2 થી 3 દિવસની રજામાં એડવેન્ચર અને બજેટ ટ્રિપ માટે સારી જગ્યા છે કાંગડા

0
523
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ચા, ચોખા અને કુલ્લૂ ફળો માટે જાણીતું કાંગડા ઘણું જ સુંદર અને એવી જગ્યાઓમાં સામેલ છે જ્યાં જવા માટે બેથી ત્રણ દિવસની રજાઓ પૂરતી છે. જો કે અમદાવાદથી જવું હોય તો સાત દિવસ પણ ઓછા પડે. હિમાચલમાં વસેલું કાંગડા ચારેતરફ ઉંચા પહાડોથી ઘેરાયેલું છે. આને પહેલા નગરકોટના નામે ઓળખાતું હતું

એડવેન્ચરના ઓપ્શન

કાકેરી લેક ટ્રેક, બાલેની પાસ, લમ દલ, મિનકિયાની પાસ, દ્રૂની લેક, ચાગરોટૂ, ઇન્દ્રાહારા પાસ, કેપિંગ, પેરાગ્લાઇડિંગ, માઉન્ટેન બાઇકિંગ ઉપરાંત, તમે અંડરેટ્ટા ગામ જઇને અહીંની સુંદરતાને પણ એક્સપ્લોર અને એન્જોય કરી શકો છો.

કાંગડામાં ફરવાની જગ્યાઓ

વજેશ્વરી મંદિર

કાંગડામાં નેચુરલ બ્યૂટી વધુ જોવા મળે છે હરવા ફરવાના વધારે ઓપ્શન નથી. અહીં ઘણું જ જાણીતું વજેશ્વરી દેવીનું મંદિર છે. જે એક ભૂકંપમાં તબાહ થઇ ગયું હતું જેને ફરીથી તે જ જગ્યાએ બનાવવામાં આવ્યું છે. હિન્દુ તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે.

નગરકોટ ફોર્ટ

પ્રાચીન નગરકોટ કિલ્લો અહીંથી 2.5 કિમી દૂર દક્ષિણ તરફ છે. જો કે, કિલ્લામાં જોવા માટે હવે કંઇ ખાસ બચ્યુ નથી. પરંતુ આસપાસની સુંદરતા અને નદીઓના સંગમને અહીંથી જોવાનું સરળ છે.

મસરૂર

કાંગડાથી 15 કિમી દૂર છે મસરૂર જે પોતાના અનોખા મંદિરો માટે જાણીતું છે. અહીં 10મી સદીમાં બનેલા લગભગ 15 રોક-કટ ટેમ્પલ છે. જે જોવામાં ઘણાં ઇલોરા જેવા છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો સુંદર છે.

જ્વાલામુખી મંદિર

કાંગડાથી 34 કિમી દૂર છે જ્વાલામુખી મંદિર. જે અહીંનું ખાસ આકર્ષણ છે.

ક્યારે જશો

સપ્ટેમ્બર મહિનો અહીં જવા માટે એકદમ પરફેક્ટ છે કારણ કે તે સમયે અહીંનું તાપમાન 22-30 ડિગ્રી રહે છે. જ્યારે ન તો વધુ ગરમી રહે છે અને ન વધુ ઠંડી. ટ્રેકિંગ માટે મેથી જૂન મહિનો બેસ્ટ છે.

ક્યાં રોકાશો

કાંગડામાં રહેવા માટે તમારે સસ્તા અને સારા ઓપ્શન મળી જશે. કેમ્પથી લઇને હોટલ્સ અને હોમસ્ટે સુધી અહીં અવાઇલેબલ છે. ત્યાં સુધી કે કેટલીક જગ્યાએ આપને પીડબલ્યૂડી અને વન વિભાગના રેસ્ટ હાઉસ પણ છે.

કેવી રીતે જશો

રસ્તા માર્ગે-દિલ્હી, શિમલા, મનાલી, ચંદીગઢ જેવા મોટા શહેરોમાંથી અહીં સુધી સતત બસો ચાલતી રહે છે.

રેલવે માર્ગ- અહીં સુધી પહોંચવાનો સૌથી નજીકનો રેલવે માર્ગ પઠાણકોટ છે જ્યાંથી કાંગડા 94 કિમી છે. જેના માટે અહીં સ્ટેશનની બહાર બસો અને ટેક્સીની સુવિધા મળી રહે છે.

હવાઇ માર્ગ- ગગ્ગલ અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ છે.