અમદાવાદમાં ટ્રાવેલનો સૌથી મોટો શો, TTFનું ધ્યાન હવે સમર હોલીડે પર

0
604
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ફેરફેસ્ટ મિડીયા લિમિટેડ, ટીટીએફ બ્રાન્ડેડ શોની નવી સિરીઝ ટીટીએફ સમર રજૂ કરી રહી છે, જે ભારતમાં વિકસતા જતા સમર ટ્રાવેલ માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ટીટીએફ સમર શોઝ ગ્રાહકલક્ષી રહેશે અને તમામ 3 દિવસ માટે B2C મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે.

ટીટીએફ સમય શોનુ આયોજન ચાર શહેરોમાં કરવામાં આવ્યં છે, જેમાં ટીટીએફ સમર, અમદાવાદ- ફેબ્રુઆરી 1-3, ટીટીએફ સમર, ચેન્નાઈ- ફેબ્રુઆરી 8 થી 10, ટીટીએફ સમર, બેંગલોર- ફેબ્રુઆરી 15 થી 17 અને ટીટીએફ સમર કોલકતા તા. 22થી 24 ફેબ્રુઆરી દરમ્યાન યોજાશે.

અમદાવાદમાં સમર હોલિડેઝ ટ્રાવેલ માર્કેટનો ભારે વિકાસ થયો છે. અને તેમાં તે અંગેના શો રાખવામાં આવે છે. ટીટીએફ સમર, અમદાવાદનું આયોજન ગુજરાત યુનિવર્સિટી એકઝિબિશનહૉલ, હેલમેટ સર્કલ ખાતે રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં ટીટીએફ સમરનુ આયોજન થશે, જ્યારે હિમાચલ પ્રદેશ પાર્ટનર સ્ટેટ તરીકે હાજર રહેશે. મેક માય ટ્રીપ હોલીડે પાર્ટનર તરીકે જોડાશે. અને 3 દિવસ ચલનારા આ સમારંભમાં સનીઝ વર્લ્ડ ડેસ્ટીનેશન પાર્ટનર તરીકે જોડાશે.

ટીટીએફ સમર, અમદાવાદમાંજે પ્રદર્શનો રજૂ થશે તેમાં નીમ હોલિડેઝ, કે સી હોલીડેઝ, એરો હોલિડેઝ, સ્વપ્ન સૃષ્ટિ ગ્રુપ, બેસ્ટ વોયેજ પ્રા. લિમિટેડ, શક્તિ ટ્રાવેલ્સ, ટ્રાવેલાઈસ. અજય મોદી ટ્રવેલ પ્રા. લિમિટેડ, થોમસ કૂક, અર્બીલ ટુરિઝમ, ફલેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા. લિમિટેડ, ભારત દર્શન ટ્રાવેલ્સ, અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રા. લિમિટેડ, , ભૂતાન વેન્ચર, સીઆઈએસડીએમસી, , ટ્રુ વેકેશન, અને સારથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સમાવેશ થશે.

ટીટીએફ સમર, અમદાવાદને ઈનક્રેડીબલ ઈન્ડીયા, TAAI, ADTOI, OTOAI, TAG, TAFI અને GTAAનો સહયોગ પ્રાપ્ત થયો છે.ટીટીએફ સમરમાં કન્ઝયુમર ટ્રાવેલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અમારા લાંબા સમયના હજારો મુલાકાતીઓને વ્યક્તિગત આમંત્રણ આપવામાં આવ્યાં છે.

ટીટીએફ બ્રાન્ડેડ રિજીયોનલ શોઝનું ભારતનાં 8 શહેરોમાં આકર્ષક પ્રાદેશિક બજારોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે. ટીટીએફ એ ભારતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો છે. જેમાં 80થી વધુ દેશોના તથા ભારતનાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 2500થી વધુ એકઝિબિટર્સ સામેલ થાય છે.

ફેરફેસ્ટ મિડીયા લિ. અંગે: ફેરફેસ્ટ મિડીયા લિ.ની સ્થાપના વર્ષ 1988માં કોલકતામાં કરવામાં આવી હતી. તે તેના TTF, OTM અને BLTM બ્રાન્ડેડ સોઝ મારફતે 80 દેશોના 2500થી વધુ એકઝિબિટર્સને સેવા આપી ચૂક્યું છે. તે દેશમાં યોજાતો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો છે.