રામ ઝુલા ઋષિકેશનું સૌથી ખાસ પર્યટન સ્થળ છે કારણ કે આ જગ્યા પર તમને ઋષિકેશ ઘણાં જાણીતા પર્યટન સ્થળો મળી જશે. જેવા કે પરમાર્થ નિકેતન, સ્વર્ગ આશ્રમ, ચોરાસી કુટિયા, ઋષિકેશનુ મિની ગોવા, ગીતા ભવન વગેરે.
રામ ઝુલા કેવી રીતે જશો
ઋષિકેશ રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડથી આ સુંદર સ્થળ ફક્ત 4-5 કિલોમીટર જ દૂર છે. તમને ઓટો-ટેમ્પો વગેરે મળી જશે.
– જો તમે વિમાનથી ઋષિકેશ આવવા માંગો છો તો નજીકનું એરપોર્ટ જૉલી ગ્રાન્ટ એરપોર્ટ દેહરાદૂન છે જે રામ ઝુલા ઋષિકેશથી લગભગ 20 કિલોમીટર દૂર છે.
– જો રેલવે માર્ગે અહીં પહોંચવા માંગો છો તો નજીકનું રેલવે સ્ટેશન હરિદ્ધાર છે. જે દેશના દરેક મોટા શહેરો સાથે ટ્રેન માર્ગે જોડાયેલું છે.
રામ ઝુલા અંગે
આ ઝુલાને શિવાનંદ ઝુલા પણ કહેવાય છે કારણ કે આ ઝુલો શિવાનંદ આશ્રમની સામે બન્યો છે. જ્યારે તમે રામ ઝુલા પર હોવ છો તો ઝુલાથી નીચે જુઓ ત્યારે ગંગાના પાવન દર્શન થાય છે અને ખળખળ વહેતી ગંગા જોવા મળે છે જે સાચે જ અત્યંત સુંદર લાગ છે. ઉપરથી લીલાછમ પહાડોને જોવાથી આંખોને ઠંડક મળે છે.
તો આવો કેટલાક એવા સ્થળો પણ જોઇએ જે રામ ઝુલાની આસપાસ છે અને તમે પગપાળા પણ ચાલીને ફરી શકો છો.
શિવાનંદ આશ્રમ
રામ ઝુલાની નજીક જ શિવાનંદ આશ્રમ છે જે પર્યટકોની પોતાની તરફ આકર્ષિત કરે છે. આ આશ્રમ તેની સારવાર માટે પ્રસિદ્ધ છે. આ આશ્રમમાં આયુર્વેદિક દવાખાનું છે અને એક આંખની હોસ્પિટલ છે ઉપરાંત અહીં યોગ પણ શિખવાડાય છે. શિવાનંદ આશ્રમ ગંગા નદીના કિનારે લીલાછમ હિમાલયની તળેટીમાં બનેલું એક સુંદર સ્થળ છે.
પરમાર્થ નિકેતન
પરમાર્થ નિકેતન ઋષિકેશનો સૌથી મોટો આશ્રમ છે. અહીં ગંગા આરતી જોવાલાયક છે. આમ તો આ આશ્રમ અત્યંત ભવ્ય છે. એક તો અહીં પ્રાકૃતિક દ્રશ્યો, આગળ ગંગા કિનારો અને પાછળ લીલોછમ હિમાલય. આવું અદ્ભુત દ્રશ્ય તમને અહીં કેટલોક સમય વિતાવવા માટે મજબૂર કરી દેશે. પરમાર્થ નિકેતન આશ્રમમાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે, જેવા તમે આશ્રમની અંદર જશો, તમને હિમાલય જોવા મળશે.
ગીતા ભવન
ગીતા ભવન પણ એક ધાર્મિક જગ્યા છે જે રામ ઝુલાની નજીક છે. આ પરિસરની કેન્ટીન ઘણી પ્રસિદ્ધ છે. અહીં શુદ્ધ શાકાહારી ભોજન તેમજ મીઠાઇઓ યોગ્ય કિંમતે મળી જાય છે. જો કે જ્યારે પણ તમે ગીતા ભવન જાઓ તો લક્ષ્મીનારાયણના દર્શન અવશ્ય કરો. પુસ્તકોની વાત કરીએ તો ગીતા પ્રેસની પુસ્તકોની દુકાન પણ છે.
સ્વર્ગ આશ્રમ
કાળી કમળીવાળા બાબાના સન્માનમાં સ્વર્ગ આશ્રમનું નિર્માણ કર્યું હતું. આ આશ્રમ રામ ઝુલાની પાસે જ છે. સ્વર્ગ આશ્રમ પરિસરમાં અનેક મંદિર છે, રામ ઝુલાને પાર કર્યા બાદ બધા ક્ષેત્ર સ્વર્ગ આશ્રમમાં જ આવે છે. આ જ ક્ષેત્રમાં તમામ આશ્રમ, રેસ્ટોરન્ટ, દુકાનો વગેરે મોજુદ છે.
ગંગા બીચ / મિની ગોવા બીચ
પ્રાકૃતિક સૌંદર્યનું અદ્ભુત દ્રશ્ય જો તમારે જોવુ હોય તો રામ ઝુલાને પાક કરીને સ્વર્ગ આશ્રમ સુધી આવો પછી જે રસ્તો લક્ષ્મણ ઝુલા તરફ જાય છે તે તરફ જાઓ, બસ થોડુ ક જ ચાલ્યા બાદ તમને રામ ઝુલા ઘાટ જોવા મળશે જે એક રમણીય ઘાટ છે અને આ ઘાટથી આગળ જ ગંગા બીચ છે, આ પરિસરમાં ઉપર બેંચ મુકેલી છે. તમે આરામથી બેન્ચ પર બેસો અને સામે માં ગંગાને વહેતા જોવાની સાથે-સાથે સામે પહાડોને જોવાનો આનંદ ઉઠાવો.
ચોરાસી કુટિયા- Beatles આશ્રમ
જ્યારે તમે રામ ઝુલા પાર કરીને ગીતા ભવન, પરમાર્થ નિકેતન જોતા જોતા આગળ વધશો તો તે જ પગપાળા માર્ગ પર આગળ તમને વાનપ્રસ્થ આશ્રમ અને વેદ નિકેતન જોવા મળશે અને આની આગળ ચાલવાથી તમને ચોરાસી કુટિયાના દર્શન થશે. ચોરાસી કુટિયાને બીટલ્સ આશ્રમના નામથી પણ ઓળખવામાં આવે છે. બીટલ્સ બ્રિટનના એક પૉપ બેન્ડ ગ્રુપનુ નામ હતું જે આધ્યાત્મિક જ્ઞાન શીખવા ભારત આવ્યા અને આ સ્થળ પર રોકાયા.
આ આશ્રમ મહર્ષિ યોગીનો આશ્રમ છે અને બીટલ્સ આશ્રમ રાજાજી ટાઇગર રિઝર્વ વન ક્ષેત્ર અંતર્ગત આવે છે. અહીં એક એન્ટ્રી ચાર્જ પણ નિર્ધારિત છે જે ભારતીયો માટે 150 રુપિયા પ્રતિ વ્યક્તિ છે અને વિદેશીઓ માટે 600 રુપિયા પ્રતિ વ્યક્તિ છે. અહીં તમે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી જઇ શકો છો.