ગરમીની ઋતુમાં મોટાભાગે ગુજરાતીઓ ઠંડકવાળી જગ્યાઓ જ શોધતા હોય છે. જો તમે પણ કોઇ ઠંડકવાળી જગ્યા શોધી રહ્યા છો તો હિમાચલ પ્રદેશ કરતાં સારૂ બીજુ શું હોઇ શકે. હિમાચલ પ્રદેશની 5 એવી જગ્યાઓ છે જ્યાં ભીડભાડ ઓછી અને નિરાંત વધુ છે. તો આવો જોઇએ આવી પાંચ જગ્યાઓ વિશે..
1.અંદ્રેટા- હિમાચલના જાણીતા ચાના બગીચાથી થોડાક જ અંતરે વસેલું છે અંદ્રેટા ગામ. તમારી ઉનાળાના રજાઓ પસાર કરવા માટે બેસ્ટ જગ્યા છે. આ ગામ શહેરની ભીડભાડથી દૂર ઘણી જ શાંત જગ્યા છે. અહીંના ગામડામાં માટીના વાસણો બનાવવાનું કામ થાય છે, જે તેની સુંદરતાને વધુ ખીલવે છે.
2.પબ્બર ખીણ-અહીં કુદરતી સુંદરતાનો આનંદ માણવાની સાથે-સાથે તમે બીજી પણ અનેક ચીજો કરી શકો છો. તમે ટ્રેકિંગ, કેમ્પિંગ, સાઇક્લિંગ અને પેરાગ્લાઇડિંગ જેવી અનેક રસપ્રદ ચીજોનો આનંદ લઇ શકો છો.
3. બેરલ-સિમલાથી 4 કલાકના અંતરે આવેલું રમણીય સ્થળ છે. અહીંના પારંપરિક ઘર તેની સુંદરતમાં ચાર-ચાંદ લગાવે છે. આ ઘરોની ખાસિયત છે કે અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર પાલતુ પ્રાણીઓ જ્યારે ઉપરના માળે લોકો વસે છે.
4. ચિટકુલ- આ ગામ ઇન્ડો-ચાઇના બોર્ડરની પાસે આવેલું છે. અહીંનું સ્વચ્છ વાતાવરણ અને પર્વતો પરથી આવતી ઠંડી-ઠંડી હવાઓ તમને રાહતનો શ્વાસ આપે છે. ત્યાંના ઘરો લાકડાના બનેલા હોય છે, જેનો આકાર કોઇ મંદિર જેવો લાગે છે. ચિટકુલ પોતાના બટાકા માટે પણ જાણીતું છે.
5. બૈરોટ-બૈરોટ હિમાચલના કોઇ ખજાનાથી કમ નથી. સૂર્યટના કિરણોની સાથે તેની સુંદરતા જોવાલાયક છે. નદી અને ઝરણાં તેની સુંદરતામાં ચાર-ચાંદ લગાવે છે.