વર્ષ 2013માં આવેલી રોહિત શેટ્ટીની મૂવી ચેન્નઇ એક્સપ્રેસ તો તમને યાદ હશે જ, જેમાં શાહરૂખ ખાન તેના દાદાજીની અસ્થીઓ રામેશ્વરમમાં પધરાવે છે. ઉપર વાદળી આકાશ અને નીચે વાદળી સમુદ્રનો આ નજારો ફક્ત મૂવીમાં જ નહીં પરંતુ અસલમાં પણ આટલો જ સુંદર છે. જો તમે ક્યાંક રોડ ટ્રિપ પર જવાનો પ્લાન કરી રહ્યા છો તો ખાતરી રાખજો આનાથી સુંદર નજારો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. પામબન આઇલેન્ડ સુધી પહોંચવા માટે તમારે પામબન બ્રિજ પરથી પસાર થવું પડે છે.
મુંબઇ બાન્દ્રા કુર્લા પુલ પહેલા પામબન બ્રિજ ઇન્ડિયાનો સૌથી લાંબો સી બ્રિજ ગણાતો હતો. તામિલનાડુમાં સ્થિત આ ઇન્ડિયાનો એવો પુલ છે જે સમુદ્રની ઉપર બનેલો છે તો તમે અંદાજો લગાવી શકો છો કે અહીંથી પસાર થવાનો કેટલો એક્સાઇટિંગ અને અલગ એક્સપીરિયન્સ રહેતો હશે. આ નેચર અને ટેકનીકનો બેજોડ કમાલ છે. જે ઉચ્ચ તીવ્રતાવાળા ભૂકંપથી પણ હલી નહીં જાય.
પામબન બ્રિજની રોડ ટ્રિપ
તામિલનાડુનો આ પુલ રામેશ્વરમથી પામબન ટાપુને જોડે છે. આવામાં જો તમે રામેશ્વરમ જવા માંગો છો તો પોતાની મુસાફરીને રોમાંચક બનાવવા માટે પામબન પુલ પરથી પસાર થવું પડે છે. સમુદ્રની લહેરો વચ્ચે સફર અંગે વિચારીને જ એક્સાઇટમેન્ટ થવા લાગે છે. પુલ પર અટકીને તમે આ સુંદર દ્શ્યોને કેમેરામાં કેદ કરી શકો છો. રોડ ટ્રિપ આનાથી પણ વધુ એક્સાઇટિંગ હોય છે અને જો તમારી સાથે કંપની સારી હોય પરંતુ અહીં એકલા જઇને પણ તમે એકલવાયું કે કંટાળો નહીં અનુભવો.
પામબન પુલનું બેક ગ્રાઉન્ડ
પામબન પુલને બ્રિટિશ રેલવે દ્ધારા 1885માં શરૂ કરવામાં આવ્યો હતો. બ્રિટિશ એન્જિનિયરોની ટીમના નિર્દેશનમાં ગુજરાતના કચ્છથી આવેલા કારીગરોની મદદથી આને ઉભો કરવામાં આવ્યો હતો અને 1914માં તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. ફેબ્રુઆરી 2016માં તેણે પોતાના 102 વર્ષ પૂર્ણ કર્યા. આટલા જુનો હોવા છતાં પણ આ આજે જેમનો તેમ ઉભો છે.
પામબન પુલની બનાવટ
આ પુલ વચ્ચેથી પણ ખુલે છે. જો કો, કોંક્રિટના 145 સ્તંભો પર ટકેલા પુલને સમુદ્રની લહેરો અને તોફાનનો ખતરો રહે છે. પહેલા આ દેશનો સૌથી મોટો દરિયાઇ પુલ ગણાતો હતો જેની લંબાઇ 2.057 કિમી છે.