વેકેશનમાં ગુજરાતની બહાર ફરવા જવું હોય તો અમે અહીં એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કેટલો સમય સ્પેન્ડ કરી શકો છો.
કોર્બેટ નેશનલ પાર્ક નૈનીતાલ
ગરમીની સીઝનમાં ફરવા માટે ઉત્તરાખંડ સુંદર જગ્યા છે. ગઢવાલ-કુમાઉના પર્વતો ગરમીમાં ઘણો આરામ આપે છે. દિલ્હીથી 270 કિલોમીટર દુર સ્થિત કોર્બેટ નેશનલ પાર્કમાં વન્યજીવન સરળતાથી જોઇ શકો છો. સાથે જ અહીં રોમાંચક સફારીનો આનંદ પણ ઉઠાવી શકાય છે.
આ ઉપરાંત, અહીંથી તમે નૈનીતાલના ઝરણાનો આનંદ ઉઠાવી શકો છો. તમે નૈનીતાલ, ભીમતાલ, સાતતાલ, નૌકુચિયાતલ અને ખુરપાતાલના ઝરણાની સેર કરી શકો છો. આ ઉપરાત, આસ-પાસના પર્યટન સ્થળોનો આનંદ પણ ઉઠાવી શકો છો.
કાશ્મીર
કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે. ગરમીમાં કાશ્મીરની ટ્રિપ ગોઠવી શકાય છે. અહીં કુદરતી સુંદરતાની સાથે એડવેન્ચર સ્પોર્ટ્સ કરી શકાય છે. અહીંના જોવાલાયક સ્થળોમાં શ્રીનગર,ગુલમર્ગ, લેહ, પહેલગામ વગેરે છે. કાશ્મીરમાં દલ લેક, હાઉસબોટ તેમજ ગુલમર્ગમાં તમે ખોવાઇ જાઓ છો. અહીં શ્રીનગર ફ્લાઇટમાં અને ટ્રેન દ્ધારા પણ પહોંચી શકાય છે.
કુન્નૂર, તામિલનાડુ
કુન્નૂર, દક્ષિણ ભારત (તામિલનાડુ)નું એક પ્રસિદ્ધ પવર્તીય સ્થળ છે. જે નીલગિરીના પર્વતો પર સ્થિત છે. આ સ્થળ પોતાના વન્યજીવનની સાથે-સાથે પ્રાકૃતિક સૌંદર્યતા માટે પણ વખણાય છે. કુન્નુર ગરમીઓમાં આયોજીત થનારા ફ્રૂટ ફેર માટે પણ ઓળખાય છે. તમે અહીં સિમનું પાર્ક, પોમોલોજીકલ સ્ટેશન, ડોલ્ફિન્સ નોઝ વ્યૂપોઇન્ટ, લેમ્બ્સ રોક, દરૂગ ઉટી, કટારી ફોલ્સ, પેસ્ટર સંસ્થાન વગેરેનો પ્લાન બનાવી શકાય છે. અહીંનું નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન કોઇમ્બતૂર છે.
ગંગટોક સિક્કિમ
ગંગટોક ભારતના પૂર્વોત્તર રાજય સિક્કમનું એક સુંદર શહેર છે. આ શહેર ગરમીમાં આરામદાયક રજાઓ ગાળવા માટે આદર્શ ગણાય છે. આ નાનું પવર્તીય શહેર પોતાની મનમોહક આબોહવા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. અહીં બંજાખરી ફોલ, ચાંગુ લેક, ભારત-ચીન બોર્ડર અને બૌદ્ધ મઠ ખાસ છે. અહીંનું નજીકનું એરપોર્ટ બાગડોગરા અને રેલવે સ્ટેશન ન્યુ જલપાઇગુડી છે.
મુન્નાર, કેરળ
ઉપરોક્ત સ્થળો ઉપરાંત તમે કેરળના મુન્નારની મુલાકાત લેવાનો આનંદ જરૂર ઉઠાવો. કેરળને ગોડ્સ ઓન કન્ટ્રી કહેવામાં આવે છે. અહીંની ઓળખ અહીંના ટી ગાર્ડન, હાઉસબોટ અને બેકવાટર્સથી કરી શકો છો. મુન્નારની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લેવા માટે અહીં દૂર-દૂરથી પર્યટકો પહોંચે છે. અહીંના ચાના બગીચા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સાઉથ ઇન્ડિયાની બેસ્ટ ક્વોલિટી ચા અહીંના બગીચાઓમાંથી તૈયાર થાય છે. અહીં તમે ઓર્નાકૂલમ નેશનલ પાર્કની મજા માણી શકો છો. જ્યાં તમે મુખ્યત્વે લુપ્ત નીલગીરી બકરોને જોઇ શકો છો. મટ્ટુપેટ્ટી, ઇરાવીકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન, ચાનું મ્યુઝિયમ અને ટી પ્રોસેસિંગ, અથુકડ ફોલ્સ વગેરે મુખ્ય આકર્ષણ છે.