પૂર્વોત્તરનું ઓફબીટ ડેસ્ટિનેશન-થેનઝોલ

0
262
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

પૂર્વોત્તર ભારતમાં અનેક સુંદર રાજ્યો છે, જેમાંનું એક છે મિઝોરમ, જે તેની અથાગ સુંદરતાથી પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. મિઝોરમ રાજ્યમાં થેનઝોલ એક એવું શહેર છે, જે આજે પણ 21મી સદીમાં આધુનિકરણથી દૂર અને પ્રકૃતિથી ભરપુર છે.

પ્રવાસીઓએ મિઝોરમની યાત્રા દરમ્યાન તેની ગોદમાં વસેલા થેનઝોલની યાત્રા અવશ્ય કરવી જોઇએ. મિઝોરમની રાજધાની આઇઝોલથી લગભગ 43 કિલોમીટર દૂર સ્થિત થેનઝોલ, વર્ષ 1961 સુધી ઘણું જ ગાઢ જંગલ ગણાતું હતું. જે વન્યજીવોનું ઘર હતું. ત્યાં ખેતી થવા લાગી અને પછી વસાવવામાં આવ્યું. માનવામાં આવે છે કે બેગુઇયા સાયલોએ 1963માં ક્યારેક ગામ બનાવ્યું હતું.

પ્રવાસીઓ માટે આ એક ઓફબીટ ડેસ્ટિનેશન છે, જે વનસ્પતિઓ અને જીવોથી સમૃદ્ધ છે. થેનઝોલ પર્યટનમાં ઓછા પરંતુ આકર્ષક પર્યટક સ્થળ છે. વાનતાંગ ઝરણું મિઝોરમનું સૌથી મોટું ઝરણું છે. થેનઝોલ હિરણ પાર્ક અનેક પ્રકારના હરણોનું ઘર છે.

વાનતાંગ ઝરણું

મિઝોરમના ઉંચા ઝરણામાં ગણાતા વાનતાંગ ઝરણું, ભારતના સૌથી ઉંચા ઝરણામાંથી 13મું સ્થાન છે. આ ઝરણું અન્ય ઝરણાંથી થોડુંક અલગ છે, કારણ કે આ ઝરણું બે ભાગમાં વહે છે. આ ઝરણું સરછિપથી 30 કિલોમીટર અને આઇઝોલથી 137 કિલોમીટરના અંતરે છે. ઝરણાં અંગે ઓછામાં ઓછું કહીએ તો તે શાનદાર છે. તમને જણાવી દઇએ કે વાનતાંગ ફોલ્સ વના નદીમાં સ્થિત છે.

થેનઝોલ હિરણ પાર્ક

એક સમયે થેનઝોલ એક ગાઢ જંગલ ગણાતું હતું. જેને બાદમાં ખેતી માટે સમાપ્ત કરી દેવામાં આવ્યું અને લોકોએ અહીં વસવાટ શરૂ કરી દીધો. જો કે, થેનઝોલમાં હરણ પાર્ક હરણોને એક સુરક્ષિત સ્થાન આપવા માટે બનાવાયું હતું. આજે થેનઝોલ હિરણ પાર્કમાં અંદાજે 17 હરણ છે, જેમાં 11 માદા છે અને 6 નર છે. તેમને પ્રાકૃતિક વાતાવરણમાં રાખવામાં આવે છે અને કેવળ બોર્ડર તેમનું સરક્ષણ કરે છે.

થેનઝોલ હરણ પાર્ક ગામની નજીક છે અને ગામમાં રહેનારા યાત્રી સરળતાથી હરણ પાર્ક સુધી ચાલીને જઇ શકે છે. જો કે, આઇઝોલમાં રહેનારા પર્યટક પહેલા થેનઝોલ ગામ સુધી પહોંચવા માટે ટેક્સી બુક કરી શકે છે કે બસ લઇ શકે છે.

કેવી રીતે થેનઝોલ

થેનઝોલની નજીકનું એરપોર્ટ આઇઝોલ એરપોર્ટ છે, જે આ ગામથી અંદાજે 43 કિમીના અંતરે છે. પર્યટક એરપોર્ટથી બસ કે કેબ લઇને રસ્તા માર્ગ દ્ધારા થેનઝોલ જઇ શકે છે. આઇઝોલમાં લેંગપુઇ એરપોર્ટ થેનઝોલ માટે નજીકનું એરપોર્ટ છે, જ્યારે સિલચર રેલવે સ્ટેશન અહીંનું નજીકનું રેલવે સ્ટેશન છે. જો તમે રોડથી જઇ રહ્યા છો તો તમે રાષ્ટ્રીય રાજમાર્ગ 54 દ્ધારા પણ સરળતાથી અહીં પહોંચી શકો છો.