થાઇલેન્ડની આ 10 લકઝરી હોટલ્સ, જે આપને એક અલગ શાહી અનુભવ પ્રદાન કરશે

0
190
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

થાઇલેન્ડ ખુશીઓનો દેશ છે, આને Land Of Smiles પણ કહે છે. આ દેશની પરંપરા, સભ્યતા, સુંદરતા બધુ જ ઘણું જ સુંદર છે. Beaches, Wildlife, Buddhism,થી ભરેલું આ શહેર ફરવા માટે પ્રવાસીઓની પહેલી પસંદમાંની એક હોય છે. આજ કારણે થાઇલેન્ડમાં બારેમાસ પ્રવાસીઓ આવે છે અને હોટલની ડિમાંડ પણ બની રહે છે. જો તમે થાઇલેન્ડમાં કોઇ લકઝરી હોટલ અંગે વિચારી રહ્યા છો તો આ આર્ટિકલમાં તમને બધી જાણકારી મળશે.

એશિયાના સૌથી મોટા પર્યટક સ્થળમાંના એક હોવાના કારણે થાઇલેન્ડ આખું વર્ષ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. થાઇલેન્ડમાં રહેવા માટે ઘણી જ આકર્ષક હોટલ છે, જે આ દેશને વધારે આકર્ષક બનાવે છે. તો આ લેખમા અમે આપને આવી જ 10 લકઝરી હોટલ અંગે જણાવીશું.

10 Luxury Hotels In Thailand

Four Seasons Resort Koh Samui

થાઇલેન્ડમાં જ્યારે પણ કોઇ લકઝરી હોટલની વાત થાય તો Four Season Koh Samui ને કોઇપણ રીતે અવગણી શકાય નહીં. પહાડો પર પોતાના પર્સનલ વિલામાં, ચારે બાજુ નારિયેળના ઝાડ અને સામેની બાજુ સુંદર Siamનો નજારો. આનાથી વધારે સુંદર જગ્યા ભાગ્યેજ બીજી કોઇ હશે.

Four Season Cruiserને લઇને એક શાંત બીચ પર સમય પસાર કરવો, પૂલમાં મજા કરવી કે પછી સ્પાથી પોતાને શાંતિ પહોંચાડવી. જો ઇચ્છો તો બીચ પર યોગ કરી લો. આ રિસોર્ટથી થાઇલેન્ડના સૌથી પર્યટન સ્થળોમાંથી એક Big Buddha 30 મિનિટના અંતરે છે. આ ઉપરાંત, Sundowner cocktail, morning yoga, અહીં આપને એક અલગ જ અનુભવ પ્રદાન કરશે.

Mandarin Oriental Bangkok

Mandarin Oriental Bangkokની સૌથી લક્ઝુરિયસ હોટલ્સમાંની એક છે, આ બેંગકોકના ડાઉન એરિયામાં છે. આ હોટલથી ગ્રાન્ડ પેલેસ સુધી જવા માટે માત્ર એક નાનકડી બોટ રાઇડ છે. રૂમની બહાર સીધો નદીનો નજારો દેખાય છે.

Mandarin Orientalમાં તમે અનેક પ્રકારનું ખાવાનું ખાઇ શકો છો જેમ કે French, Italian, Seafood, Thai અને બીજા પણ અનેક પ્રકારનું ખાવાનું અહીં મળશે. આ ઉપરાંત, હોટલનું Ambience પણ ઘણું જ શાનદાર છે. આ હોટલનો જે રોયલ શ્યૂટ છે તે આપને સુંદર દ્રશ્ય આપે છે, જેમાં નદી, પૂલ અને ગાર્ડન ત્રણેયને જોવાની તક મળશે.

Six Senses Yao Noi

Six Senses Yao Noi એ એશિયાની અંદર સૌથી સુંદર Island Resortનો બેન્ચમાર્ક સેટ કર્યો છે. લકઝરી હોટલના લિસ્ટમાં ઉપર આવે છે. આ હોટલ અહીં આવનારા લોકોની સુંદરતાને જોડી દે છે. અહીંની મહેમાનગતિ ઘણી પસંદ આવે છે. આ હોટલ Phang Nga Bay Island પર સ્થિત છે. અહીંથી આપને ઘણો જ સુંદર સમુદ્ર અને પહાડોનો નજારો જોવા મળે છે.

