અહીં છે દેશનું સૌથી લાંબું અને કેરળનું સૌથી મોટું સરોવર, જાણો ખાસિયત

0
623
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

નવી દિલ્હીઃ કેરળને “ગૉડ્સ ઑન કન્ટ્રી”ના નામથી પણ ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી કેરળ વિદેશી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ સાથે જ અહીં કુમારકોમ જગ્યા છે જે હનીમૂન મનાવવા માટે ઘણી જ સુંદર જગ્યા છે.

કુમારકોમ (Kumarakom)કેરળનું એક નાનકડું શાનદાર નગર છે. આ સુંદર નગર બેમ્બાનદ નામક સરોવરના કિનારે સ્થિત છે. આ નગર કોટ્ટાયમથી 14 કિ.મી. દૂર કુટ્ટાનદ ક્ષેત્રમાં સ્થિત છે. આજે આ સ્થાન એક પક્ષી અભ્યારણ્ય તરીકે વિકસિત થઇ ચૂક્યું છે.

વેમ્બનાડ સરોવર (Vembanad Lake)

વેમ્બનાડ દેશનું સૌથી લાંબું અને કેરળનું સૌથી મોટું સરોવર છે. તેનો વિસ્તાર ઉત્તરમાં કોચ્ચીથી લઇને દક્ષિણમાં એલેપ્પી સુધી છે. આ વિશાળ સરોવરને વેમ્બનાડ કાયલના નામથી પણ ઓળખાય છે. કુમારકોમનું મુખ્ય આકર્ષણ આ સરોવર સુંદરતાની સાથે સાથે પક્ષી વિહાર માટે પણ એક આદર્શ વિકલ્પ છે.

સુંદર ઝરણા (Beautiful waterfalls)

સરોવર ઉપરાંત તમે અહીં સુંદર ઝરણા જોવાનો આનંદ પણ ઉઠાવી શકો છો. કોટ્ટાયમથી 18 કિ.મી. દૂર સ્થિત અરુવીક્કુજહી વોટરફોલ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ ઝરણાથી પાણીનું તેજ વહેણ 100 ફૂટની ઊંચાઇએથી નીચે પડે છે.

કુમારકોમ પક્ષી અભ્યારણ્ય (Kumarakom Bird Sanctuary)

કુમારકોમમાં લગભગ 14 એકરમાં ફેલાયેલું પક્ષી અભયારણ્ય દુનિયાના લગભગ બધા હિસ્સામાં આવનારા પ્રવાસીઓનું પસંદગીનું સ્થાન છે. આ અભયારણ્ય વેમ્બનાડ સરોવરના કિનારે આવેલું છે. અહીં અનેક પ્રકારના પક્ષીઓ જેવા કે કોયલ, પાણીના બતક, ઘુવડ, કિંગફિશર વગેરેને જોઇ શકો છો. આ અભયારણ્ય પક્ષીઓના શોખીનો માટે કોઇ સ્વર્ગથી કમ નથી. તમે હાઉસબોટ અને મોટરબોટ દ્ધારા આ જગ્યાનો લ્હાવો માણી શકો છો.

કુમારકોમ બીચ (Kumarakom Beach)

કુમારકોમ બીચ એક શાનદાર રજાઓ ગાળવા માટે યોગ્ય સ્થળ છે. અન્ય પ્રાકૃતિક આકર્ષણોની સાથે અહીંના રેતાળ કિનારા અને શાંત તટીય રેખાઓના ફરવાનો પ્લાન બનાવી શકાય છે. માનસિક અને આત્મિક શાંતિ માટે આ એક શાંત સ્થળ છે. આ ઉપરાંત તમે અહીં જુદી જુદી એડવેન્ચર પ્રવૃતિઓમાં સામેલ થઇ શકો છો.

હવાઇ માર્ગ

કુમારકોમ કોચ્ચી એરપોર્ટથી 70 કિ.મી.ના અંતરે આવેલું છે. ભારતના મુખ્ય શહેરો અને વિદેશોથી અહીં આવવા સીધી ફ્લાઇટ છે. કોચ્ચી એરપોર્ટથી બસ કે ટેક્સીના માધ્યમથી કુમારકોમ પહોંચી શકાય છે.

રેલવે માર્ગ

કોટ્ટાયમ નજીકનું રેલવે સ્ટેશન છે. કુમારકોમથી કોટ્ટાયમનું અંતર 14 કિ.મી. છે.

રોડ માર્ગ

કુમારકોમની નજીક કોટ્ટાયમ જુદા જુદા રાજ્ય અને રાષ્ટ્રીય રાજમાર્ગ દ્ધારા રાજ્યના મુખ્ય શહેરો સાથે સંકળાયેલું છે.

બેસ્ટ એક્સપીરિયંસ : ડેમ, વેમ્બનાડ સરોવર, પક્ષી અભયારણ્ય

હનીમૂનનો સમયગાળો: 4 થી 5 દિવસ

હનીમૂન માટે જવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી ફેબ્રુઆરી

બેસ્ટ હોટલ કે હનીમૂન રિસોર્ટ્સ: જૂરી કુમારકોમ, કુમારકોમ લેક રિસોર્ટ, નારિયલ લગૂન, આરામ ગોલ્ટફિલ્ડ સરોવર, ગોલ્ટફિલ્ડ સરોવર રિસોર્ટ, સરોવર રિસોર્ટ સૌથી સારા હનીમૂન સ્થળોમાંનું એક છે.

કુમારકોમમાં પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ: કિલિક્કુડ ટોડી શૉપ, થરવાડુ પરિવાર રેસ્ટોરન્ટ

પ્રસિદ્ધ બજાર: પરિવાર માર્ટ સુપર માર્કેટ, કુમારકોમ ફિશ માર્કેટ

ટિપ્સ: કુમારકોમ, વેમ્બનાડ સરોવર પર બેકવૉટર ક્રૂઝમાં પક્ષી અભયારણ્યની અંદર એક યાત્રા સહિત ઘણી પ્રવૃતિઓ માટે એક મહત્વપૂર્ણ સ્થાન છે.