પોતાની સુંદરતા અને લોકેશનના કારણે અનેક ફિલ્મોમાં નજરે આવી ચૂક્યો છે આ મહેલ

0
658
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ઐતિહાસિક દ્ષ્ટિથી ખાસ મહત્વ ધરાવતું ફરિદાબાદ જિલ્લાના વલ્લભગઢ તાલુકામાં સ્થિત છે શહિદ રાજા નાહર સિંહનો મહેલ. પોતાના રાજસી સ્વરૂપના કારણે આ દેશ-વિદેશના ટૂરિસ્ટ્સ, ફિલ્મ મેકર્સને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેની દેખરેખ પર્યટન નિગમ કરી રહ્યું છે.

મહેલનો ઇતિહાસ

ઐતિહાસિક પ્રમાણો અનુસાર, વલ્લભગઢ રિયાસની સ્થાપના 1753માં રાજ બલ્લૂ ઉર્ફે બલરામે કરી હતી. તેમણે મહેલનું નિર્માણ કરાવ્યું હતું. મહેલમાં 1858 સુધી શાહી પરિવાર રહ્યો. 1857ની ક્રાંતિમાં રાજા નાહર સિંહે અંગ્રેજોની સામે આગળ વધીને ભાગ લીધો હતો. તેમાં તેમનો સાથ આપ્યો હતો અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરે. જો કે અંગ્રેજોએ કપટથી નાહર સિંહને પોતાના પક્ષમાં કર્યા.તેઓ અંગ્રેજો પર વિશ્વાસ મૂકી તેમની સાથે દિલ્હી જતા રહ્યા.જેવા તેઓ લાલ કિલ્લાની અંદર ગયા અંગ્રેજોએ તેમને બંદી બનાવી લીધા. 9 જાન્યુઆરી,1858ના રોજ તેમને દિલ્હીના ચાંદની ચોકના લાલ કિલ્લા પર સરેઆમ ફાંસી પર લટકાવી દીધા. ત્યારથી સરકારે રાજા નાહર સિંહના મહેલો અને ઐતિહાસિક કિલ્લાઓને પોતાના કબજામાં લઇ લીધા.

સમયાંતરે આ કિલ્લો જર્જરીત થઇ ગયો. 2003માં સરકારે મહેલની દેખ-રેખ માટે હરિયાણા પર્યટન વિભાગને સોંપી દીધો. ત્યારબાદ રાજા નાહર સિંહ મહેલ હેરિટેજ હોટલમાં ફેરવાઇ ગયો. પર્યટન નિગમ જ તેની દેખરેખ રાખે છે.

શૂટિંગ અને લગ્નનું સ્થળ

હવે આ મહેલ ફિલ્મ, ટીવી સીરિયલ અને જાહેરાતોના શૂટિંગ અને લગ્ન માટે પસંદગીનું સ્થળ છે. અત્યાર સુધી અહીં પાંચ ઘન્ટેમેં પાંચ કરોડ, સાહેબ બીવી ઓર ગેંગસ્ટર-2, ફગલી વગેરે ફિલ્મોનું શૂટિંગ થઇ ચૂક્યું છે. અહીં ટીવી ધારાવાહિક વિજય જાસૂસ, બુલ્લેશાહ, શેરશાહ સૂરી વગેરેનું શૂટિંગ ઉપરાંત, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં ચૂંટણી પ્રચાર માટે કવ્વાલીઓનું શૂટિંગ થઇ ચૂક્યું છે. દિલ્હીની નજીક હોવાની સાથે અને મહેલનો રાજસી લુક હોવાના કારણે તે બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે.

કેવી રીતે પહોંચી શકાય

હવાઇ માર્ગ-ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ છે.

રેલવે માર્ગ-સંત નગર, અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.

રોડ માર્ગ- NIT ફરિયાદબાદ બસ સ્ટેન્ડ પહોંચીને કેબ કે ટેક્સી બુક કરીને અહીં સુધી પહોંચી શકાય છે.