ચાલો ગુરૂવાયૂર મંદિર જ્યાં થાય છે કૃષ્ણના બાલસ્વરૂપની પૂજા

0
412
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કેરળના રાજ્ય થ્રિસુર જનપદમાં ગુરૂવાયુર એક પ્રસિદ્ધ હિન્દુ તીર્થસ્થળ છે. એવું કહેવાય છે કે ગુરૂવાયુર મંદિર અનેક શતાબ્દીઓ જુનું છે. આ મંદિરના દેવતા ભગવાન ગુરૂવાયુરપ્પન છે જે બાલગોપાલન એટલે કે કૃષ્ણ ભગવાનનું બાલરૂપ છે. જો કે આ મંદિરમાં બિન-હિન્દુઓના પ્રવેશની અનુમતિ નથી. છતાં અનેક ધર્મોના અનુયાયી ભગવાન ગુરૂવાયૂરપ્પનના પરમ ભક્ત છે.

કળા અને સાહિત્ સાથે સંબંધ

આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે આને સંબંધ ફક્ત ધર્મ અને પૂજા પાઠ સાથે નથી પરંતુ સાહિત્ય સાથે પણ છે. આ પ્રસિદ્ધ મંદિર શાસ્ત્રીય નૃત્ય કળા કથકલીના વિકાસમાં સહાયક રહી વિદ્યા કૃષ્ણનટ્ટમ કલી, જોકી નાટ્ય-નૃત્ય કળાનું એક રૂપ છે તેનું મુખ્ય કેન્દ્ર છે. ગુરૂવાયુર મંદિરના બે પ્રસિદ્ધ સાહિત્યિક કૃતિયો સાથે પણ સંબંધ છે. નારાયણીયમના લેખક મેલ્પથૂર નારાયણ ભટ્ટાથિરી અને જાન્નાપ્પનાના લેખ પૂન્થામ, બન્ને ગુરુવાયપ્પનના પરમ ભક્ત હતા. ગુરૂવાયુર દક્ષિણ ભારતીય શાસ્ત્રીય કર્ણાટકીય સંગીતનો એક પ્રમુખ સ્થળ છે. અહીં એકાદસીના દિવસે સુવિખ્યાત ગાયક અને ગુરૂવાપ્પનના પરમ ભક્ત ચેમ્બાઇ, વૈદ્યનાથ ભગાવતારની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે.

મંદિર સાથે જોડાયેલી કથા

ગુરુવાયૂરપ્પન મંદિરમાં ભગવાનની સ્થાપનાના સમ્બંધમાં એક પૌરાણિક કથા પ્રચલિત છે. કહેવાય છે કે ભગવાન બૃહસ્પતીને ભગવાન કૃષ્ણની એક તરતી મૂર્તિ મળી હતી. તેમને અને વાયુ દેવતાને આ મૂર્તિને ગુરૂવાયૂર મંદિરમાં સ્થાપિત કરી. આ પૌરાણિક કથાના આધારે બન્ને લઘુ પ્રતિમાઓના નામ ગુરૂવાયુરપ્પન અને આ નગરના નામ ગુરૂવાયૂર પડ્યું. એવી માન્યતા છે કે આ મૂર્તિ દ્ધાપર યુગમાં સ્વયં શ્રી કૃષ્ણ દ્ધારા પ્રસ્તુ કરવામાં આવી હતી.