અમદાવાદથી 55 કિમી દૂર 60 એકરમાં ફેલાયેલો છે આ રિસોર્ટ

0
712
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદીઓ શનિ-રવિની કે જાહેર રજાઓમાં નજીકના સ્થળે વિકેન્ડ ગાળવાનું વધુ પસંદ કરે છે. અમદાવાદ નજીક એવા કેટલાય રિસોર્ટ્સ અને ક્લબો છે જે તેમની આ જરૂરીયાતોને પૂર્ણ કરી શકે છે. આ રિસોર્ટ્સમાં જીમથી લઇને સ્પા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે આજે અમે આપને આવા જ એક રિસોર્ટ વિશે જણાવીશું જે વિકેન્ડ પસાર કરવા માટે બેસ્ટ છે.

સેફ્રોની હોલીડે રિસોર્ટ

અમદાવાદથી લગભગ 55 કિલોમીટર દૂર અમદાવાદ-મહેસાણા એક્સપ્રેસ વે પર 60 એકરમાં ફેલાયેલો છે સેફ્રોની હોલીડે રિસોર્ટ. આજથી લગભગ 20 વર્ષ પહેલા 15 ઓગસ્ટ 1997માં આ રિસોર્ટ ખુલ્યો હતો. આ રિસોર્ટમાં કુલ 125 રૂમ્સ છે. જેમાં સુપર ડિલક્સ, ડિલક્સ, કોટેજીસનો સમાવેશ થાય છે. દેશના જુદા જુદા ભાગોમાં બિઝનેસ ટૂર્સ અને હોલીડેઝ પર જતી વખતે અનેક રિસોર્ટમાં રોકાતાં પૂર્વિક પટેલ (ડિરેકટર), જયંતી એમ.પટેલ અને કપિલાબેન એ.પટેલે મહેસાણામાં આધુનિક રિસોર્ટ ખોલવાનું મન બનાવ્યું અને 1997માં સેફ્રોની રિસોર્ટ શરૂ કર્યો. હાલ પૂર્વિક પટેલ આ રિસોર્ટ સંભાળી રહ્યા છે. આજે આ રિસોર્ટ મહેસાણાનો સૌથી મોટો રિસોર્ટ છે.

આવી છે સુવિધા

24 કલાક રૂમ સર્વિસ, ઇન્ટરનેટ, એલસીડી, એસી સહિતની સુવિધા
ડિલક્સ, સુપર ડિલક્સ, અલ્ટ્રા સુપર ડિલક્સ અને કોટેઝિસ
હેલ્થ ક્લબ વિથ સ્ટીમ, સોના એન્ડ જાકુઝી
જીમ્નેશિયમ,સ્વિમિંગ પુલ, ટોડલર્સ પુલ, કિડ્સ પુલ
26 રાઇડ્સ સાથનો એમ્યુઝમેન્ટ પાર્ક
ક્રિકેટ- ફુટબોલ ગ્રાઉન્ડ
12 વર્ચ્યુલ રિયાલિટી ગેમ્સ, ગો કાર્ટિંગ, હોર્સ રાઇડિંગ પુલ, ચેસ વગેરે
ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇન્ડોર ગેમ્સ, ડિસ્કોથેક
બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ
ખાના ખજાના-મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ
5000 માણસોની ક્ષમતા ધરાવતો નોર્થ ગુજરાતનો સૌથી મોટો પાર્ટી પ્લોટ

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.