ગરમીની સીઝનમાં ફરવા માટે ઉત્તરાખંડ એક સારો ઓપ્શન છે. આમ તો ઉત્તરાખંડ રાજયમાં મસૂરી, નૈનીતાલ અને ભીમતાલ જેવા પહાડી વિસ્તારો છે પરંતુ ગરમીની સીઝનમાં અહીં ઘણી ભીડ રહેતી હોય છે. જો તમે ક્રાઉડથી બચવા માંગો છો તો આ 5 હિલ સ્ટેશન તમારા માટે સારા સાબિત થશે.
- ધનોલ્ટી (Dhanaulti)
ધનોલ્ટી જાણીતું હિલ સ્ટેશન મસૂરીથી વધુ દૂર નથી. અહીંથી તમે બરફથી ઢંકાયેલા પર્વતોને જોઇ શકો છો. જો એડવેન્ચરના શોખીન છો તો અહીંના ઉંચા પર્વતો પર બનેલી હોટલ કે ગેસ્ટ હાઉસમાં રોકાઓ. ખરેખર, મજા આવી જશે. દિલ્હીથી ધનોલ્ટી પહોંચવામાં 8 કલાકનો સમય લાગે છે.
2. ઔલી (Auli)
ઉત્તરાખંડથી ઓલી સુધી પહોંચવામાં તમને ભલે વધારે સમય લાગે પરંતુ અહીંની સુંદરતા તમારૂ મન મોહી લેશે. આ જગ્યાએ સ્કીંગ માટે ઘણી જાણીતી છે. જો કે, ગરમીઓમાં તમે સ્કીઇંગ ન કરી શકો પરંતુ અહીં તમે ટ્રેકિંગનો આનંદ જરૂર ઉઠાવી શકો છો. દિલ્હીથી ઓલી 14 કલાકે પહોંચી શકાય છે.
3. કનાતાલ (Kanatal)
ઉત્તરાખંડના ગઢવાલના ગાઢ જંગલો વસ્યું છે સુંદર હિલ સ્ટેશન કનાતાલ. આ જગ્યા અંગે હજુ વધુ લોકો નથી જાણતા. આ જ કારણ છે કે અહીંના કુદરતી વાતાવરણમાં માનવીય હસ્તક્ષેપ ન બરાબર છે. દિલ્હીથી કનાતાલ જવા સાડા આંઠ કલાકનો સમય લાગે છે.
5. ખિરસૂ (Khirsu)
શું તમે કેટલાક દિવસો માટે ભીડભાડથી દૂર પ્રકૃતિની ગોદમાં શાંતિથી સમય પસાર કરવા માંગો છો ? જો હાં, તો ખિરસૂ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં તમે જેટલી દૂર જોઇ શકો, તમને ફક્ત પર્વતો જ નજરે પડશે. દિલ્હીથી રસ્તા માર્ગે ખિરસૂ સુધી પહોંચવામાં સાડા 9 કલાકનો સમય લાગશે.
6. મુક્તેશ્વર (Mukteshwar)
મુક્તેશ્વર દિલ્હીની ઘણી જ નજીક હોવાથી પોપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. કુમાઉ મંડળમાં સ્થિત મુક્તેશ્વર તેની સુંદરતા અને પર્વતો માટે ઓળખાય છે. જો તમે અહીં જવાનું મન બનાવી રહ્યા છો તો રોક ક્લાયબિંગ કરવાનું ન ભૂલો. દિલ્હીથી રસ્તા માર્ગે મુક્તેશ્વર પહોંચવા અંદાજે સાડા આંઠ કલાકનો સમય લાગે છે.