કર્ણાટકની આ 5 જગ્યા છે ફેમસ, એકવાર જરૂર જાઓ

0
359
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કર્ણાટક રાજ્યમાં અનેક સુંદર ટૂરિસ્ટ પ્લેસિસ છે, જ્યાં દર વર્ષે અનેક લોકો ફરવા આવે છે. આ રાજ્યમાં જાણીતા બે જાણીતા સ્થળો કુર્ગ અને મૈસૂર પ્રવાસીઓમાં ઘણાં જ પ્રસિદ્ધ છે. અહીં જાણો આ શહેરની વધુ કેટલીક શાનદાર ચીજો અંગે.

1. જોગ ફોલ્સ

અરબી સમુદ્રમાંથી મળનારા આ ઝરણાંનું પાણી કર્ણાટકમાં વિજળી બનાવવાના કામમાં આવે છે. આ ઉપરાંત, આ ભારતનું બીજુ સૌથી ઉંચાઇએથી ડુબકી લગાવનારૂ ઝરણું છે. કારણ કે તેનું પાણી ફક્ત એક જગ્યાના ખડકોના સહારે નહીં પરંતુ ક્યાંયથી પણ શરૂ થઇને સીધું જ નીચે પડે છે. આ ઝરણાનું વધુ એક આશ્ચર્યજનક ફેક્ટ એ છે કે તેમાં દ્ધિતીય વિશ્વ યુદ્ધથી ભારત લાવવામાં આવતી ચાંદીથી ભરેલું જહાજ ડુબી ગયું હતું જેમાંથી 48 ટન ચાંદી પાછી મેળવવામાં આવી હતી. આ શોધે ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યા અને ગાઢ ધાતુને ફરીથી પ્રાપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો.

2. હૂલી મંદિર

10મી શતાબ્દીથી કર્ણાટકના નાનકડા ગામ બેલગામ નામના જિલ્લામાં છે આ મંદિર. જો કે, અત્યારે તેની હાલત ખસ્તા છે, પંરતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ તેનું ધ્યાન રાખી રહ્યું છે. આ મંદિર પર કરવામાં આવેલું કામ ઘણું સુંદર છે. ખાસ વાત એ છે કે અહીં એક કે બે નહીં, પરંતુ આખા જિલ્લામાં ઘણાં મંદિરો આવેલા છે.

3. ચન્નાપટના રમકડાં

તમે આખા ભારતમાં લાકડીના રંગ-બેરંગી રમકડાં જોયા હશે. જેમાં ઘર, પ્રાણીઓ, ગાડીઓ, કર્ણાટકના સ્થાનિક નૃત્યો, વર-કન્યા વગેરે બનેલા હોય છે. આ રમકડાં કર્ણાટકની ઉપજ છે. 18મી સદીમાં આની શરૂઆત થઇ. આમ તો આ રમકડા બનાવવાની શરૂઆત ટિપૂ સુલ્તાનના સમયથી શરૂ થઇ હતી.

4. મેંગલોરનું ખાવાનું

કર્ણાટકના મેંગ્લોર શહેરનું ખાવાનું ઘણું જ સ્વાદિષ્ટ છે. અહીંનું ખાવાનું ખાસ નારિયેળ નાંખીને બનાવવામિં આવે છે. જેમ કે કોરી રોટલી, નીર ઢોંસા, પિર રોડ. જો તમે ખાવાના શોખીન છો તો કર્ણાટક જઇને આ શહેરની અવશ્ય મુલાકાત લો.

5. હમ્પી

આ જગ્યા ભલે ખંડેર થઇ ગઇ હોય, પરંતુ તેના નગર યૂનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળોમાં સામેલ છે. આ જ કારણ છે કે હમ્પીના ગોળ ખડકો અને ટીલો પર બનેલા મંદિરો, ભોંયરા, પાણીના ખંડેર, મોટા-મોટા ચબૂતરા અને કર્ણાટકનો ખાસ હમ્પી ઉત્સવ. પરંતુ સૌથી શાનદાર છે હમ્પીનું મંદિર.