દેવતાઓનું ઘર કહેવાતું નેપાળ એડવેન્ચરની દ્રષ્ટિએ પણ ઉમદા જગ્યા છે. અહીં એક તરફ બરફાચ્છાદિત પહાડો અને બીજી તરફ જાણીતા તીર્થસ્થળો આવેલા છે. આ સિવાય અહીં રોમાંચક રમતોનો આનંદ ઉઠાવી શકો છો. નેપાળમાં રૉક ક્લાઈમિંગ, જંગલ સફારી, સ્કીઈંગ અને રિવર રાફ્ટિંગની મજા માણી શકો છો. જો તમે પણ નેપાળની ટ્રીપ પ્લાન કરવાનું વિચારતા હો તો આ જગ્યાઓ પર ચોક્કસ જજો.
કીર્તિપુર
ઐતિહાસિક વાઘભૈરવ મંદિર અહીં જ આવેલું છે. અહીં તમને ઘાટીનું સૌથી મોટું સરોવર જોવા મળશે. નેપાળની પ્રથમ યુનિવર્સિટી ત્રિભુવન અહીં જ આવેલી છે. આ ઐતિહાસિક સ્થળો ઉપરાંત કીર્તિપુર સ્થાનિક નેવારી વ્યંજન ‘સાપૂ મીચા, ચોઈલા અને ક્વાતી’ માટે પ્રખ્યાત છે. અહીં ફરવા આવ્યો ત્યારે આ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ લેવાનું ન ભૂલતા.
ચિતવન નેશનલ પાર્ક
જો તમને ગાઢ જંગલો અને વાઈલ્ડલાઈફ એડવેન્ચર પસંદ હોય અને વન્યજીવોને નજીકથી જોવા માગતા હો તો અહીં ચોક્કસ જજો. જણાવી દઈએ કે ચિતવન નેશનલ પાર્કને નેપાળના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજજો આપવામાં આવ્યો છે. આ સિવાય અહીં વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે.
બૌદ્ધનાથ સ્તુપ
36 મીટર ઊંચો આ સ્તુપ કલાનો અદ્ભૂત નમૂનો છે. કહેવાય છે કે આ સ્તૂપના નિર્માણ સમયે આ જગ્યાએ દુકાળ પડ્યો હતો. ત્યારે પાણી ન મળવાને કારણે ઝાકળ બિંદુઓથી સ્તુપનું નિર્માણ કરાવ્યું. આ વિશ્વના સૌથી મોટા સ્તુપો પૈકીનો એક છે. સાથે વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે.
નાગરકોટ
આ સ્થળને નેપાળના ફેવરિટ ડેસ્ટિનેશનમાં સ્થાન મળ્યું છે. અહીં તમને માઉન્ટ એવરેસ્ટ અને બીજા પહાડોનું સુંદર દ્રશ્ય જોવા મળશે. અહીં હિમાલય પર ઉગતા સૂર્યને જોવાની મજા અકલ્પનીય છે.
પશુપતિનાથ
નેપાળમાં આ શિવ મંદિરને સૌથી પવિત્ર માનવામાં આવે છે. અહીં શિવરાત્રિ વિશિષ્ટ પ્રકારે મનાવવામાં આવે છે. આ મંદિરમાં 4 પૂજારી અને એક મુખ્ય પૂજારીની નિમણૂક કરવામાં આવે છે. આ મંદિર યૂનેસ્કોના કલ્ચરલ હેરિટેજ સાઈટના લિસ્ટમાં સામેલ છે.