ઇન્ડિયાના 5 બેસ્ટ એમ્યૂઝમેન્ટ પાર્ક, જ્યાં એન્જોય કરવા માટે ઘણું છે

0
600
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કોઇ એવી જગ્યાની શોધ કરી રહ્યા છો જ્યાં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જઇને એન્જોય કરી શકીએ તો મૂવી કે મોલની જગ્યાએ એમ્યૂઝમેન્ટ પાર્ક જવાનું પ્લાનિંગ કરો, જયાં ક્યારે સવારથી સાંજ થઇ જાય છે તેની ખબર નથી પડતી. વોટર રાઇડ્સ, વન્ડર રાઇડ્સ ઉપરાંત, ફાઉન્ટેન શો, અલગ-અલગ પ્રકારના ગાર્ડન્સ અને અહીં યોજાતા મ્યૂઝિકલ શોનો નજારો જ અલગ હોય છે. તો આજે ઇન્ડિયાના આવા જ 5 એમ્યૂઝમેન્ટ પાર્ક અંગે જાણીએ જ્યાં જવા માટે તમારે મોસમ અને કોઇ પાર્ટનરની રાહ નહીં જોવી પડે.

રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ

હૈદરાબાદનું રામોજી, દુનિયાની સૌથી મોટા ફિલ્મ સિટી તરીકે જાણીતું છે. 2000 એકરમાં ફેલાયેલા આ થીમ પાર્ક 1996માં બનીને તૈયાર થયો હતો. દર વર્ષે લાખોની સંખ્યામાં અહીં લોકો ફરવા આવે છે. અહીં 50 શૂટિંગ ફ્લોર અને 500થી વધુ સેટ લોકેશન છે. નવી ટેકનીક અને સુંદરતાથી સજ્જ હોવાના કારણે અહીં બોલીવુડથી લઇને હોલીવુડ સુધીની ફિલ્મોના શૂટિંગ થાય છે. આ ઉપરાંત, બીજી અનેક પ્રકારની ઇવેન્ટ્સ, કોન્ફરન્સ, પિકનિક માટે પણ આ ઘણી સારી જગ્યા છે. બાળકોની સાથે વીકેન્ડ એન્જોયમેન્ટથી અલગ આ જગ્યા હનીમૂન માટે પણ પરફેક્ટ છે. હરવા-ફરવાની સાથે સાથે તમે અહીં યોજાતા પ્રોગ્રામ્સ, ડાન્સ, રાઇડ્સ અને શોપિંગની મજા પણ લઇ શકો છો.

વન્ડરેલા એમ્યૂઝમેન્ટ પાર્ક, બેંગાલુરૂ

બેંગાલુરૂના 82 એરકમાં ફેલાયેલા આ એમ્યૂઝમેન્ટ પાર્કમાં જઇને પણ તમે તમારા આખા દિવસને એન્જોય કરી શકો છો. 60 અલગ-અલગ પ્રકારની રાઇડ્સ ઉપરાંત, લેઝર શો, વર્ચુઅલ રિયાલિટી શો અને ઇન્ડિયાનો સૌથી મોટો મ્યૂઝિકલ ફાઉન્ટેન શો પણ જોવા મળી શકે છે. ફેમિલી અને બાળકો ઉપરાંત, તમે એકલા જશો તો પણ કંટાળો નહીં આવે.

વંડરેલા એમ્યૂઝમેન્ટ પાર્ક, કોચ્ચી

એડવેન્ચર વોટર સ્લાઇડ્સ, રોલર કોસ્ટર અને બાળકોના અલગ-અલગ ગેમિંગ ઝોનવાળા આ ફેમિલી ફ્રેન્ડલી એમ્યુઝમેન્ટ પાર્ક ફરવાનું ઘણો જ સારો એક્સપીરિયન્સ રહેશે. 35 એકરવાળી આ જગ્યામાં 56 થ્રીલર રાઇડ્સ છે જેના માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

એસ્સેલ વર્લ્ડ, મુંબઇ

મુંબઇનું એસ્સેલ વર્લ્ડ, દુનિયાનું સૌથી જુનું અને સૌથી મોટું વોટરપાર્કમાંનું એક છે. જેનાથી ભારતમાં એમ્યુઝમેન્ટ પાર્કની શરૂઆત થઇ હતી. 42 એકરમાં ફેલાયેલી આ જગ્યામાં ફક્ત બાળકો જ નહીં મોટેરાઓ અને વૃદ્ધો પણ મસ્તી કરી શકે છે. અહીં થ્રીલ અને એન્જોયમેન્ટવાળી રાઇડ્સમાં સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા જોવા મળે છે. સ્કૂલ, કોલેજની ટ્રિપ્સના હિસાબે આ ઘણી જ પોપ્યુલર ડેસ્ટિનેશન છે.

સાયન્સ સિટી, કોલકાતા

કોલકાતાનો આ એમ્યૂઝમેન્ટ પાર્ક 1997માં બનીને તૈયાર થયો હતો. જે દુનિયાના સૌથી મોટા અને શાનદાર સાયન્સ મ્યૂઝિયમમાં સામેલ છે. એન્ટરટેન્મેન્ટની સાથે જ અહીં શીખવા માટે અનેક સારી ચીજો છે. જો તમે સાયન્સના સુંદર નમૂનાની સાથે ડાયનોસોર અંગે જાણવાની ઉત્સુકતા ધરાવો છો તો કોલકાતાના સાયન્સ સિટીને ફરવાનો પ્લાન જરૂર કરી શકો છો.