ડિશિઝ જ મેન્યૂમાં જોવા અને ખાવા મળે છે જ્યારે સ્ટ્રીટ ફૂડ્સ અને લોકલ રેસ્ટોરન્ટ્સમાં તમે દરેક પ્રકારના સ્વાદની મજા લઇ શકો છો.