એટલા માટે આ જગ્યા બની ‘રામ તેરી ગંગા મેલી’નું શૂટિંગ લોકેશન

0
680
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આજથી લગભગ 3 દશક પહેલા 1985માં બનેલી રામ તેરી ગંગા મેલીનો ઉલ્લેખ આવતા જ તમારા મનમાં હરિયાળા પર્વતો આવી જાય. રાજકપૂર દ્ધારા નિર્દેશિત આ સુપરહિટ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું. આજે ચાલો ફરવા તમને રામ તેરી ગંગા મેલીના એ સુંદર લોકેશન અંગે જણાવશે જેનો જાદુ આજે પણ બરકરાર છે.

ઉત્તરાખંડનું ખૂબસુરત લોકેશન હરસિલ

ફિલ્મ રામ તેરી ગંગા મેલીના તે સુંદર લોકેશનનું નામ છે હરસિલ. જે ઉત્તરાખંડ, ગઢવાલના ઉત્તરકાશી જિલ્લાનું એક પહાડી ગામ છે. જે ભાગીરથી નદીના કિનારે વસ્યુ છે. આ સંપૂર્ણ ક્ષેત્ર મનમોહક આબોહવા માટે જાણીતું છે. ચારે તરફ હરિયાળી જ હરિયાળી અને વહેતી ગંગા આ સ્થાનને સ્વર્ગનું રૂપ પ્રદાન કરે છે.
અહીંથી લગભગ 30 કિમીના અંતરે ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન છે. જે પોતાના શંકુધારી જંગલો અને ઘાસના મેદાનો માટે પ્રસિદ્ધ છે. પહાડી વન્યજીવોને નજીકથી જોવા માટે આ એક આદર્શ વિકલ્પ માનવામાં આવે છે.

વિષમ ખીણોની વચ્ચે જન્નતનો અહેસાસ

આમ જોવા જઇએ તો ગઢવાલની મોટાભાગની સુંદર જગ્યાએ પહોંચવા માટે મુશ્કેલ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. પરંતુ આ કુદરતી વિષમતાઓ વચ્ચે પણ હરસિલ એક સુંદર સ્થળ છે. અહીં સહેલાણીઓ સરળતાથી પહોંચી શકે છે અને પ્રાકૃતિક સુંદરતાનો મનભરીને આનંદ ઉઠાવી શકે છે. ઉત્તરકાશી સ્થિત હરસોલ હરિયાળીથી છવાયેલું છે. જ્યાં તમે મનમોહન દ્શ્યોની સાથે એડવેન્ચરની પણ મજા માણી શકો છો. હરસિલની પ્રાકૃતિક સુંદરતાનો કોઇ મોલ નથી. અહીં ચારેતરફ દેવદારના વૃક્ષ એક મનમોહક રૂપ પ્રદાન કરે છે. તમે પ્રકૃતિને નજીકથી માણી શકો છો.

ઋષિકેશથી ગંગોત્રી જનારા મોટાભાગા ટ્રાવેલર્સ હરસિલમાં રોકવાનું વધુ પસંદ કરે છે. અહીં તમે ગૌમુખથી નિકળતી ભાગીરથી નદીના અદ્ભુત દ્શ્યોને જોઇ શકો છો. ઉપરાંત અહીંથી તમે ડોડીતાલ સુધી જઇ શકો છો જે પોતાની રંગીન માછલીઓ માટે જાણીતું છે. ઉપરાંત, બગોરી, મુખબા, પુરાલી, ઘરાલી વગેરે ગામડાઓનું ભ્રમણ કરી શકો છો જેનો પોતાનો ઇતિહાસ છે. અહીંથી 7 કિમી દૂર સ્થિત સાત તાળાની સેર કરી શકો છો. જે સાતતાલ નામે ઓળખાય છે.

ફિલ્મમાં સામેલ કરવાનું કારણ

કહેવાય છે કે એકવાર રાજકપૂર ગંગોત્રી ફરવા આવ્યા અને અહીંની કુદરતી સુંદરતા પર મુગ્ધ થઇ ગયા. ત્યારબાદ તેમણે આને રામ તેરી ગંગા મેલીમાં સામેલ કર્યું. અહીં એક ઝરણાનું નામ ફિલ્મની હિરોઇન મંદાકીનીના નામે રાખવામાં આવ્યું છે. જ્યાં મંદાકીનીનું સ્નાન દ્શ્ય ફિલ્માવવામાં આવ્યું હતું.

હરસિલ આવવાનો યોગ્ય સમય

આમ તો તમે અહીં કોઇપણ સમયે આવી શકો છો પરંતુ નવેમ્બર-ડિસેમ્બરનો મહિનો અહીં ફરવા માટે આદર્શ માનવામાં આવે છે. કારણ કે આ સમયે હરસિલ બરફથી ઢંકાઇ જાય છે. જેના કારણે અહીંની સૌંદર્યતા બિલકુલ ખીલીને સામે આવી જાય છે. હિમવર્ષા જોવાના શોખીન હરસિલની યાત્રા કરી શકે છે. અહીં ખાવા-પીવા અને રહેવા માટે બજેટ હોટલ્સ છે.

કેવી રીતે પહોંચશો

હરસિલ પહોંચવા માટે તમે રેલવેમાં ઋષિકેશ ઉતરી શકો છો. નજીકનું એરપોર્ટ દહેરાદૂન છે. ઋષિકેશથી રોડ દ્ધારા હરસિલ પહોંચી શકાય છે.