લંડનઃ બ્રિટનનો 1 હજાર વર્ષ જુનો આ કિલ્લો દુનિયાનો સૌથી મોટો કિલ્લો છે જેને 11મી શતાબ્દીમાં બનાવાયો હતો. આ અદ્ભુત કિલ્લાનું નિર્માણ 11મી શતાબ્દીમાં થયું હતું જ્યારે ઇંગ્લેડ પર નોર્મનોએ હુમલો કર્યો હતો. આ લડાઇ દરમિયાન નોર્મનોના લીડર વિલિયમે આ કિલ્લાનુ નિર્માણ શરુ કરાવ્યું હતું. ઇસ. 1066માં આનું નિર્માણ શરૂ થયું હતું, જે 16 વર્ષમાં પૂર્ણ થયું હતું.
ત્યાર બાદ હેનરી પ્રથમ પછી આ મહેલને બ્રિટનના શાસકો દ્ધારા ઉપયોગમાં લાવવામાં આવતું રહ્યું છે. આ યૂરોપના સૌથી લાંબા સમય સુધી ઉપયોગમાં આવનારો કિલ્લો છે. આ મહેલને વિશ્વભરમાં પોતાની આલિશાન વાસ્તુકલા માટે ઓળખવામાં આવે છે. આ કિલ્લાની ભવ્યતામાં દરેક શાસકનું યોગદાન આપ્યું છે પરંતુ સૌથી પહેલા હેનરીના પૌત્ર હેનરી દ્ધીતીયે આને એક પેલેસનું રૂપ આપ્યું હતું.
13 એકરમાં ફેલાયેલો છે
-આ કિલ્લો અંદાજે 13 એકરમાં ફેલાયેલો છે, જેમાં લગભગ 1 હજાર રુમ છે. આની જ અંદર સેન્ટ જ્યોર્જ ચેપલ છે જ્યાં પ્રિન્સ હેરી અને મેગનના લગ્ન થયા હતા. આ આલીશાન કિલ્લામાં દરેક ઇમારતમાં છતની ઉંચાઇ 30 ફૂટથી લઇને 50 ફૂટ છે. જેમાં અદ્ભુત નકશીકામ અને વાસ્તુકલા જોવા મળે છે.
લાકડાથી બની હતી કિલ્લાની દિવાલો
– 11મી શતાબ્દીમાં આ કિલ્લાની દિવાલો લાકડાથી બનાવવામાં આવી હતી. 12મી શતાબ્દીમાં હેનરી દ્ધિતીયે તેને પથ્થરથી બદલી નાંખી હતી. આવતા 60 વર્ષમાં નોર્મનો દ્ધારા બનાવેલા મુખ્ય ટાવર સહિત અનેક ઇમારતોને સંપૂર્ણ રીતે નવી બનાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ હેનરી તૃતીયે આ કામને આગળ વધાર્યું હતું. જેમાં રાજઘરાનાનામાં રહેનારી ઇમારતો અને તેમના સેવકોની જગ્યાને વિભાજિત કરવાનુ મુખ્ય કામ હતું.
સેંકડો વર્ષ સુધી ચાલતા રહ્યા ફેરફાર
– ઇસ. 1350 બાદ કિંગ એડવર્ડ, તેમના પૌત્ર રિચર્ડ 2, એડવર્ડ ચતુર્થે 15મી શતાબ્દી સુધી આ કિલ્લામાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા. એલિઝાબેથના કાર્યકાળ દરમિયાન આ કિલ્લાનું સમારકામ કરવાની ઘણી જરુર હતી. ત્યાર બાદ મોટાપાયે તેને રિનોવેટ કરવામાં આવ્યો. 1828માં લગભગ 3 લાખ પાઉન્ડ (અંદાજે 3 કરોડ રૂપિયા) ખર્ચ કરીને તેનું ઇન્ટીરિયર અને ફર્નીચરને સુધારવામાં આવ્યું.
જ્યારે વિન્ડસરમાં લાગી હતી આગ
20 નવેમ્બર 1992ના રોજ આલીશાન કિલ્લામાં આગ લાગી હતી. કિલ્લાની અંદર ક્વિન વિક્ટોરિયાના પ્રાઇવેટ રૂમમાં આગ ભડકી હતી. જેને સેન્ટ જ્યોર્જ હૉલ અને ગ્રેન્ડ રિસેપ્શન હૉલને બરબાદ કરી નાંખ્યું હતું. ત્યાર બાદ લાંબા સમય સુધી તેના રિપેરિંગનું કામ ચાલ્યું.
ત્યાં કેવી રીતે જશો
વિન્ડસર લંડનના પશ્ચિમ અને હિથ્રો એરપોર્ટથી માત્ર 15 મિનિટમાં પહોંચી શકાય છે. કાર દ્ધારા લંડનના કેસિંગ્ટન અને નાઇટબ્રિજથી જઇ શકાય છે. વિન્ડસર પાસે બે રેલવે સ્ટેશન છે. બન્ને મહેલની પાસે છે લંડન પેડિંગ્ટન આપને વિન્ડસર સેન્ટ્રલ સ્ટેશને લઇ જાય છે ઇટન. લંડન પેડિંગ્ટન ટ્રેન સ્લોમાં બદલાઇ જાય છે અને વિન્ડસર સ્ટેશન તરફ આગળ વધે છે. લંડનમાં વિન્ડસર કેસલ સેવા પ્રદાન કરનારી અનેક બસ કંપનીઓ છે.
માર્ચથી ઓક્ટોબર સુધી આ મહેલ સવારે 9.45 કલાકથી ખુલી જાય છે. તમે ઓનલાઇન ટિકિટ ખરીદી શકો છો. તમે મહેલના એન્ટ્રી ગેટ પરથી પણ ટિકિટ લઇ શકો છો. મહેલ જોવા માટે સમય કાઢીને જજો કારણ કે આખો મહેલ જોતાં 2 થી 3 કલાક થશે. વિન્ડસરમાં મહેલ ઉપરાંત રેસ્ટોરન્ટ, બાર અને અનેક દુકાનો છે. પાર્કિંગમાં કાર લઇને રસીદ લેવાનું ન ભુલતાં. ચોક્કસ સમયથી વધારે સમય કાર પાર્ક નથી કરી શકાતી.