જ્યાં લાંબી ટ્રિપ દરમ્યાન ટ્રોલી બેગ સારી રહે છે તો બીજી બાજુ નાની ટ્રિપ્સ માટે બેગપેક. દરેક વખતે અલગ ટ્રિપ માટે બેગનું શોપિંગ કરવાનું પોસિબલ નથી હોતું. આવામાં સારૂ એ રહેશે કે તમે તમારી પાસે બેગની એક કે બે વેરાયટી રાખો જેને તમે ટ્રાવેલિંગના હિસાબથી ઉપયોગમાં લાવી શકો. ટ્રેકિંગથી લઇને ઇન્ટરનેશનલ અને રોડ ટ્રિપ દરેક જગ્યા માટે અલગ-અલગ પ્રકારની બેગની જરૂર પડે છે. તો કેવા પ્રકારની બેગની ખરીદી કરો, જાણો આ અંગે.
બેગમાં જગ્યા હોય
નોર્મલી બેગપેકમાં સામે એક પોકેટ હોય છે અને વચ્ચે ઘણી બધી જગ્યા હોય છે, જેમાં તમે તમારો સામાન રાખી શકો છો. કેટલાક લોકો માટે આટલી જગ્યા પૂરતી હોય છે તો કેટલાક લોકો માટે નહીં. જો તમે દરેક ચીજનું પેકિંગ અલગ-અલગ કરો છો તો સારૂ એ રહેશે કે આવી બેગ પસંદ કરો જેમાં સામાન રાખવા માટે અનેક પોકેટ્સ હોય. કપડા, જૂતા, ટોઇલેટરીઝ અને મેકઅપ દરેક માટે અલગ જગ્યા. આનાથી સામાન શોધવામાં સમય બર્બાદ નથી થતો.
વ્હીલવાળી બેગપેક
વ્હીલવાળી બેગપેકની ખાસ વાત એ છે કે જરૂરીયાત પડવા પર તેને તમે ખભા પર કેરી પણ કરી શકો છો. એડવેન્ચર ટ્રિપ પર જઇ રહ્યા છો તો તેને લઇ જવાનું યોગ્ય રહેશે. તો પોતાની ટ્રાવેલ એસેસરીઝમાં આ પ્રકારની બેગ જરૂર સામેલ કરો.
વોટરપ્રૂફ હોય બેગ
ટ્રાવેલિંગ માટે બેગનું શોપિંગ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે વોટરપ્રૂફ હોય. હવામાન ગમે તેવું હોય તમારો સામાન સુરક્ષિત રહેશે. સેમી વોટરપ્રૂફ બેગ પણ લઇ શકો છો. બેગનું ફેબ્રિક મોટું હોય પરંતુ લાઇટવેટ પણ હોવું જોઇએ. જેને તમે સરળતાથી કેરી કરી શકો.
મજબૂત અને સ્ટાઇલિશ
ટ્રાવેલિંગ બેગ ખરીદતી વખતે એ વાતું પણ ધ્યાન રાખો કે તે મજબૂત હોય. ઘણીવાર બેગની ક્ષમતાથી 2-4 ચીજો વધુ રાખવાથી બેગ તે વહન નથી કરી શકતી. આ ઉપરાંત, તે દેખાવમાં પણ થોડીક સ્ટાઇલિશ હોવી જોઇએ. કપડા અને ફૂટવેર્સ જેવી સ્ટાઇલિશ ભલે ન હોય પરંતુ તેનાથી ઓછા પણ ન હોવા જોઇએ.