ટૉય ટ્રેનની મજા લો ભારતની આ પસંદગીની જગ્યાઓ પર

0
581
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ટૉય ટ્રેનમાં યાત્રા કરવાની પોતાની એક અલગ જ મજા છે. પ્રકૃતિની અસીમ સુંદરતાનો નજીકથી અનુભવ કરવો હોય તો એકવાર ટૉય ટ્રેનમાં જરુર બેસો.

ટૉય ટ્રેન શું હોય છે

ભારતમાં હિલ સ્ટેશન પર ટૉય ટ્રેન જોઇ શકાય છે પરંતુ આ તમને બધા હિલ સ્ટેશન પર નહીં જોવા મળે. કેટલીક ખાસ જગ્યાઓ પર તમે Toy Trainનો આનંદ જરુર લઇ શકો છો, આ એક ઓછા અંતરની ટ્રેન છે જે લગભગ 100-150 કિલોમીટરનું અંતર કાપે છે અને તેની સ્પીડ પણ અત્યંત ધીમી હોય છે.

દાર્જિલિંગ હિમાલયન રેલવેની ટૉય ટ્રેન

દાર્જિલિંગની આ ટ્રેન આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, ન્યૂ જલપાઇગુડીથી દાર્જિલિંગ વચ્ચેનું અંતર લગભગ 80 કિલોમીટર છએ અને આ ટોય ટ્રેન આ બે પર્યટન સ્થળો વચ્ચે ચાલે છે, આ ટ્રેનને વર્ષ 1999માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

આજકાલ જૉય રાઇડ પણ ઘણી ચર્ચામાં છે જેમાં તમને દાર્જિલિંગથી ઘૂમની રાઉન્ડ ટ્રિપની મજા મળે છે. આ જૉય રાઇડની સારી વાત એ છે કે તે બતાસિયામાં 10 મિનિટ અને ઘૂમમાં 30 મિનિટ રોકાય છે તો તમે ઉતરીને પ્રકૃતિની સુંદરતાને પોતાના કેમેરામાં કેદ કરી શકો છો. આ ટ્રેનનું બુકિંગ IRCTCની વેબસાઇટથી કરી શકો છો કે પછી દાર્જિલિંગ રેલવે સ્ટેશનથી પણ કરી શકો છો. જો તમને ક્યારેય મુશ્કેલી પડે તો તમે દાર્જિલિંગ પહોંચીને કોઇપણ ટૂર ઓપરેટર પાસેથી ટિકિટ બુક કરાવી શકો છો. તમને દાર્જિલિંગમાં દરેક જગ્યાએ આ સુવિધા મળશે.

નેરલ-માથેરાન, મહારાષ્ટ્રની Toy Train

નેરલ અને માથેરાન વચ્ચેનું અંતર લગભગ 21 કિલોમીટર છે અહીં પણ તમને બે પ્રકારના રૂટ મળશે. એક તો નેરલ અને માથેરાનવાળો, બીજો માથેરાનથી અમન લૉજ. આ Toy Trainનું કોઇપણ રીતે એડવાન્સ બુકિંગ થતુ નથી. તમારે ટિકિટ બુક કરવા માટે નેરલ સ્ટેશન પર ટ્રેન ઉપડવાના 45 મિનિટ પહેલા પહોંચીને ટિકિટ ખરીદવી પડશે.

જો આપણે નેરલ અને માથેરાન ટૉય ટ્રેનની ટિકિટના ચાર્જની વાત કરીએ તો આ સેકન્ડ ક્લાસના 75 રૂપિયા છે જ્યારે બાળકોના 45 રુપિયા છે. જો ફર્સ્ટ ક્લાસથી જવું હોય તો પુખ્તવયના (એડલ્ટ) માટેનો ચાર્જ રૂ.380 છે, તો બાળકોના 180 રુપિયા છે.

કાલકા-શિમલા ટૉય ટ્રેન

શિમલા ભારતનું એક પોપ્યુલર પર્યટન સ્થળ છે. ઘણાં લોકો અહીં જવા માંગે છે અને જો તમને સિમલા જવાની તક ટૉય ટ્રેનથી મળી જાય તો..જરા વિચારો સોનામાં સુગંધ મળી જાય. આ ટ્રેન લગભગ 96 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેનને લગભગ 5 થી 6 કલાક કાલકાથી શિમલા પહોંચવામાં લાગે છે. કાલકા ચંદિગઢથી નજીક જ છે. જે અસલી રખડુ છે તે શિમલા આવવા માટે આ ટ્રેનની પસંદગી કરે છે અને હિમાચલ પ્રદેશની સુંદર ખીણોની વચ્ચેથી પસાર થતા શિમલા આવે છે.

