રજાઓમાં કરવું છે કંઇક ખાસ, તો જતા રહો અમૃતધારા

0
299
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મધ્ય પ્રદેશથી અલગ થયેલું છત્તીસગઢ હવે પર્યટનમાં વિકસી રહ્યું છે. રાજયમાં ખુબસુરત ઝરણા છે. જેમાંનું એક છે અમૃતધારા ધોધ. જેની મજા તમારે આ ઉનાળાના વેકેશનમાં જરૂર લેવી જોઇએ. આ આવો જાણીએ આ અમૃતધારા ઝરણા વિશે.

કેવી રીતે પહોંચશો અમૃતધારા

વિમાન દ્ધારા

વિમાનથી અમૃતધારા જવું હોય તો તમારે રાયપુર જવું પડશે. રાયપુરથી આ ઝરણું 30 કિલોમીટરના અંતરે છે.
ટ્રેન દ્ધારા

અમૃતધારાની નજીક ચિરમિરી સ્ટેશન છે. જે ઝરણાથી લગભગ 17 કિમી દૂર છે.
રસ્તા દ્ધારા

કોરિયા જિલ્લામાં સ્થિત અમૃતધારા ઝરણું રસ્તાથી સરળતાથી પહોંચી શકાય છે.

ક્યારે જવું અમૃતધારા

છત્તીસગઢમાં ગરમી રહેતી હોય છે. એટલે અહીં જવા માટે ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો સમય સારો છે.

અમૃતધારા ધોધ

છત્તીસગઢના અમૃતધારા ધોધની ઉંચાઇ 90 ફૂટ છે. આ રાજયનો સૌથી મોટા ધોધમાંનો એક ધોધ છે. ધોધની પાસે શિવમંદિર છે. જેના કારણે આને શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ઝરણાની પાસે મેળાનું આયોજન 1936માં સૌ પ્રથમવાર કોરિયાના રાજાએ શરૂ કર્યું હતુ. ત્યાર બાદથી અહીં દર વર્ષે મેળો ભરાય છે. અહિંના શિવમંદિરના દર્શને હજારો શ્રદ્ધાળુઓ આવે છે.

શું કામ જવું અમૃતધારા ?

જો તમારે કુદરતની સુંદરતા જોવી છે તો અવશ્ય જાઓ. આ જગ્યા સુંદરતા અને શાંતિનું અનોખું મિશ્રણ છે. તમે ઝરણા પાસે બેસીને પ્રકૃતિને નજીકથી નિહાળી શકો છો.