ગિરનાર રોપ-વેથી જૈનો ખુશ, પ્રાચીન જૈન મંદિરના દર્શન કરવા 4500 પગથિયા ચઢવા નહીં પડે

0
921
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદઃ ગિરનાર રોપ વે શરુ થઇ ગયો છે. રોપ વેનું ટુ વે ભાડું 700 રૂપિયા રાખવામાં આવ્યું છે જેનો ઠેકઠેકાણે વિરોધ થઇ રહ્યો છે પરંતુ આ બધા વચ્ચે જૈનો ઘણાં ખુશ છે. જૈનોના ખુશ થવાનું કારણ શું છે તેને વિસ્તારથી સમજીએ.

જૈન શ્રદ્ધાળુઓને આ રીતે થશે લાભ

ગીરનાર પર કુલ પાંચ પર્વતોમાં ૮૬૬ જેટલા નાના મોટા મંદિરો છે. થોડી નાની નાની ગુફાઓ પણ મળશે. ગીરનારના 4000 પગથિયા ચઢ્યા પછી તમને દર્શન થશે ભવનાથ મંદિરના. જ્યારે અંબાજી મંદિરના 1000 પગથિયા ચઢવાના બાકી હોય ત્યારે અદ્ભુત જૈન મંદિર પરિસર આવશે.

આ જૈન મંદિરો એ ૧૨ તી ૧૬મી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા અહિયાં ૭૦૦ વર્ષના અઘરા તપ પછી જૈન ધર્મના ૨૨માં તીર્થકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. જૈન મંદિર પછી બીજા 1000 પગથીયા ચડવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે. આ મંદિર સુધી રોપ-વે બનાવાયો છે.

ગિરનાર પર્વત પર પવિત્ર જૈન મંદિર સુધી જવા માટે લગભગ 4500 પગથિયાનું ચઢાણ છે અને જો ન ચઢી શકો તો ડોલી કરવી પડે અને ડોલીનો ખર્ચ 4 થી 5 હજાર રૂપિયા થાય. હવે જો તમારે જૈન મંદિરના દર્શન કરવા હોય તો રોપ-વેમાં બેસીને પહેલા અંબાજી મંદિર જવું પડશે. ત્યાર બાદ 1000 પગથિયા નીચે ઉતરતાં જૈન મંદિર આવશે. જૈન મંદિરથી ફરી રોપ-વે સુધી જવું હોય તો 1000 પગથિયા ચઢવા પડશે. એટલે કે ગિરનાર તળેટીથી પહેલા જે 4500 પગથિયા ચઢીને જવું પડતું હતું તેના બદલે હવે 1000 પગથિયા જ ચઢવા પડશે. આમ 700 રૂપિયા ખર્ચ કરી તમે પવિત્ર મંદિરનાં દર્શન કરી શકશો. આ મંદિરનું મહત્વ એટલું બધું છે કે દર અમાસે મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

ગોરખ શિખર જવા શું કરવું

ગીરનાર અનેક પર્વતોનો સમૂહ છે. ગીરનાર પર્વત પર કુલ પાંચ મોટા શિખર છે. જે પૈકી ગોરખ શિખર 3,300 ફૂટ, અંબાજી 3,600 ફૂટ, ગૌમુખી શિખર ૩૧૨૦ ફૂટ, જૈન મંદિર શિખર ૩૩૦૦ ફૂટ અને માળીપરબ ૧૮૦૦ ફૂટની ઉંચાઇ પર છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગણાય છે. અહીં કુલ ૯૯૯૯ પગથીયા છે. અંબાજી બાદ થોડા પગથિયાં ઉતરીને અને ફરી થોડા પગથિયાં ચઢવાથી ગોરખ શિખર આવશે.

ગોરખ શિખરથી ફરી 1500 જેટલા પગથિયાં ઉતરીને દત્તાત્રેય સુધી જવા માટે 1000 જેટલા પગથિયાં ચઢવાના રહેશે. એટલે અંબાજી બાદ તમારી યાત્રા થોડી સરળ બની જશે. હોડી પ્રકારે ચઢ ઉતર થશે. દત્તાત્રેયથી ઉતર્યા બાર નીચે કમન્ડલ કુંડ સંસ્થાન પર વિનામૂલ્યે ભોજન પ્રસાદી પણ મળે છે.

દર વર્ષે લાખો લોકો ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે. ગિરનાર પર ચડવા માટે સવારનો સમય સૌથી અનુકૂળ રહે છે અને આખો ગિરનાર ચડીને આવતાં લગભગ 5 થી 7 કલાક લાગે છે. આ સિવાય ગિરનારની અંદર ભતૃહરિની ગુફા, સોરઠ મહેલ, સૂર્ય કુંડ, ભીમ કુંડ વગેરે જોવા લાયક સ્થળો છે. અહીંયા એક ગૌમુખી કુંડ પણ આવેલ છે જેની અંદર ઝરણાંમાંથી પાણી આવે છે.