કોરોના કાળમાં મૂડ રિફ્રેશ કરવો છે તો બિન્દાસ્ત ફરવા જાઓ ભારતની આ જગ્યાઓ પર

0
403
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કોરોના વાયરસે દુનિયાભરમાં તબાહી મચાવી રાખી છે. આ સંક્રમણ પહેલા કદાચ કોઇએ એવું વિચાર્યું નહીં હોય કે ઘરની અંદર આટલા મહિનાઓ સુધી કેદ રહેવું પડશે. જ્યાં પહેલા લોકો ગરમીની રજાઓમાં દેશ-વિદેશ ફરવા જતા હતા તો ચાલુ વર્ષે મોટાભાગની રજાઓ ઘરની અંદર જ વિતાવવી પડી છે. જો કે સરકારે અનલોકની પ્રક્રિયા હેઠળ ઘણા સ્થળો ખોલી નાંખ્યા છે. લોકો પણ ડર બાજૂએ રાખી ફરવા જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છે. આજે અમે કેટલીક એવી જગ્યાઓ જણાવીશું જ્યાં કોરોનાના કેસો ઓછા છે જ્યાં તમે કોઇપણ જાતના ડર વગર આરામથી ફરી શકો છો.

ફરવા માટે નોર્થ-ઇસ્ટ ઇન્ડિયા છે સેફ

કોરોના કાળમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો નોર્થ-ઇસ્ટ ઇન્ડિયા (ઉત્તર પૂર્વી ભારત) જઇ શકો છો, અહીં કોરોનાના કેસો ઘણાં ઓછા છે. તમે અરુણાચલ પ્રદેશે, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, ત્રિપુરા કે નાગાલેન્ડ ફરવા જઇ શકો છો. ઉત્તર પૂર્વી ભારત હંમેશાથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં સુંદર ખીણો, ઝરણાં, તળાવ અને પ્રાકૃતિક સુદરતા પર્યટકોને અહીં આવવા માટે મજબૂર કરે છે. તમે ગંગટોક, શિલોંગ, નાથૂલા પાસ, ત્રિપુરા સુંદરી મંદિર અને પેલિંગ ફરી શકે છે.

ગોવા

જો તમે ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા છો તો મોજ-મસ્તી કરવા માટે ગોવા જઇ શકો છો. ગોવા પોતાના ઇતિહાસ, સુંદર સમુદ્રો, નાઇટ લાઇફ, પાર્ટીઓ અને મસ્તી ભર્યા માહોલ માટે ફેમસ છે. અહીંની હરિયાળી, શુદ્ધ વાતાવરણ, આકાશને આંબતા નારિયેળના ઝાડ અને સમુદ્ર કિનારે વેરાયેલી મુલાયમ રેતીને જોઇને દરેક મંત્રમુગ્ધ થઇ જાય છે. ગોવામાં તમે સ્વાદિષ્ટ સીફૂડ, સસ્તી શરાબની સાથે સાથે વોટર સ્પોર્ટ્સનો પણ આનંદ ઉઠાવી શકો છો. ગોવામાં તમે બાગા બીચ, અગોડા ફોર્ટ, કલંગુટ બીચ, સેન્ટ કેથેડ્રલ ચર્ચ, દુધસાગર વૉટરફૉલ અને ટીટો નાઇટક્લબ જેવી જગ્યાઓ પર ફરી શકો છો.

ચંદીગઢ

રાજધાની દિલ્હીથી અંદાજે 245 કિલોમીટર દૂર વસેલું ચંદીગઢ શહેર પોતાની શાનદાર વાસ્તુકલા અને ડિઝાઇન માટે જાણીતું છે. ચંદીગઢની હરિયાળી અને અહીંના શુદ્ધ વાતાવરણમાં તમે રિલેક્સ અનુભવી શકશો. જો ચંદીગઢ ફરવા જઇ રહ્યા છો તો રૉક ગાર્ડન, સુખના લેક, રોજ ગાર્ડન, લેઝર વેલી વગેરે જગ્યાઓ પર ફરી શકો છો.

પુડ્ડુચેરી

પુડ્ડુચેરી કે પોંડીચેરી દક્ષિણ ભારતનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. આ કેન્દ્રશાસિત પ્રદેશ બંગાળની ખાડીના કોરોમંડલ સમુદ્રની પાસે સ્થિત છે. પુડ્ડુચેરીમાં તમે સુંદર સમુદ્રી કિનારો અને પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લઇ શકો છો. અહીં ઘણા પ્રાચીન મંદિર છે જે પર્યટકોમાં ઘણો લોકપ્રિય છે. જો તમે પુડ્ડુચેરી ફરવા જઇ રહ્યા છો તો પેરાડાઇઝ બીચ, પ્રોમેનેડ બીચ, સેરેનિટી બીચ, અરબિંદો આશ્રમ, ઑરોવિલે, બૉટનિકલ ગાર્ડન, મનાકુલા વિનયગર મંદિર અને વરદરાજા પેરુમલ મંદિર જરુર જજો.

દમણ અને દીવ

જો તમે શાંતિ અને હળવાશની કેટલીક પળો વિતાવવા માંગો છો તો દમણ અને દીવ ફરવા જવાનો પ્લાન બનાવી શકાય છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા આપને આ જગ્યા સાથે પ્રેમ કરવા મજબૂર કરી દેશે. અહીંના સુંદર બીચ, પાર્ક અને કિલ્લા પર્યટકોમાં ઘણાં લોકપ્રિય છે. દમણ અને દીવમાં મીરાસોલ લેક ગાર્ડન, નાગોઆ બીચ, દેવકા બીચ, જંપોર બીચ, ફોર્ટ જીરોમ દમણગંગા, હિલ્સા એક્વેરિયમ, કચીગમ વૉટર ટેન્ક, હાથી પાર્ક, બ્રિજ સાઇડ ગાર્ડન અને બૉમ જીસસનું ચર્ચ જોવા જરૂર જાઓ.