ટ્રાવેલિંગમાં આ ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે રાખો પોતાના પૈસા સુરક્ષિત

0
367
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ટ્રાવેલિંગ દરમ્યાન ઘણાંબધા રૂપિયા ખિસ્સામાં લઇને ફરવું ટેન્શનની સાથે સાથે સુરક્ષાની રીતે પણ યોગ્ય નથી. આમ તો કહેવાય છે કે વિદેશ યાત્રા દરમ્યાન ઓછામાં ઓછી કેશ કેરી કરો, જેટલું થઇ શકે કાર્ડનો ઉપયોગ કરો, લોકલ કરન્સી લઇને ચાલો. પરંતુ આ ઉપરાંત પણ અનેક એવી ચીજો છે જેની પર ધ્યાન આપીને તમે ટ્રાવેલિંગ દરમ્યાન પૈસાને સુરક્ષિત રીતે કેરી કરી શકો છો. આવો જાણીએ શું છે આ ઓપ્શન્સ….

અલગ-અલગ રાખો રૂપિયા

ટ્રાવેલિંગ કરતી વખતે પૈસાને એક જગ્યાએ રાખવાના બદલે અલગ-અલગ જગ્યાએ રાખો. રૂપિયાની સાથે-સાથે આ રૂલ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર પણ લાગુ પડે છે. હેન્ડબેગ ઉપરાંત, કેટલાક પૈસાને તમે ટ્રાવેલ બેગમાં પણ કપડા કે નાના પોકેટ્સમાં રાખી શકો છો. ક્યારેય પણ બધા પૈસા એક જગ્યાએ ન રાખો. આનાથી જો વોલેટ ક્યાંક પડી જાય કે ખોવાઇ જાય તો પૈસાની તંગી નહીં પડે.

આઉટફિટ્સ અને એક્સેસરીઝ પણ છે ઓપ્શન્સ

પહેલાના જમાનામાં લોકો કપડાની અંદર બનેલી નાની-નાની જગ્યાનો ઉપયોગ રૂપિયા રાખવા માટે કરતા હતા. જે ઘણો સલામત ઓપ્શન હતું. આ સેફ્ટીને જોતાં હાલ ડિઝાઇન થઇ રહેલા કપડામાં પણ રૂપિયાને રાખવા માટે જગ્યા આપવામાં આપવી રહી છે. અંડરવેર્સ, અંડરશર્ટ્સથી લઇને બ્રામાં પણ આવી સુવિધા અવાઇલેબલ છે જેમાં રૂપિયાને સુરક્ષિત રાખી શકાય છે. જો તમારે ઊંઘવું છે અને રૂપિયાને રાખવા માટે કોઇ સુરક્ષિત નથી તો આ જગ્યાએ રૂપિયા રાખીને તમે શાંતિથી સૂઇ શકો છો.

લોકલ કરન્સીનો ઉપયોગ

જો તમે વિદેશ યાત્રા પર નીકળી રહ્યા છો તો કેટલાક રૂપિયાને લોકલ કરન્સીમાં કન્વર્ટ કરાવી લો અને ઘણીબધી કેશ ન રાખો. શોપિંગ કરતી વખતે કે કોઇ બીજા સામાનની ખરીદી કરતી વખતે ધ્યાનથી રૂપિયા આપો કારણ કે કરન્સીની સમજ ન હોવા પર ઘણીવાર વધારે રૂપિયા ચૂકવી દે છે અને પછી ખબર નથી પડતી કે વધારે રૂપિયા કયાં ખર્ચ થઇ ગયા. નાની-મોટી દરેક જગ્યાએ ફરવા, ખાવા-પીવા અને શોપિંગનું બિલ પોતાની પાસે રાખો.

એન્ટિ-થેફ્ટ બેગની સાથે

જેવું કે નામથી જ સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ ચોરીથી બચવાનો સચોટ ઓપ્શન છે. અને આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ પર્સ, બેગપેક અને બેગ્સને ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં તમે જોશો કે અનેક નાના-નાના પોકેટ્સ અને લોકિંગ જિપ હોય છે. આ બેગ્સને તમે ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. પોતાની ટ્રાવેલિંગ એક્સેસરીઝમાં આને જરૂર સામેલ કરો જે એક સારૂ ઇન્વેસ્ટમેન્ટ સાબિત થશે.

કામનો જ સામાન

ફક્ત ટ્રાવેલ માટે જ નહીં પરંતુ બીજા કામ માટે પણ જો તમે વોલેટ લઇને જઇ રહ્યા છો તો જરૂરીયાતની ચીજો જ તેમાં રાખો. બાકીની ચીજોને કાઢી નાંખો. આ ફક્ત તમારા ટ્રાવેલિંગને લાઇટ બનાવશે પરંતુ ભૂલથી પણ જો તમારૂ પર્સ ખોવાઇ ગયું છે તો બધી ચીજોને રિપ્લેસ કરાવવાનું ટેન્શન નહીં થાય.

ટ્રાવેલ વોલેટને રાખો સાથે

સંપૂર્ણ વોલેટ લઇ જવાના બદલે ટ્રાવેલ વોલેટને સાથે રાખો. જો તમે તમારા પોકેટમાં જિમમાં મેમ્બરશિપ કાર્ડ્સ, પ્રી-પેડ કોફી કાર્ડ્સ, મેટ્રો જેવી અનેક ચીજો રાખો છો તો ટ્રિપ પર જતા પહેલા પોતાનું આ વોલેટ ઘરે જ રાખો. ટ્રાવેલ વોલેટમાં જરૂરી કાર્ડ્સ, પાસપોર્ટ અને કેશ રાખો. આ પાતળા અને હેન્ડી હોય છે.