વૈષ્ણો દેવી મંદિર શક્તિને સમર્પિત એક પવિત્ર હિન્દુ મંદિર છે, જે ભારત દેશમાં જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી પહાડી પ્રદેશમાં સ્થિત છે. હિન્દુ ધર્મમાં વૈષ્ણવ દેવીને વૈષ્ણો દેવી, માતારાની અને વૈષ્ણવીના રૂપમાં ઓળખવામાં આવે છે.
ઇતિહાસ
હિન્દુ માન્યતા પ્રમાણે માતા વૈષ્ણોદેવીએ, દક્ષિણ ભારતમાં રત્નાકર સાગરના ઘરે જન્મ લીધો હતો. ઘણાં વર્ષોથી સંતાન સુખથી વંચિત રહેલા રત્નાકરે પહેલી બાળકીનું નામ ત્રિકુટા રાખ્યું હતું. ત્યારબાદ માતાનો જન્મ ભગવાન વિષ્ણુના પરિવારથી થયો અને તેઓ વૈષ્ણવી કહેવાયા.