આ ટ્રેક પર ચાલતી ટૉય ટ્રેન –

કાલકા-શિમલા એન જી પેસેન્જર, સવારે 3:30 વાગે, ભાડું 25 રુપિયા
શિવાલિક ડીલક્સ એક્સપ્રેસ, સવારે 05:45 વાગે, ભાડું 50 રુપિયા
કાલકા-શિમલા એન.જી.એક્સપ્રેસ સવારે 06:20 વાગે, ભાડું 50 રુપિયા
હિમાલયન ક્વિન, બપોરે 12:10 વાગે, ભાડું 25 રુપિયા
આ બધુ ભાડું જનરલ ડબ્બાનું છે, તમે બિલકુલ આરામથી કાલકામાંથી ટિકિટ ખરીદી શકો છો અને શિમલાના બર્ફિલા પર્વતોનો નજીકથી જોઇ શકો છો.

નીલગિરી માઉન્ટેન રેલવે, તામિલનાડુ

દિલ સે ફિલ્મનું છૈંયા છૈંયા ગીત આ ટ્રેન પર ફિલ્માવાયું હતું. નીલગિરી માઉન્ટેન રેલનો ટ્રેક લગભગ 46 કિલોમીટરનો છે જે મેટ્ટુપલાયમ (કોઇમ્બતૂર)થી ઊટાકામંડ (ઉટી)ને જોડે છે. આ ટ્રેકમાં વચ્ચે એક અત્યંત પ્રસિદ્ધ હિલ સ્ટેશન કુન્નૂર પણ આવે છે, તો ઉટીની યાત્રા દરમિયાન તમે આ રોમાંચકારી ટૉય ટ્રેનની મજા લઇ શકો છો.

નીલગિરી માઉન્ટેન રેલવેની મેટ્ટૂપલાયમ (કોઇમ્બતૂર) શહેર અને ઉટી ટ્રેનનું ટાઇમિંગ સવારે 7 વાગ્યાનું છે અને 12 વાગે ઉટી પહોંચી જાય છે. જો આપણે નીલગિરી માઉન્ટેન રેલવે ટૉય ટ્રેનના બુકિંગની વાત કરીએ તો તમે IRCTCની વેબસાઇટથી બુક કરી શકો છો કે પછી મટ્ટૂપાલયમ પહોંચીને પણ ટિકિટ બુક કરી શકો છો અને જો ભાડા પર નજર કરીએ તો તેનું ભાડુ જનરલ કોચનું 15 રૂપિયા છે, સેકન્ડ ક્લાસમાં 40 રુપિયા અને ફર્સ્ટ ક્લાસના 205 રુપિયા છે.

કાંગડા વેલી રેલવે, હિમાચલ પ્રદેશ

આ ટૉય ટ્રેન પઠાણકોટ (પંજાબ) અને જોગિંદરનગર (હિમાચલ પ્રદેશ) વચ્ચે ચાલે છે. આ નેરોગેજ ટ્રેનના ટ્રેક પર આવતા ચાના બગીચા તમને આકર્ષિત કરે છે. આ સૌથી વધુ અંતરવાળી ટૉય ટ્રેન છે. જે 164 કિલોમીટરનું અંતર કવર કરે છે. આ ટ્રેન પ્રકૃતિ પ્રેમીઓની સાથે સાથે ધાર્મિક પર્યટકો માટે પણ ખાસ છે કારણ કે આ ટ્રેકમાં એવા ઘણાં પડાવ છે જ્યાંથી તમે જ્વાલાદેવી મંદિર, માં ચિંતાપુણી મંદિર, કાંગડા મંદિર, ચામુંડા દેવી મંદિર જઇ શકો છો. સાથે જ ધર્મશાલા અને મેકલોડગંજ પણ આ જ રુટ પર આવે છે. ટ્રેનનું બુકિંગ પઠાણકોટ કે IRCTCની વેબસાઇટથી થઇ શકે છે.