વિદેશ જવા માંગો છો તો પહેલા જાણી લો VISAના પ્રકાર

0
788
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કેટલાક લોકો હરવા-ફરવાના ઘણાં શોખીન હોય છે પરંતુ ઘણાં એવા પણ છે જે દેશમાં નહીં પરંતુ વિદેશમાં ફરવા જવાનું વધુ પસંદ કરે છે. આના માટે વીઝાની જરૂરીયાત પડે છે. વીઝા એક પ્રકારનો પરમીશન લેટર હોય છે જેના દ્ધારા એક દેશની સરકાર બીજા દેશોના નાગરિકોને પોતાના દેશમાં આવવાની મંજૂરી આપે છે. તમે વિદેશમાં કેટલા દિવસ અને કેવીરીતે રહી શકો છો આ બધી વાતો તમારા વીઝા પરમિટ પર નિર્ભર કરે છે. તે પણ અનેક પ્રકારના હોય છે. આવો જાણીએ કેવા-કેવા પ્રકારના હોય છે VISA

1. Transit Visa

કોઇ બીજા દેશમાં જવા માટે વીઝા કલાકોના હિસાબે આપવામાં આવે છે. આમ તો તે 72 કલાક માટે હોય છે. આ પ્રકારની અરજી ભરવા માટે રિટર્ન ટિકિટ પણ બતાવવી પડે છે.

2. Tourist Visa

જેવી રીતે નામ પરથી જ ખબર પડે છે કે આ પ્રકારના વીઝા પર તમે ફક્ત હરી-ફરી શકો છો. વિદેશમાં કોઇ કામ નથી કરી શકતા.

3. Business Visa

બિઝનેસ વીઝાને વર્ક પરમીટનું નામ આપવામાં આવે છે. જેના દ્ધારા તમારે એ દેશમાં બિઝનેસ કે જોબ પ્રપોઝલ લેટર બતાવવો પડે છે. તેમાં એ પણ જણાવવું પડે છે કે તમે કઇ જગ્યાએ અને કયું કામ કરવા માંગો છો. તમારો ખર્ચ કેટલો હશે વગેરે. દરેક દેશમાં તેની સમયમર્યાદા અલગ-અલગ હોય છે. આ વીઝા 6 મહિનાથી લઇને 10 વર્ષ સુધીના હોઇ શકે છે.

4. Student Visa

આ વીઝા દ્ધારા તમે કોઇ બીજા દેશમાં અભ્યાસ માટે જઇ શકો છો. તેમાં ફક્ત વિદ્યાર્થી જ અરજી કરી શકે છે. દરેક દેશની પોતાની કેટલીક શરતો હોય છે, જેને પૂર્ણ કરીને જ આ વીઝા મળે છે.

5. Marriage Visa

આ વીઝાની જરૂરીયાત ત્યારે પડે છે જ્યારે કોઇ એક દેશના વિદ્યાર્થીને બીજા દેશની છોકરી સાથે લગ્ન કરવા હોય. જેમ કે કોઇ ઇન્ડિયન છોકરો અમેરિકાની છોકરી સાથે લગ્ન કરવા માંગે તો તે છોકરીને અમેરિકામાં ભારતીય એમ્બેસી જઇને આ વીઝા માટે અરજી કરવી પડે છે.

6. Immigrant Visa

ઇમીગ્રેશન વીઝાની જરૂરીયાત એવા લોકોને પડે છે જે કોઇ બીજા દેશમાં જઇને રહેવા માંગે છે.