હોટલમાં ચેક-ઇન કરતા પહેલાં આ વાતોની લઇ લો જાણકારી

0
555
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હોટલ્સમાં કસ્ટમર્સને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા માટે આવે ઘણી ચીજો અવાઇલેબલ હોય છે જેના અંગે તેમને ખબર નથી હોતી અથવા તો આ અંગે શોધ કરવાનો તેમને વિચાર પણ નથી આવતો. પરંતુ પછીથી ચેક આઉટ દરમ્યાન બિલ જોવા પર અલગ-અલગ અનેક ચાર્જિસ તેમાં જોડાયેલા હોય છે. જે કસ્ટમરનો ગુસ્સો ભડકાવવાની સાથે જ ખરાબ એક્સપીરિયંસ સાબિત થાય છે. તો જો તમે હરવા-ફરવા જઇ રહ્યા હોવ, બિઝનેસ ટ્રિપ કે પછી કોઇ બીજા કામથી, ઓનલાઇન હોટલ બુકિંગ કરાવવું કે ઓફલાઇન, આ જરૂરી વાતોની જાણકારી અગાઉથી મેળવી લો.

લેટ ચેક આઉટ

હોટલમાં ચેક-ઇન કરવા દરમ્યાન સ્ટાફ પાસેથી આની જાણકારી લઇ લો કે ક્યાંક તમારી રિટર્નિંગ ફ્લાઇટ લેટ થઇ ગઇ છે તો ચેકઆઉટ થોડાક અટકીને કરવાનું પોસિબલ છે કે નહી. ઘણીવાર નેકસ્ટ બુકિંગના કારણે સ્ટાફ મેમ્બર માટે આમ કરવાનું સરળ નથી હોતું પરંતુ આરામથી વાત કરો અને જો આના માટે રૂપિયા આપવા પડે તો તેમાં બિલકુલ સંકોચ ન કરો.

હોટલમાં રૂમનો રિવ્યૂ

હોટલ બુકિંગ દરમ્યાન રૂમના વ્યૂની જાણકારી પણ લઇ લો. ઘણીવાર હોટલના રૂમ કમ્ફોર્ટેબલ હોય છે પરંતુ આસપાસ ખરાબ લોકેશનના કારણે ધૂળ, વાસ તો ક્યારેક ગંદકીની ફરિયાદ રહેતી હોય છે. હોટલના રૂમ ખાસકરીને રિલેક્સ કરવા માટે હોય છે પરંતુ આવો પ્રોબ્લેમ થાય છે તો ટ્રિપ દરમ્યાન મૂડ ખરાબ થઇ જાય છે. સારૂ રહેશે પેમેન્ટથી પહેલા એક વાર રૂમ જરૂર જોઇ લો.

એકસ્ટ્રા અને હિટન ચાર્જિસની જાણકારી

ઘણીવાર હોટલ બુકિંગ દરમ્યાન એકસ્ટ્રા ચાર્જિસ જેવો કે સિટી ટેક્સ, વેટ આ બધાની જાણકારી આપવામાં નથી આવતી પરંતુ ફાઇનલ પેમેન્ટ દરમ્યાન આ બધા ચાર્જ જોડી દેવામાં આવે છે, જેનાથી ઘણીવાર કસ્ટમર ભડકી જાય છે. આ સિચ્યૂએશનથી બચવા માટે સારૂ એ રહેશે તમે પહેલા જ હોટલ કાઉન્ટર પર આ ચીજોની જાણકારી લઇ લો. વાઇ-ફાઇ,પાર્કિંગ, ન્યૂઝપેપર, બ્રેકફાસ્ટ અને રૂમમાં એન્ટરટેન્મેન્ટ માટે અવેલેબલ અને ઉપયોગની જાણકારીવાળી ચીજો ફ્રી છે કે નહીં.

એકસ્ટ્રા સુવિધાઓ

ઘણીવાર હોટલ્સમાં પોતાના સ્પા, સ્વિમિંગ પૂલ, સ્ટીમ રૂમ નથી હોતા પરંતુ આસપાસ પ્રાપ્ત આ ચીજોની જાણકારી જરૂર હોય છે પરંતુ આનો અર્થ એ બિલકુલ નથી થતો કે ત્યાં આ ચીજોનો ઉપયોગ ફ્રી હશે. તો આને પહેલેથી જ ક્લીયર કરી લો. આ ઉપરાંત, ઘણીવાર એરપોર્ટથી મળનારી કેબ અને શટલના પણ એકસ્ટ્રા ચાર્જ હોય છે.

રૂમ અવાજથી દૂર હોય

દરેક હોટલની કોશિશ હોય છે કે તમે ત્યાંથી સારો અનુભવ લઇને જાઓ. તો તેનાથી પહેલા જ કન્ફર્મ કરી લો કે તમે જે રૂમમાં રોકાવાના છો ત્યાં આસપાસ બહુ અવાજ ન થતો હોય. આ રૂમ સીડીની પાસે ન હોય અને સૌથી જરૂરી કનેક્ટિંગ દરવાજા તો નથી ને, કારણ કે આનાથી ઘણી વધારે પરેશાની થાય છે.

ટોઇલેટરીઝનો જરૂરી સામાન

હોટલ્સમાં ટોઇલેટરીઝ માટે બધો જરૂરી સામાન જેવો કે સાબુ, શેમ્પુ, ટુથબ્રશ, ટિશ્યૂ પેપર પહેલેથી જ અવાઇલેબલ હોય છે અને જરૂર પડે એકસ્ટ્રા પણ મળી જાય છે. જેના માટે તમારે અલગથી રૂપિયા નથી આપવા પડતા. તો જો તમે તમારા ટોઇલેટરી બેગ કેરી કરવાનું ભુલી ગયા છો અથવા તો ભૂલથી મિસ થઇ ગયું છે તો પરેશાન થવાની જરૂર નથી રિસેપ્શન પર જણાવી દો, જેથી ચેકિંગ દરમ્યાન તમને તમારા રૂમમાં બધી ચીજો મળી જાય.

એકસ્ટ્રા બેડ

ઘણીવાર રૂમમાં એકસ્ટ્રા બેડની જરૂર પડે છે તો હોટલ્સમાં આની સુવિધા છે કે નહીં. જો તેમની પાસે હોય છે તો ઘણીવાર રૂપિયા લઇને તે અવાઇલેબલ કરાવી દે છે. આના માટે પહેલેથી જ રિસેપ્શન પર વાતચીત કરી લો.