RITZ-CARLTON PHULAY BAY

5 Dining area, Infinity pool અને થાઇલેન્ડના સૌથી સુંદર નજારા દર્શાવનારી આ હોટલ આપને ઘણી પસંદ આવશે. મહેમાનગતિથી લઇને ડેકોર સુધી આ હોટલમાં બધુ જ પારંપારિક છે, જેના કારણે આને ઘણી પસંદ કરવામાં આવે છે. આ કપલ અને ફેમિલી બન્નેમાં ઘણી પસંદ કરવામાં આવે છે. આ હોટલમા ઘણી પ્રવૃતિ થાય છે જેને તમે મિસ ન કરતાં.

The Banyan Tree, Samui

88 villa વાળો બન્યાન ટ્રી સામુઇ એક ઇન્ટિમેટ ultra luxury property છે, જે એવા લોકોને ઘણી પસંદ આવે છે જે high lifeનો સ્વાદ લેવા માંગે છે. દરેક રૂમ ઘણા જ સુંદર વિલાના જેવો છે, જેમાં પ્રાઇવેટ પૂલ, અલગ living area અને એક સુંદર મોટો બાથરૂમ છે. આ હોટલમાં 4 રેસ્ટોરન્ટ છે, એક જિમ, યોગ સ્ટૂડિયો, સ્પા અને ફ્રી વૉટર સ્પોર્ટની સુવિધાઓ છે.

Trisara

Trisara એક ઘણી જ સુંદર અને પસંદ કરવામાં આવતી હોટલ છે, આ લોકોની પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખે છે. Phuketની સૌથી ઉત્તમ બાજુના ઉત્તર-પશ્ચિમી તટ પર આ શાંત સમુદ્ર કિનારાના રિસોર્ટમાં લક્ઝરી ઘણી જ ઉંચા સ્તર પર ઉપલબ્ધ છે. 40 એકરમાં ફેલાયેલા સુગંધિત ટ્રોપિકલ બગીચામાં 37 વિલા, ત્રણ રેસ્ટોરન્ટ, 45 મીટર લાંબો સ્વિમિંગ પુલ, યોગ એક Muay Thai Boxing Ring અને એક સ્પા છે.

The Siam

The Siam, એ થાઇલેન્ડની લક્ઝુરિયસ હોટલમાં એક અલગ જ જગ્યા બનાવે છે. આ એક અતિ સુંદર અને હેરિટેજ સ્ટાઇલની લક્ઝુરિયસ હોટલમાંની એક છે, જે આર્ટ ડેકો એથલેટિક્સની સાથે ક્લાસિક થાઇને મેળ કરાવે છે. હોટલનો પબ્લિક એરિયા અને રૂમ્સ, સુંદર અને એન્ટિક્સથી સજાવવામાં આવ્યા છે.

Como Point Yamu

Como Point Yamuની પાસેના દ્રશ્યોને જોઇને તમારુ દિલ ખુશ થઇ જશે, અહીં શ્વાસ થંભાવી દેનારો સનરાઇઝ, હોટલનું પ્યોર ડેકોર અને ટેસ્ટી ખાવાનું ઘણું જાણીતું છે. આ હોટલ અંદર અને બહાર એમ બન્ને જગ્યાએથી તસવીરો લેવા માટે એકદમ યોગ્ય છે. હોટલના શ્યૂટ ઘણાં સારા છે. સવારના સમયે યોગા ક્લાસિસ પણ લઇ શકો છો.

Four Seasons Resort Chiang Mai

ઉત્તરી થાઇલેન્ડની સંસ્કૃતિને આ હોટલ ઘણી જ સુંદર રીતે દર્શાવે છે. આ હોટલમાં સ્ટે કરીને તમે આ સંસ્કૃતિનો એક હિસ્સો બની શકો છો. આ હોટલના રૂમમાંથી સુંદર પર્વતોનો નજારો જોઇ શકાય છે. સ્પાની મજા, ટેનિસ, ફિટનેસ, પૂલ આ બધી ચીજોથી સુસજ્જિત આ હોટલ ઘણી જ પસંદગીની હોટલોમાંની એક છે.

137 Pillars House

137 Pillars House 30 અલગ શ્યૂટ ઑફર કરે છે, જે જુના colonial pastને દર્શાવે છે. આ Wat Gate Temple, Ping River અને Chiang Maiના શોપિંગ ઝોનથી કેટલાક મિનિટોના અંતરે જ છે. 137 Pillar House ના Spaમાં ટ્રીટમેન્ટ લેવી તમે બિલકુલ પણ મિસ નહીં કરી શકો.