ઇન્ડિયામાં પર્વતો, સમુદ્રો અને રણો ઉપરાંત પણ અનેક એવી જગ્યાઓ છે જ્યાંની સુંદરતા અને ઇતિહાસને જાણવો યાદગાર અનુભવ રહેશે. હિમાચલમાં સ્પીતિ એક આવી જ સુંદર જગ્યાઓમાં સામેલ છે જેની દિવાનગી લેહ-લદ્દાખથી કમ નથી. અહીં વસે છે એક નાનકડું ગામ કૌમિક. તો જો તમે સ્પીતિ ફરવા જઇ રહ્યા છો તો સારૂ એ હશે કે કૌમિક ગામ ફરવા માટે પણ સમય કાઢીને જરૂર જાઓ. સમુદ્રની સપાટીએથી લગભગ 15,027 ફૂટની ઉંચાઇ પર વસેલું આ દુનિયાનું સૌથી ઉંચુ ગામ છે.
ગામની સુંદરતા
કૌમિક ગામનો આકાર એક મોટા કટોરા જેવો છે. એક ભાગમાં તમને બિલકુલ નાના પાસે પાસે અડીને આવેલા ઘરો જોવા મળશે તો બીજા ભાગમાં થોડાક મોટા ઘર. ગામડાના મુખ્ય દ્ધાર પર ગોંપા મોનેસ્ટ્રી છે જેના અંગે લોકોનું કહેવું છે કે આ લગભગ 500 વર્ષ જુની છે. દિવસમાં બે વાર મોનેસ્ટ્રીમાં પ્રાર્થના સભા થાય છે અને આ સમયગાળા દરમ્યાન મહિલાઓને અંદર જવાની મંજૂરી નથી હોતી. ઘણી જ કલરફૂલ મોનેસ્ટ્રીની અંદર લામા (મોનેસ્ટ્રીના મોન્ક) રહે છે.
ઘણી ઉંચાઇ પર સ્થિત હોવાના કારણે ગામડાઓ સુધી પહોંચવામાં આપને ઓક્સિજનની કમી અનુભવી શકાય છે. એક બીજી ચેલેન્જ અહીંનું હવામાન છે. જ્યાં જૂનની ભયંકર ગરમીમાં તાપમાન 7-9 ડિગ્રી જ રહે છે. એડવેન્ચર પસંદ કરનારા લોકો માટે અહીં અનેક ઓપ્શન્સ છે. નાના-મોટા પહાડ, જે હાઇકિંગ માટે પરફેક્ટ છે જેને તમે કેમેરામાં કેદ કરી શકો છો. અહીં રહેનારા લોકો પૂરી રીતે જાનવરો પર નિર્ભર છે. અહીંની સંસ્કૃતિ પણ આ ગામડાને જાણવાની ઉત્સુકતા ઉભી કરે છે. જેના કારણે અહીં આવનારાની સંખ્યામાં વધારો થયો છે.
ક્યારે જવું- આમ તો અહીંનું મોસમ હંમેશા ઠંડુ રહે છે પરંતુ મેથી સપ્ટેમ્બર વચ્ચેનું પ્લાનિંગ કરીને તમે અહીંની ચીજોને એક્સપ્લોર કરવાની સાથે એન્જોય કરી શકો છો. પેકિંગ કરતી વખતે સ્લીપિંગ બેગ અને ગરમ કપડા રાખવાનું બિલકુલ પણ ન ભૂલો.
ક્યાં રોકાશો- મોનેસ્ટ્રીની અંદર હોસ્ટેલ અને હોમસ્ટેની વ્યવસ્થા હોય છે જ્યાં એક રાતનો ખર્ચ 200 રૂપિયાથી પણ ઓછી હોય છે.
ક્યાં ફરશો- Komic lundup chhemo મોનેસ્ટ્રી, Ku-bum ગુફા, જુના સાક્યાપા મોનેસ્ટ્રી અનેLee Gyip જઇને તમે આ જગ્યાની સુંદરતાને નજીકથી જોઇ શકો છો.
કેવી રીતે જશો- કાજા શહેરથી કૌમિક જવા માટે પ્રાઇવેટ ટેક્સી સરળતાથી મળી જાય છે. પહાડી રસ્તો હોવાના કારણે લગભગ 45 મિનિટનો સમય લાગે છે. આ ઉપરાંત, સપ્તાહમાં ફક્ત બે દિવસ મંગળવાર અને શનિવારે બસો જ ચાલે છે જે લગભગ 90 મિનિટમાં આ ગામડામાં પહોંચાડી દે છે. રસ્તામાં આપને અનેક સુંદર દ્શ્યો જોવા મળે છે.