આ ટિપ્સને ફોલો કરી ટ્રાવેલિંગ દરમ્યાન બચાવો તમારા પૈસા

0
384
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ટ્રાવેલિંગ દરમ્યાન પૈસા બચાવવાની આવડત દરેકની નથી હોતી. બજેટ ટ્રાવેલિંગ માટે તમારે અનેક ચીજોની સાથે સમજૂતી કરવી પડે છે. રહેવા, ખાવા પીવાથી માંડીને હરવા ફરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અંગે પણ ખબર હોવી જોઇએ તો જ આ પોસિલબ છે. આમ તો આજકાલ બધી ચીજો ઓનલાઇન મળશે પરંતુ તેમાં બજેટ ટ્રાવેલિંગ પોસિબલ નથી. જ્યાં સુધી આની ટિપ્સ એન્ડ ટ્રિકસનો આઇડિયા ન હોય. તો આજે આવી જ ટિપ્સ અંગે જાણીએ જેનાથી તમે ઓછા બજેટમાં પણ ટ્રિપ પ્લાન કરી શકો છો.

1. જો તમે ટ્રાવેલિંગ દરમ્યાન પૈસા બચાવવા માંગો છો તો કાઉચસર્ફિંગ.કોમ અને હોસ્પિટાલિટીક્લબ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી લો. આનાથી તમે દુનિયાના કોઇપણ ખૂણાં રહેવા માટે સરળતાથી ઘર શોધી શકો છો. તમે હોમસ્ટેમાં રોકાઇને પણ થોડીગણી બચત કરી શકો છો.

2. ટ્રાવેલિંગ દરમ્યાન ખાણી-પીણી માટે પણ અલગથી બજેટ બનાવવું પડે છે જે તમારા ખિસ્સા ઢિલા કરી નાંખે છે. તો જો તમે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છો તો સારી રીતે શોધી લો કે તેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સામેલ છે કે નહીં. આનાથી તમારૂ ભવિષ્યનું પ્લાનિંગ સરળ રહેશે. સ્ટ્રીટ ફૂડ્સ ખાઇને તમે તમારૂ બજેટ મેનેજ કરી શકો છો.

3. બિઝી લાઇફસ્ટાઇલના કારણે લોકોમાં સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પરંતુ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઘણીવાર બજેટથી સમજૂતી કરવી પડે છે તો તેનો એક સરળ ઉપાય છે કે કેટલીક ટ્રાવેલ સાઇટ્સ તમને ટ્રાવેલર્સની સાથે કનેક્ટ રહેવાની તક આપે છે. જેમાં શું ખબર તમને તે જગ્યાએ જવા માટે કોઇ કંપની મળી જાય. જો બોન્ડિંગ બની જાય તો શેરિંગના હિસાબે પણ સારૂ રહેશે.

4. જો તમારી પાસે ટાઇમ છે તો ટ્રેનથી ટ્રાવેલ કરો જે ફ્લાઇટ અને બસના મુકાબલે સસ્તું પડે છે. જો ક્યાંક કામસર વારંવાર જવાનું થાય તો આવામાં પાસ બનાવી લેવો સારો રહેશે.

5. જેટલું બની શકે રાતે ટ્રાવેલ કરો. આનાથી તમે ફ્લાઇટ, ટ્રેન કે બસમાં સૂઇને હોટલનો ખર્ચ બચાવી શકો છો અને દિવસે જે જગ્યાએ જઇ રહ્યા છો તેને આરામથી એક્સપ્લોર કરી શકો છો.