દુનિયાનો પહેલો Floating Walkway,તમે પણ માણો સ્વર્ગનો નજારો

0
440
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

તમે પણ ફરવાના શોખીન છો અને ઇટાલીનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને અહીંના ફ્લોટિંગ વોકવે અંગે ખબર હોવી જોઇએ. ઇટાલીમાં બનેલો આ ફ્લોટિંગ વોકવે ટૂરિસ્ટનું આકર્ષણનું કેન્દ્ર બની ચુકી છે. નદીની ઉપર બનેલા આ ફ્લોટિંગ વોકવે જોવા માટે ટૂરિસ્ટ દૂર-દૂરથી આવી રહ્યા છે. જો તમે પણ ઇટાલી ફરવા જઇ રહ્યા છો તો તેને જોવાનું ન ભૂલતા. ઇટાલીનો આ વોકવે તમારી ટ્રિપને વધુ રોમાંચિત અને મજેદાર બનાવી દેશે.

ઇટાલીના Monte Iseo નદીની ઉપર બનેલો આ વોકવે 820 ફૂટ લંબા અને 100,000 વર્ગ મીટર સુધી ફેલાયેલો છે. આ વોકવેને ખાસકરીને વીકેન્ડ પર ટૂરિસ્ટો માટે ખોલવામાં આવે છે. એક સાથે આ વોકવે ઉપર અંદાજે 270,000 લોકો ફરી શકે છે.

આ પુલ પર ઉપરથી તમે પ્રાકૃતિક દ્શ્યોની મજા લઇ શકે છે, જે કોઇ સ્વર્ગથી કમ નથી. આ વોકવે ઇટાલીના મોન્ટે ઇસ્લા આઇલેન્ડને નદીની વચ્ચો-વચ બનેલા નાના દ્ધીપ સાથે જોડે છે. આની ઉપરથી તમે ખુલ્લી ઠંડી હવા, સનસેટ અને ક્લાઉડની મજા લઇ શકે છે.

આ વોકવે ઓરેન્જ રંગનો બનેલો છે. જેને તમે દૂરથી જ જોઇ શકો છો. અહીંથી તમે ચારેતરફ ફેલાયેલી નદી અને પર્વતોનો અનોખો સંગમ જોઇ શકો છો. આ વોકવે ક્રિસ્ટો અને જીન-ક્લાઉડના કપડાથી બનેલો છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે નદી, બિલ્ડિંગ અને વૃક્ષોને ઢાંકવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવેલા આ પોલીથિન ક્યૂબ્સ દ્ધારા પાણી પર તરે છે. આ વોકવેની તપાસ બાદ જ લોકોને આની પર આવવાની પરમિશન આપવામાં આવે છે.