દેશમાં લૉકડાઉન જાહેર થતાં ટુરિઝમ સહિત તમામ ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા. રાજ્ય સરકારે દર વર્ષે કચ્છમાં યોજાતા રણ ઉત્સવનું આ વર્ષે 12 નવેમ્બરથી આયોજન કરવાની જાહેરાત કરતા પહેલીવાર રાજ્યના ટુરિઝમ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. સરકારના આદેશ બાદ રણોત્સવ માટે બુકિંગ શરૂ કરી દેવાયું છે. રણોત્સવની વેબસાઈટ તેમજ ટોલ ફ્રી નંબર પર 700 લોકોએ રણોત્સવની પૂછપરછ કરી છે.
ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અગ્રણી મનીષ શર્માએ જણાવ્યું કે, આ વર્ષે કચ્છમાં સારો વરસાદ થતા સફેદ રણ, કાળો ડુંગર, નારાયણ સરોવરની સાથે ટેન્ટ સિટીનો સુંદર નઝારો જોવા મળશે. તેની સાથે જ માંડવી પેલેસ સહિત અન્ય સાંસ્કૃતિક ઝલક પણ જોવા મળશે.