ટ્રાવેલિંગ દરમ્યાન રૂપિયા બચાવવા દરેક માટે શક્ય નથી હોતું. બજેટ ટ્રાવેલિંગ માટે તમારે અનેક ચીજોની સાથે સમજૂતી કરવી પડે છે. રહેવા,ખાવાથી લઇને હરવા-ફરવા માટે ઉપયોગમાં લેવામાં સાધનો અંગે પણ ખબર હોવી જોઇએ ત્યારે જ આ બધુ પોસિબલ છે. આમ તો આજકાલ બધી ચીજો ઓનલાઇન અવાઇલેબલ છે પરંતુ તેમાં બજેટ ટ્રાવેલિંગ પોસિબલ નથી જ્યાં સુધી તમને આની ટિપ્સ એન્ડ ટ્રિક્સનો આઇડિયા ન હોય. તો આજે આવી જ ટિપ્સ અંગે જાણીશું જેનાથી તમે ઓછા બજેટમાં પણ ટ્રિપ પ્લાન કરી શકો છો.
1. જો તમે ટ્રાવેલિંગ દરમ્યાન રૂપિયા બચાવવા માંગો છો તો કાઉચસર્ફિંગ.કોમ અને હોસ્પિટાલિટીક્લબ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી લો. જેનાથી તમે દુનિયાના કોઇપણ છેડામાં સરળતાથી ઘર શોધી શકો છો. રૂપિયા બચાવવાની સાથે જ ત્યાંના લોકલ કલ્ચરને એક્સપ્લોર કરવાનું પણ એક ઘણું જ સારૂ સાધન છે. આ ઉપરાંત, હોમસ્ટેમાં રોકાઇને પણ તમે થોડુ-ઘણું સેવિંગ કરી શકો છો.
2. ટ્રાવેલિંગ દરમ્યાન ખાણી-પીણી માટે પણ અલગથી બજેટ બનાવવું પડે છે જે તમારા ખિસ્સા ખાલી કરે છે. તો જો તમે ઓનલાઇન હોટલનું બુકિંગ કરાવી રહ્યા છો તો સારી રીતે તપાસ કરી લો કે તેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સામેલ છે કે નહીં. આનાથી તમારૂ આગળનું પ્લાનિંગ સહેલું રહેશે. સ્ટ્રીટ ફૂડ્સ ખાઇને પણ તમે તમારૂ બજેટ મેનેજ કરી શકો છો.
3. બિઝી લાઇફસ્ટાઇલના કારણે લોકોમાં સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પરંતુ સેફ્ટીને ધ્યાનમાં રાખીને અહીં ઘણીવાર બજેટથી સમજૂતી કરવી પડે છે તો આનો એક સરળ ઉપાય છે કે કેટલીક ટ્રાવેલ સાઇટ્સ આપને ટ્રાવેલર્સની સાથે કનેક્ટ થવાની તક આપે છે. જેમાં શું ખબર આપને તે જ જગ્યાએ જવા માટે કોઇ કંપની મળી જાય. જો બોન્ડિંગ સારૂ રહ્યું તો આ શેરિંગના હિસાબથી પણ સારૂ હશે.
4. જો તમારી પાસે ટાઇમ છે તો ટ્રેનથી મુસાફરી કરો જે ફ્લાઇટ અને બસના મુકાબલે સસ્તું પડે છે. જો ક્યાંક કામસર કોઇ એક જગ્યાએ વારંવાર ટ્રાવેલ કરવું પડે છે તો આવામાં પાસ બનાવી લેવાનુ સારૂ રહેશે.
5. જેટલું થઇ શકે રાતે ટ્રાવેલ કરો. આનાથી તમે ફ્લાઇટ, ટ્રેન કે બસમાં સૂઇને હોટલનો ખર્ચ બચાવી શકો છો અને દિવસમાં જે જગ્યાએ રહો છો તેને આરામથી એક્સપ્લોર કરી શકો છો.