અમદાવાદથી ગોવા, વારાણસી, હરિદ્વાર માટે ST વોલ્વો બસ સેવા શરૂ

0
600
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમે મુસાફરોને સારી સેવા મળી રહે તે માટે દેશના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. 23 જાન્યુઆરીથી અમદાવાદથી હરીદ્વાર, વારાણસી અને ગોવાની વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે.

કેટલું ભાડું રહેશે?

અમદાવાદથી વારાણસી, હરિદ્વાર અને ગોવાનું ભાડું ક્રમશ: રૂ. 3315, રૂ. 2696 અને રૂ. 3320 રહેશે.

અમદાવાદ-વારાણસી :

વારાણસી માટે એસટીની વોલ્વો સાંજે આઠ વાગ્યે ઉપડશે. આ બસ ત્રીજા દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે વારાણસી પહોંચાડશે. એટલે કે અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય લાગે છે તેના પહેલા એસટીની બસ વારાણસી પહોંચી જશે. અંદાજ પ્રમાણે બસમાં મુસાફરી માટે 33 કલાક જેટલો સમય લાગશે. વારાણસી માટે રૂ. 3315 ભાડું ચુકવવું પડશે. વારાણસી માટે થર્ડ એસીમાં પણ આટલું જ ભાડું લાગે છે.

અમદાવાદ-હરિદ્વાર :

હરિદ્વાર માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ માટે મુસાફરે રૂ. 2696 ભાડું ચુકવવું પડશે. જો તમે ટ્રેનમાં થર્ડ એસીમાં મુસાફરી કરી રહ્યા છો તો પણ તમારે આટલું જ ભાડું ચુકવવું પડે છે.

અમદાવાદ-ગોવા :

અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટીનો વોલ્વો બસ ઉપડશે. આ બસ તમને બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે. ગોવા માટે રૂ. 3320 ભાડું ચુકવવું પડશે.

છ રાજ્યને જોડતા રૂટ શરૂ કરાશે :

એસટી બસ બુધવારે 13 નવા રૂટ શરૂ કરશે. દેશના છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટીવીટી શરૂ કરવામાં આવશે. હરિદ્વાર, ગોવા અને વારાણસી ઉપરાંત ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. ચંદીગઢ માટે રૂ. 2425 ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચશે.