એક બાજુ જ્યાં મોટાભાગના લોકો સ્કૂબા ડાઇવિંગ કરવા અંડમાન જાય છે ત્યારે જો તમે કંઈક અલગ કરવાનું વિચારી રહ્યા હોવ તો એક ઓફ-બીટ એડવેન્ચર ડેસ્ટિનેશન પસંદ કરો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવા જ ચાર ડેસ્ટિનેશન વિશે જ્યાં તમે થોડા અલગ પ્રકારના એડવેન્ચર ટ્રાય કરી શકો છો.
નીલગિરિ
નીલગિરિ દક્ષિણ ભાગમાં સ્થિત એક પર્વતમાળા છે. તે પશ્ચિમ ઘાટનો એક હિસ્સો છે. આ ક્ષેત્રમાં ઘણા બધા પર્વતીય સ્થળ છે જે આ જગ્યાને શ્રેષ્ઠ પર્યટણ કેન્દ્ર બનાવે છે. નીલગિરિ પર્વતશ્રૃંખલાનો થોડો હિસ્સો તામિલનાડુ, કર્ણાટક અને કેરળમાં પણ છે. 2,637 ફૂટની ઊંચાઈવાળો ડોડાબેટ્ટા પર્વત નીલગિરિ પર્વતમાળામાં સૌથી ઊંચો પર્વત છે. તમે અહીં નીલગિરિ હિલ્સના હિલ-બોક્સની મજા લઈ શકો છો અને અહીંના પહાડોનો આનંદ માણી શકો છો. આ 900 કિમી.ની આઠ દિવસની રાઇડ તમને માનસિક અને શારીરિક સ્ટ્રેન્થની પરીક્ષા લઈ લે છે.
મેઘાલય
મેઘાલય ભારતના ઉત્તર-પૂર્વમાં સ્થિત એક રાજ્ય છે. મેઘાલય પ્રાકૃતિક હરિયાળીથી ભરપૂર એક ખૂબસૂરત જગ્યા છે, જ્યાં ઝરણાંની પણ મજા માણી શકાય છે. ખાસી, ગારો અને જૈંતિયાની પ્રાકૃતિક ગુફાઓની સેર તમારી આત્માને તૃપ્ત કરી દે છે. આ સિવાય ખાસી હિલ્સની ગુફાઓની અંદરનું કાળા રંગનું ઇન્ટિરિયર અદભુત અહેસાસ કરાવે છે. અહીં વરસાદ વધારે પડવાને લીધે આ રાજ્યનું નામ મેઘાલય રાખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ચેન્નઈ
ચેન્નઈ તામિલનાડુ રાજ્યની રાજધાની છે. આ સિવાય ભારતનું ચોથું સૌથી મોટું મહાનગર છે. આ શહેર બ્રિટિશરો દ્વારા 17મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, જેમણે તેને એક મોટા શહેરી વિસ્તાર અને નૌકામથક તરીકે વિકાસવ્યું હતું. 20મી સદી સુધીમાં, તે મદ્રાસ પ્રાંતનું મહત્વનું વહીવટી કેન્દ્ર બની ગયું હતું. રજાઓ માણવા માટે ચેન્નઈ પણ ઉત્તમ સ્થળ છે. જો તમને ચેન્નઈ જઈ રિક્શા ચલાવવાની ઈચ્છા થાય તો અહીં ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસના આયોજક નિયમિતપણે રિક્શા રોડ ટ્રિપ રાઇડ આપે છે. ખાસ કરીને એડવેન્ચરપ્રિય લોકો માટે. તામિલનાડુ કંટ્રી સાઇડની 10 દિવસની એડવેંચર ટૂર, ક્લાસિક રન સૌથી વધુ લોકપ્રિય છે.
ચેરાપુંજી
ચેરાપુંજી મેઘાલય રાજ્યના પૂર્વી ખાસી પર્વતોના જિલ્લામાં આવેલું નગર છે. ચેરાપુંજી દુનિયામાં સૌથી વધુ વરસાદી વિસ્તાર તરીકે પ્રસિદ્ધ છે. અહીંની ગુફાઓથી થોડા અંતર પર એક વિચિત્ર દૃશ્ય છે જેને દ લિવિંગ બ્રિજેસના નામથી ઓળખવામાં આવે છે. આ 500 વર્ષ જૂનો બ્રિજ રબર ટ્રીની જડોથી બનેલો છે અને એક વખતમાં અંદાજિત 50 લોકોનો ભાર ઉપાડી શકે છે. સૌથી મોટું આશ્ચર્ય તો ઉમશિયાંગ નામનો ડબલ-ડેકર રૂટ બ્રિજ છે. આ વાસ્તવમાં બે બ્રિજથી મળીને બન્યો છે, એકના ઉપર એક. રજાઓમાં અહીં એડવેન્ચર ટૂર પ્લાન કરી શકાય છે.