15મી સદીમાં બનેલો આ કિલ્લો આજે દિલ્હીની સૌથી નજીકનું વીકેન્ડ એન્જોયમેન્ટ ઘણું જ પોપ્યુલર ડેસ્ટિનેશન છે. અહીં આપ હેંગિગ ગાર્ડન, સ્વીમિંગ પૂલ, આયુર્વેદિક સ્પા અને ઇન્ડિયાની સૌથી પહેલી જિપ લાઇનની મજા લઇ શકો છો. રાતમાં અહીંનો નજારો ઘણો જ સુંદર હોય છે. પ્રી-વેડિંગ શૂટ કરાવવાથી લઇને, પાર્ટનરને સરપ્રાઇઝ આપવા અને પ્રપોઝ કરવા સુધી નીમરાના ઘણું જ સારૂ ડેસ્ટિનેશન છે. દિલ્હી, આગ્રા, મથુરા જેવા શહેરોની નજીક હોવાના કારણે અહીં હંમેશા ટૂરિસ્ટોની ભીડ જોવા મળે છે.
કિલ્લાની બનાવટ
આ કિલ્લો 552 વર્ષ જુનો છે. 10 માળનો વિશાળ કિલ્લો અરાવલી પર્વતોને કાપીને 3 એકરમાં બનાવાયો છે. અહીં રૂમ આખા દિવસ માટે પણ મળી જાય છે અને જો તમે ફક્ત ફરવાની ઇચ્છા રાખો છો તો ટિકિટ લઇને 2 કલાક માટે મહેલની ભવ્યતાનો આનંદ માણી શકો છો. નીમરાના ફોર્ટના ઇન્ટિરીયરમાં અંગ્રેજોના સમયની છાપ નજરે પડે છે. તેમાં ઓપન સ્વિમિંગ પૂલ પણ બન્યો છે. નાસ્તા માટે રાજમહેલ તેમજ હવા મહેલ,તો ભોજન માટે આમખાસ,પાંચ મહેલ, અમલતાસ, અરણ્ય મહેલ, હોલી તેમજ હોલી કુંડા મહા બુર્જ બન્યા છે. આ કિલ્લાની બનાવટ એવી છે કે દરેક જગ્યાએ શાહી ઠાઠ છલકાય છે. અહીં દરેક રૂમનું અલગ નામ છે. જેવા કે દેવ મહેલથી લઇને ગોપી મહેલ સુધી.
આસપાસ ફરવાની જગ્યાઓ
કેસરોલી
નીમરાનાથી થોડાક અંતરે વસ્યું છે કેસરોલી શહેર જે પોતાની કુદરતી બ્યૂટી માટે ઓળખાય છે. આ જગ્યા અંગે કહેવાય છે કે પાંડવોએ પોતાના નિર્વાસનના અંતિમ દિવસે અહીં વિતાવ્યા હતા. અહીં હનુમાનજીની સૂતેલી મૂર્તિ અને જુના જળાશયોના અવશેષ જોવા મળશે.
બાબા કેદારનાથ
નીમરાનાની પાસે ફરવાની જગ્યામાં સામેલ છે બાબા કેદારનાથનો આશ્રમ, જે ઘણો જ સુંદર અને શાંત છે. રિલેક્સિંગના દ્ષ્ટિકોણથી એકદમ પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
જોનાઇચા ખુર્દ
નીમરાનાની નજીક વસેલું ઘણું જ સુંદર ગામ, જે બાબા કુંદનદાસ મહારાજની તપોભૂમિ છે.
કેવી રીતે પહોંચશો
રોડ માર્ગે (બાય રોડ)
દિલ્હીથી જયપુર હાઇવે પર અંદાજે 122 કિલોમીટરની મુસાફરી કરીને તમે નીમરાણા ફોર્ટ પેલેસ પહોંચી શકો છો.
રેલવે માર્ગ
અહીં નજીકનું રેલવે સ્ટેશન અલવર છે, જે લગભગ 70 કિમીના અંતરે છે.
હવાઇ માર્ગ
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ છે. જે અહીંથી 108 કિમીના અંતરે છે.