આ રસ્તાને કેમ કહેવાય છે દુનિયાનો છેલ્લો રોડ? એકલા જવા પર છે પ્રતિબંધ

0
451
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

નૉર્થ પોલ…કોઈ ટ્રાવેલરને પૂછો કે મરતા પહેલા અહીં જવા માગતો નથી તો હજુ તેને ઘણું વાંચવા-જાણવાની જરૂર છે. ઉત્તર ધ્રુવ આપણી પૃથ્વીનો સૌથી સુંદર પૉઈન્ટ છે. આની ધરી પર પૃથ્વી ફરે છે. યૂરોપ આ બિંદુની ઘણી નજીક છે. નોર્વેનો અંતિમ છેડો છે જ્યાંથી આગળ જવાનો રસ્તો દુનિયાનો છેલ્લો રોડ માનવામાં આવે છે.

એક જ રોડ જોડે છે

પૃથ્વીના છેડા અને નોર્વેને જે રોડ જોડે છે તેને E-69 કહેવામાં આવે છે. સૌથી વધુ ઠંડી હોવા છતા આ સ્થળે માણસો રહે છે. E-69ને જો દુનિયાનો છેલ્લો રોડ કહેવામાં આવે તો તે ખોટું નથી. આનાથી આગળ કોઈ રોડ નથી. માત્ર બરફ જ બરફ છે અને પછી દરિયો. જાણકારી માટે કહી દઈએ કે, ઉત્તર ધ્રુવને જ આર્કટિક સાગર કહેવામાં આવે છે. E-69 હાઈવે પર એક એવી જગ્યા છે, જ્યાં એકલા ગાડી ચલાવવાની મનાઈ છે. 14 કિમી લાંબો હાઈવે છે અહીં. તમે અહીં ગ્રુપમાં જ જઈ શકો છો. કેટલાક રસ્તાઓ તો એવા પણ છે કે, ત્યાં કોઈના પણ ગુમ થઈ જવાની શક્યતા રહે છે.

માછલીઓનો બિઝનેસ થાય છે

આ વિસ્તારનો વિકાસ 1930માં થયો. પહેલા અહીં માછલીનો બિઝનેસ થયો હતો. 1934માં લોકોએ ભેગા મળીને નિર્ણય લીધો. તેમનું માનવું હતું કે, આ સહેલાણીઓ માટે ખુલે જેથી ઈન્કમનો એક રસ્તો ખુલી શકે. આની પાછળ ભૌગોલિક કારણ છે. ઉત્તર ધ્રુવ પાસે હોવાને કારણે જ ઠંડીમાં અહીં રાતો ખતમ થતી નથી અને ઉનાળામાં સૂરજ ડૂબતો નથી. લોકો અલગ રહેવાનું પસંદ કરે છે. અહીં રહેનારા લોકો બાકીની દુનિયાથી અલગ રહેવાનું પસંદ કરે છે. તેમને મોટા-મોટા શહેરો ગમતા નથી. હવે અહીં માછીમારોને કારણે ઘણું બદલાઈ ગયું છે. માછલીઓનો બિઝનેસ ઘણો વધી રહ્યો છે. આ ઉપરાંત અહીં કિંગ પ્રોન્ઝ પણ પકડવામાં આવે છે. અહીં કશું જ કોઈની મરજીથી નથી થઈ શકતું, અહીં પ્રકૃતિ મહાન છે. વર્ષના અંતમાં દુનિયાભરના લોકો નૉર્થ પોલ જોવા માટે આવે છે. અહીં નેચરલ લાઈટ્સ છે, જેને જોયા બાદ લાગે છે કે, જન્નત તો અહીં જ છે.