Most Beautiful Airport in India: જ્યારે આપણે વિદેશ કે ડોમેસ્ટીક (દેશની અંદર) યાત્રા કરીએ છીએ ત્યારે કેટલોક સમય આપણે એરપોર્ટ પર વ્યતીત કરીએ છીએ. દરેક પર્યટક ઇચ્છે છે કે તેની યાત્રાની શરૂઆત આકર્ષક નજારા સાથે થાય. ભારતમાં પણ કેટલાક એરપોર્ટ એવા છે તેની વિશિષ્ટતા અને સુંદરતાની સાથે પર્યટકો અને યાત્રીઓને મોહિત કરે છે.
તો આવો જાણીએ ભારતના કેટલાક સુંદર એરપોર્ટ (Most Beautiful Airport in India) વિશે જે પોતાનામાં કોઇ આકર્ષણથી કમ નથી. | List of Most Beautiful Airport in India
-
કુશોક બકુલા રિમ્પોછે એરપોર્ટ, લદ્દાખ | Kushok Bakula Rimpochee Airport, Ladakh
કુશોક બકુલા રિમ્પોછે એરપોર્ટ જમ્મૂ કાશ્મીર અને ભારતના સૌથી સુંદર એરપોર્ટ પૈકીનું એક છે. આ એરપોર્ટ પવર્તોના રણમાં આવેલું ભારતનું એકમાત્ર એરપોર્ટ છે. તો કુશક બકુલા રિમ્પોછે એરપોર્ટ દુનિયાના સૌથી ઊંચા એરપોર્ટમાંનું એક છે. જે સમુદ્રની સપાટીએથી લગભગ 3,256 મીટરની ઊંચાઇએ સ્થિત છે. એરપોર્ટથી આસપાસના બરફથી ઢંકાયેલા સુંદર દ્શ્યોને જોઇ શકાય છે, આ એરપોર્ટની સૌથી ખાસ વાત એ છે કે બપોરે પર્વતીય હવાઓના કારણે, બધી ફ્લાઇટ સવારે ઉડ્યન ભરે છે. લેહ એરપોર્ટથી મુંબઇ, દિલ્હી અને ચંદીગઢ માટે નિયમિત ફ્લાઇટ સંચાલિત થાય છે.
2. લેંગપુઇ એરપોર્ટ મિઝોરમ | Lengpui Airport, Mizoram
સમુદ્રની સપાટીએથી 504 મીટરની ઉંચાઇએ અને આઇઝોલથી 32 કિલોમીટરના અંતરે સ્થિ લેંગપુઇ એરપોર્ટ ભારતના સૌથી આકર્ષક એરપોર્ટમાનું એક છે. લેંગપુઇ એરપોર્ટ સંપૂર્ણ રીતે હરિયાળી અને પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયેલું છે. આપને જણાવી દઇએ કે લેંગપુઇ એરપોર્ટ (Lengpui Airport, Mizoram) દેશનું પહેલું મોટુ એરપોર્ટ હતું જે રાજ્ય સરકાર દ્ધારા બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લેંગપુઇ એરપોર્ટ ભારતના એ ત્રણ એરપોર્ટમાં સ્થિત છે જેમાં ટેબલ ટોપ રનવેની સુવિધા છે.
3. વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પોર્ટ બ્લેર | Veer Savarkar International Airport, Port Blair
ભારતના સૌથી સુંદર એરપોર્ટમાં જેની ગણના થાય છે તેવું વીર સાવરકર આતરરાષ્ટ્રીય એરપોર્ટ પોર્ટ બ્લેરના દક્ષિણમાં 2 કિલોમીટરના અંતરે છે જેને સામાન્ય રીતે પોર્ટ બ્લેર એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એરપોર્ટ ભારતના અંડમાન અને નિકોબાર ટાપુ સમૂહનું મુખ્ય એરપોર્ટ છે. આ એરપોર્ટ ભારતના નવીનત્તમ એરપોર્ટ પૈકીનું એક છે જે પોતાના મુસાફરો માટે કેટલીક ન્યૂ ટેક્નોલોજી અને અવિશ્વનીય સુંદરતા રજૂ કરે છે.
4. ગગ્ગલ એરપોર્ટ, કાંગડા | Gaggal Airport, Kangra
ગગ્ગલ એરપોર્ટ ભારતના સુંદર અને મુખ્ય એરપોર્ટ પૈકીનું એક છે, જે હિમાચલની સીમામાં 2492 ફૂટની ઊંચાઇએ આવેલું છે. ગગ્ગલ એરપોર્ટ ધર્મશાલાના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 14 કિલોમીટર દૂર છે જે 1269 એકર જમીનમાં ફેલાયેલું છે અને પ્રકૃતિના સુંદર દ્રશ્યોને પોતાનામાં સમાવીને બેઠું છે. ગગ્ગલ એરપોર્ટ શહેરની ભીડભાડથી દૂર એકાંત પર્વત પર સ્થિત છે જે ઠંડી ઠંડી હવાઓનો અનુભવ થાય છે અને સાથે જ પર્વતોના સુંદર પરિદ્શ્યોને જોઇ શકાય છે.
5. ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, દિલ્હી | Indira Gandhi International Airport, Delhi
5,106 એકરના વિશાળ એરિયામાં સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, દિલ્હી ભારતનું સૌથી મોટું અને વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે જેને કોઇ પરિચયની જરૂર નથી. આ એરપોર્ટની સુંદરતા અને વાસ્તુકલા ભારતીય યાત્રીઓની સાથે સાથે વિદેશી મુસાફરોને પણ ખુબ પસંદ આવે છે. આ એરપોર્ટ દુનિયાનું 12મું સૌથી વ્યસ્ત અને એશિયાનું 6ઠ્ઠું વ્યસ્તતમ એરપોર્ટ છે.
Read This: અક્ષરધામ મંદિરમાં ઘણી વખત જનારા લોકો પણ નહીં જાણતા હોય આ ખાસ વાતો
6. ભુજ એરપોર્ટ, કચ્છ | Bhuj Airport, Kutch
ભુજ એરપોર્ટ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું એક ડોમેસ્ટીક એરપોર્ટ છે, જે 257 ફૂટ (78 મીટર)ની ઊંચાઇ પર સ્થિત છે અને કુલ 832 એકરમાં ફેલાયેલું છે. ભુજ એરપોર્ટનું મુખ્ય આકર્ષણ તેની બિલ્ડિંગ્ઝ છે જે જુની વાસ્તુકલાથી નિર્મિત છે જે આ એરપોર્ટની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. આ એરપોર્ટ ભારત-પાકિસ્તાન બોર્ડરથી 48 કિમીના અંતરે છે અને 1971ના યુદ્ધ દરમ્યાન કઠોર ત્રાસદી સહન કરી ચૂક્યું છે.
Read This: રણોત્સવઃ કચ્છના રણમાં ઉજવો ક્રિસમસ, આ રહ્યાં પેકેજ
7. અગાતી એરોડ્રોમ, લક્ષદ્વિપ | Agatti Aerodrome, Lakshadweep
કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વિપમાં અગાતી ટાપુના દક્ષિણી છેડા પર સ્થિત અગાતી એરપોર્ટ ભારતના સૌથી સુંદર અને આકર્ષક એરપોર્ટમાંનુ એક છે. અગાતી એરોડ્રોમ ટાપુમાં એકમાત્ર હવાઇ પટ્ટી છે જે સમુદ્રના વાદળી પાણીથી ઘેરાયેલી છે અને આજ આકર્ષણ તેને ભારતના બીજા એરપોર્ટથી અલગ અને આકર્ષક બનાવે છે. 45.9 એકરમાં ફેલાયેલું અગાતી એરડ્રોમમાં 1,291 મીટર લાંબો રનવે અને એક યાત્રી ટર્મિનલ છે, પરંતુ અગાતી એરપોર્ટથી ફક્ત કોચી માટે ઉડ્ડયન સંચાલિત થાય છે.
8. શિમલા એરપોર્ટ, શિમલા | Shimla Airport, Shimla
ભારતના સૌથી સુંદર એરપોર્ટમાં જેનો સમાવેશ થાય છે તેવું શિમલા એરપોર્ટ 1546 મીટરની ઊંચાઇ પર આવેલું છે. આ એરપોર્ટ ચારેબાજુથી લીલાછમ પહાડો અને લોભામણાં દ્રશ્યોથી ઘેરાયેલું છે. શિમલા એરપોર્ટની સૌથી ખાસ વાત એ છે કે આ એરપોર્ટનું નિર્માણ હિલટૉપને કાપીને અને જમીનને સમતળ કરીને કરવામાં આવ્યું હતું. જેથી રનવે માર્ગને બનાવી શકાય. શિમલાથી જબરહટ્ટી સુધી 22 કિલોમીટરની યાત્રા આપને શાનદાર એરપોર્ટની એક ઝલક બતાવે છે. જે વાસ્તવમાં જોવા અને અનુભવવા લાયક છે.
આ સ્ટોરી પણ વાંચોઃ પ્રેમીઓ માટે સ્વર્ગથી કમ નથી શિમલા.
Read This: સિમલા નજીક બેસ્ટ 4 સ્ટાર હોટલ, ભીડભાડથી દૂર કરો એન્જોય