સાસણગીરનો એકમાત્ર રિસોર્ટ જ્યાં દિકરીઓને રહેવાનું ફ્રી, જાણો શું છે ભાડું

0
14083
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમે ક્યાંક ફરવા જાઓ અને ત્યાં કોઇ રિસોર્ટમાં તમારી સાથે તમારી કુંવારી દીકરી (unmarried daughter) ને રહેવાનું ફ્રીમાં મળે ? સાસણગીરના એક રિસોર્ટમાં વર્ષોથી કુમારિકાઓ પાસેથી કોઇ ચાર્જ વસૂલ કરવામાં નથી આવતો. સાસણગીરના ગીર અભ્યારણ્યમાં દર વર્ષે સિંહ દર્શન માટે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. દિવાળીના સમયમાં અહીં હોટલ કે રિસોર્ટમાં રહેવાના ઉંચા ભાડા ચૂકવવા પડ છે ત્યારે જો કોઇ રિસોર્ટમાં તમારી બહેન કે દિકરીને ફ્રીમાં રહેવા મળે તો તમારા ખિસ્સા પર એટલો બોજ ઓછો પડે.

સાવજ રિસોર્ટમાં દીકરીઓ ગણાય છે ખાસ ગેસ્ટ

સાવજ રિસોર્ટના સંચાલકોના દાવા અનુસાર આખી દુનિયામાં આ એકમાત્ર રિસોર્ટ એવો છે જ્યાં માતા-પિતા સાથે રિસોર્ટમાં રોકાતી કુમારિકા પછી તે કોઇપણ ઉંમરની કેમ ન હોય, તેનો કોઇ ચાર્જ વસૂલ કરવામાં નથી આવતો. સીધી ભાષામાં કહીએ તો પેરન્ટ્સે રહેવાનો ચાર્જ આપવો પડે છે પરંતુ જો તેમની સાથે આવેલી દીકરી કુંવારી છે તો તેને રહેવા, જમવાનું બિલકુલ ફ્રી હોય છે. રિસોર્ટના માલિક વિજયભાઇ જિવાણીનું કહેવું છે કે અમે દીકરીઓને માન-સન્માન આપીએ છીએ. 2008માં જ્યારથી રિસોર્ટ શરૂ થયો ત્યારથી જ અમે માં-બાપ સાથે આવતી કુંવારી છોકરીઓ પછી તે એક હોય કે એકથી વધુ હોય, તેની પાસેથી કોઇ ચાર્જ વસૂલ કરતા નથી. આવુ અમે ઘણાં વર્ષોથી કરીએ છીએ. અને દીકરીઓને ખાસ ગેસ્ટ તરીકે આવકારીએ છીએ.

 

ક્યાં છે સાવજ રિસોર્ટ અને કેવી છે સુવિધા

સાવજ રિસોર્ટ સાસણગીરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ સિંહસદનથી માત્ર 4 કિલોમીટરના અંતરે છે. સિંહસદનથી જ ગીર જંગલ સફારીની એન્ટ્રી છે. દેવળિયા પાર્ક અહીંથી 12 કિલોમીટરના અંતરે છે.

સાવજ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, કોન્ફરન્સ હોલ, 200 વ્યક્તિની ક્ષમતાવાળો મલ્ટીપર્સઝ હોલ છે.
ડાઇનિંગ હોલ, પાર્કિંગ, ડોક્ટર ઓન કોલ, વોકિંગ ટ્રેક, માંચડા, બોનફાયર
ચિલ્ડ્રન પાર્ક, સિટિંગ લોન્જ
જંગલ વ્યૂ દર્શાવતું ટેરેસ
45 કોટેજીસ અને રૂમ્સ
100 ટકા વેજીટેરિયન ફૂડ

આટલું છે ભાડું

સાવજ રિસોર્ટની વેબસાઇટ અનુસાર તેનું 1 રાતનું ભાડું 4700થી 6500 રૂપિયા સુધીનું છે. આ ભાડામાં જીએસટી અલગથી લાગે છે. વધુ વિગત માટે સાવજ રિસોર્ટનો સંપર્ક કરી શકો છો.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.