ઉનાળો હોય કે દિવાળીનું વેકેશન, જો તમે ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ચાલો ફરવા કેટલીક એવી જગ્યાએ વિશે જણાવશે જે તમારા માટે બેસ્ટ છે.
સિમલા, હિમાચલ પ્રદેશ
હિમાચલનું પાટનગર સિમલા એક સુંદર સમર ડેસ્ટિનેશન છે. સિમલાને પહાડોની રાણી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઘણાં એડવેન્ચર સ્પોર્ટ્સ કરી શકાય છે. સમુદ્રની સપાટીએથી તે 7267 મીટર ઉંચુ છે.
હોર્સલે હિલ્સ, આંધ્ર પ્રદેશ
શહેરની ગરમી અને ભાગદોડ વચ્ચે આંધ્ર પ્રદેશ સ્થિત હોર્સલે હિલ્સ એક સુંદર હિલ સ્ટેશન છે. જ્યાં ટૂરિસ્ટ ગરમીથી છૂટકારો મેળવવા માટે જાય છે. પ્રાકૃતિક દ્શ્યો અને મનમોહક આબોહવા સાથે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી.
ચંદન, ગુલમહોર, મહોગની, જેકારંદ અને નીલગિરીના પેડની સાથે અહીં સુધી પહોંચવાનો રસ્તો ઘણો મનોરમ્ય છે. તમે અહીં ઝોર્બિંગ, રેપલિંગ, રોક ક્લાઇબિંગ અને ટ્રેકિંગની મજા લઇ શકો છો.
દ્રાસ, નુબ્રા ઘાટી કાશ્મીર
જમ્મૂ અને કાશ્મીર રાજયમાં કારગિલ યુદ્ધ દરમ્યાન લગભગ 10,990 ફૂટની ઉંચાઇએ જ્યાં ભારત-પાક સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો તે સ્થાનને દ્રાસ નામથી ઓળખવામાં આવે છે. દ્રાસ દુનિયાનું સૌથી ઠંડુ રહેઠાણ ધરાવતું ક્ષેત્ર માનવામાં આવે છે. જેને લદ્દાખનું ગેટવે પણ માનવામાં આવે છે. દ્રાસ ખીણ જોજિલા દર્રાથી શરૂ થાય છે, જ્યાં તમે લગભગ 3 દિવસનું એડવેન્ચર ટ્રેકિંગ દ્ધારા પહોંચી શકો છો.
ટ્રેકિંગ દરમ્યાન મશકો ઘાટી, ડ્રસ વોર મેમોરિયલ અને દ્રોપદી કુંડ જેવા સ્થાનો જોવાની તક પણ મળશે. નુબ્રા ઘાટી દરેક પ્રકારના ટ્રાવેલર્સનું સ્વાગત કરે છે, જ્યાં જીવના સુંદર અનુભવોનો સરળતાથી લઇ શકાય છે.
તીર્થન ઘાટી, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ સ્થિત તીર્થન ઘાટી સુંદર પ્રાકૃતિક સ્થળોમાં ગણવામાં આવે છે. જો ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કથી લગભગ 3 કિમીના અંતરે સ્થિત છે. 3 કિમીની સફર તમે સરળતાથી પૂરી કરી શકોછો. આ ખીણ વર્ષના મોટાભાગના સમયે સહેલાણીઓથી ભરેલી રહે છે. જ્યાં દૂર-દૂરથી પર્યટક પ્રાકૃતિક આબોહવાનો આનંદ લેવા માટે આવે છે.
લીલીછમ ખીણ અને ઠંડી આબોહવામાં સહેલાણીઓ ઘણાં આરામનો અનુભવ કરે છે. અહીં તમે ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કની મુલાકાત પણ લઇ શકો છો. આ ઉપરાંત, તમે અહીં તીર્થન નદીમાં ફિશિંગનો રોમાંચક અનુભવ પણ લઇ શકો છો.
સંદાકફૂ, પશ્ચિમ બંગાળ
11930 ફૂટની ઉંચાઇ પર સ્થિત સિંગલિલા રેન્જ (દાર્જિલિંગ,પશ્ચિમ બંગાળ) ની સૌથી ઉંચા શિખર સંદાકફૂ ટ્રેકર્સ માટે એક શાનદાર જગ્યા છે. આ કુદરતની અનોખી સુંદરતાથી ભરપૂર છે. જ્યાં તમે પ્રકૃતિની નજીક શાનદાર સમય વિતાવી શકો છો. દૂર્ગમ રસ્તાઓથી સંદાકફૂનો રસ્તો ભલે તમને થોડોક કષ્ટદાયક લાગે પંરતુ એકવાર ત્યાં પહોંચ્યા બાદ તમને અહીં સ્વર્ગનો અહેસાસ થશે.
આ પવર્તનું શિખર એક શાનદાર વ્યૂ પોઇન્ટ માટે પણ ઓળખાય છે. જ્યાં તમે હિમાલયની સૌથી ઉંચી શિખરો જોઇ શકો છો, જેમાં એવરેસ્ટ, કંચનજંગા, મકાલૂ અને લાત્સે સામેલ છે. તમે ઇચ્છો તો 58 કિમી દૂર સ્થિત દાર્જીલિંગમાં ટોય ટ્રેનનો આનંદ પણ લઇ શકો છો.