પોંડિચેરી ટ્રિપનો પ્લાન કરી રહ્યા છો તો આ 5 રેસ્ટોરન્ટમાં જરુર જાઓ

0
398
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી વર્ષોથી સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં અનેક કેફે અને રેસ્ટોરન્ટ્સ છે જેમાં આરામથી બેસીને કુદરતી નજારાનો આનંદ માણી શકાય છે. અહીં મળનારુ ફૂડ્સ પ્રવાસીઓને ખાસ્સુ પસંદ આવે છે. સાઉથ ઇન્ડિયન ફૂડ કે સી ફૂડની મજા લેવી હોય તો અહીંના રેસ્ટોરન્ટમાં બધા ફૂડ્સ સરળતાથી મળી જાય છે. તો જો તમે પણ પોંડિચેરી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે બતાવેલા 5 રેસ્ટોરન્ટમાં જરુર જજો.

1. ટેન્ટો પિઝેરિયા (Tanto Pizzeria)

જો તમે પિઝા ખાવાના શોખીન છો તો આનાથી વધારે બીજો સારો વિકલ્પ કોઇ નહીં મળે. પિઝાની વધતી લોકપ્રિયતા જોઇને ડેનિયલ એમિડને ટેન્ટો પિઝેરિયા રેસ્ટોરન્ટ્સને વર્ષ 2008માં શરુ કર્યું હતું. અહીંના પિઝા એટલા ફેમસ છે કે લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે. અહીં 28 પ્રકારના પિઝા મળે છે જે લાકડીની આગથી રાંધવામાં આવે છે અને સર્વ કરવામાં આવે છે. પિઝામાં વપરાતી શાકભાજી પણ એકદમ ફ્રેશ હોય છે. આનાથી વધુ સારી વાત એ છે કે આ પિઝાને બનાવવા માટે ખુદ ડેનિયલ એમડિનની મા છે જે આ રેસ્ટોરન્ટને ચલાવે પણ છે અને પિઝા પણ બનાવે છે.

2.લા ક્રેપી (La Creperie)

જો તમે વેજની સાથે નૉનવેજ ફૂડ્સના ફૂડી છો તો લા ક્રેપી એક સારી રેસ્ટોરન્ટ છે જે તમને અંદાજે 10 થી 15 પ્રકારની ડિશ સર્વ કરે છે. લા કેપ્રી રેસ્ટોન્ટ એક અગલ પ્રકારની ડિશ આપે છે જેની અલગ જ ખાસિયત છે. પનીર અને નૉનવેજ (ચિકન)ને સર્વ કરતા પહેલા તેને ક્રિમમાં ડુબાડીને આપવામાં આવે છે જે ખાવામાં લઝીજ લાગે છે. મીઠા ફૂડ્સ માટે પણ લા કેપ્રી હોટલ જવાનું હોય છે. જો તમે પોંડિચેરી જઇ રહ્યા છો તો ક્રેપી રેસ્ટૉરન્ટ બાજુ તમારી ગાડીનો ટર્ન મારી લેજો.

3.આપાચી (Appachi)

અત્યારના સમયમાં આપાચી રેન્ટોરન્ટની સૌથી વધુ ડિમાંડ છે અને તેનું કારણ છે અહીં મળનારા ફૂડ્સ અને સેવાઓ. અહીંનુ મેનૂ પારંપરિક ચેટ્ટીનાડ વ્યંજનોથી પ્રેરિત છે. અહીં પર ચિકન 65 ડિશ સૌથી વધુ ફેમસ અને સ્વાદિષ્ટ પકવાન છે જે ટૂરિસ્ટ્સનું સૌથી પસંદગીનું ફૂડ્સ છે. જો તમે નૉનવેજ ખાવાના શોખીન છો તો આ જગ્યાને તમારી ટ્રિપમાં જરુર સામેલ કરો.

4.વિલા શાંતિ (Villa Shanti)

જો તમે લંચ માટે આમતેમ ભટકી રહ્યા છો તો વિલા શાંતિથી બીજી વધારે સારી જગ્યા તમને નહીં મળે. અહીં તમને પાલક અને બાફેલા સફરજનનો સલાડ ( પાલક, બાફેલા સફરજન, બદામ, તલના બી, મકાઇ, હળદર, મધ ડ્રેસિંગની સાથે) અને અનેક ફૂડ્સ (ઉકાળેલા ઝિંગા, પોમેલો, બાફેલી મગફળી, ધાણા, આંબલી અને મગની સાથે શરુ કરો), પટરાની સ્લિપર લૉબસ્ટર (પારસી શૈલીના લૉબસ્ટર પર ભારતીય મસાલાની સાથે મેરીનેટ કરવામાં આવે છે અને પીળી કે કાળી દાળ અને એક રોટલી)ની સાથે પીરસવામાં આવે છે જે ઘણાં જ સ્વાદિષ્ટ હોય છે.

5.કેફે ડેસ આર્ટ્સ (Cafe Des Arts)

જો તમે બ્રેકફાસ્ટની શોધમાં છો તો કેફે ડેસ આર્ટ્સ ના ધ ક્રૉકે-મોન્સેયૂર હેમ, ચીઝ સેન્ડવિચ, બેગુએટ બેકન સેન્ડવિચ અને કેફે ગૉર્લેન્ડ જરુર ટ્રાય કરો. પોંડિચેરીના જુદા જુદા રેસ્ટોરન્ટમાં જો સૌથી વધુ માર્ક્સ આપવામાં આવે છે તો કેફે ડેસ આર્ટ્સમાં મેળવવામાં આવતા ફૂડ્સની ક્રેડિટ છે. તો તમે જ્યારે પણ ફરીવાર પૉંડિચેરી ફરવાનો પ્લાન કરો તો આ રેસ્ટૉરન્ટ્સ અને હોટલોમાં એકવાર વિઝિટ જરુર કરજો.